વ્હાઇટ હાઉસ વિશે તો બધા જાણે છે, પણ શું તમે તેનું સરનામું જાણો છો?

અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન એટલે કે વ્હાઇટ હાઉસને વિશ્વના સૌથી સુરક્ષિત સ્થાનો પૈકી એક ગણવામાં આવે છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસ સ્થાનનું સરનામું ” 1600 પેન્સિલવેનિયા એવન્યુ ઉત્તર પશ્ચિમ, વોશિંગટન ડીસી, સંયુક્ત રાષ્ટ્ર ” છે અને તે સૌથી પ્રખ્યાત અને જાણીતી ઇમારત પૈકી એક ગણાય છે.

image source

વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિના પ્રમુખ સ્ટાફ સદસ્યોના ઘર અને કાર્યાલય બન્ને તરીકે કામ કરે છે અને આ અમેરિકાના ઐતિહાસિક વારસાનો પણ એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમાં રાષ્ટ્રપતિ માટે દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને સાથે જ વ્હાઇટ હાઉસમાં એક બંકર પણ છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિની સલામતી માટે છે.

વ્હાઇટ હાઉસના નિર્માણમાં લાગ્યા હતા આઠ વર્ષ

image source

વ્હાઇટ હાઉસનું નિર્માણ 1792 થી 1800 વચ્ચે થયું હતું. આ સુંદર ઇમારતની ડિઝાઇન આયર્લેન્ડના જેમ્સ હોબનએ તૈયાર કરી હતી.

વ્હાઇટ હાઉસના સ્થાને પહેલા હતું એક જંગલ

image source

વ્હાઇટ હાઉસ લગભગ 18 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. હાલ જ્યાં વ્હાઇટ હાઉસ છે તે જગ્યાએ પહેલા એક જંગલ અને પહાડ વિસ્તાર હતો અને અહીં કેટલાક લોકો પણ રહેતા હતા. પરંતુ અમેરિકાની કોંગ્રેસે 1789 માં નવી રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો. જો કે આ ઇમારતનું નામ પહેલા વ્હાઇટ હાઉસ નહોતું. જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે તેનું નામ ” પ્રેસિડેન્ટ પેલેસ ” તેમજ ” પ્રેસિડેન્ટ મેંશન ” હતું.

એક સાથે રોકાઈ શકે છે 140 મહેમાનો

તમને જાણીને નવાઈ લાગશે કે વ્હાઇટ હાઉસની અંદર 132 રૂમ આવેલા છે. એ સિવાય તેમાં 35 બાથરૂમ, 412 દરવાજા, 147 બારીઓ, 28 અંગીઠી, 8 સીડીઓ અને ત્રણ લિફ્ટ આવેલી છે. છ માળની આ ઇમારતમાં બે બેઝમેન્ટ, બે પબ્લિક ફ્લોર અને બાકીના ફ્લોર અમેરિકાના રાષ્ટ્રપતિ માટે અનામત રાખવામાં આવેલ છે. એટલું જ નહીં વ્હાઇટ હાઉસમાં પાંચ ફૂલ ટાઈમ શેફ કામ કરે છે અને ભવનની અંદર 140 મહેમાનો રોકાઈ શકે અને સાથે રાત્રી ભોજન પણ કરી શકે તેવી વ્યવસ્થા છે.

આ કારણે ઇમારતનું નામ પડ્યું ” વ્હાઇટ હાઉસ ”

image source

અમેરીકાના રાષ્ટ્રપતિ ભવનનું નામ વ્હાઇટ હાઉસ રાખવા પાછળનું કારણ જાણવા જેવું છે. અસલમાં વર્ષ 1814 માં બ્રિટિશ આર્મીએ વોશિંગ્ટન ડીસીમાં ઘણી જગ્યાઓએ આગ લગાવી દીધી હતી જેમાં વ્હાઇટ હાઉસ પણ ચપેટમાં આવી ગયું હતું.

image source

આ આગને કારણે વ્હાઇટ હાઉસની બહારની દીવાલોની સુંદરતાને પણ નોંધપાત્ર નુકશાન થયું અને તે કદરૂપી લાગવા લાગી. ત્યારબાદ આ ઇમારતને ફરીથી આકર્ષક બનાવવા માટે તેને સફેદ રંગથી રંગવામાં આવી હતી. ત્યારથી આ ઇમારત વ્હાઇટ હાઉસના નામથી જ ઓળખવા લાગી. બાદમાં વર્ષ 1901 માં અમેરિકાના 26 મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટએ સત્તાવાર રીતે આ ઇમારતનું નામ વ્હાઇટ હાઉસ જાહેર કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત