શું તમે પણ રોજ પીતા હોય હૂફાળું પાણી, તો થઈ જજો સાવધ, જાણો તેના નુકશાન વિષે પણ..

મિત્રો, પાણી એ આપણા માટે કેટલું મહત્ત્વનુ છે તે વાત આપણે સૌ જાણીએ છીએ. શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને હાઇડ્રેટેડ રાખવા ઈચ્છતા હોવ અને શરીરના તમામ અંગોને યોગ્ય રીતે કાર્યરત રાખવા ઈચ્છતા હોવ તો તમારા માટે પાણીનુ સેવન એ અત્યંત આવશ્યક છે એ વાત પણ આપણે સૌ જાણીએ છીએ.

image source

ડોકટરો આપણને અવારનવાર કહેતા રહેતા હોય છે કે, આપણા શરીરની જરૂરિયાત મુજબ દરરોજ ૨-૪ લિટર પાણી પીવું જોઈએ. આ સિવાય તમે લોકોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે ગરમ પાણીનુ સેવન કરવાથી રોગો મટે છે અને તમે ગરમ પાણી પીવાના ફાયદાઓ પણ અનેકવિધ જગ્યાએ સાંભળ્યા હશે પરંતુ, આજે તેની અમુક આડઅસર વિશે પણ તમને જણાવીશુ. જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. તો ચાલો જાણીએ તેના વિશે…

કીડનીમા થાય સમસ્યા :

image source

કિડનીમાં એક વિશેષ પ્રકારની કેપિલરી સિસ્ટમ હોય છે, જે તમારા શરીરમાંથી વધારાનુ પાણી અને ઝેરને દૂર કરવામાં સહાયરૂપ સાબિત થાય છે. હૂંફાળા પાણીથી કિડનીને સામાન્ય કરતા વધુ જોર પડે છે. આને કારણે કિડનીને તેની સામાન્ય કામગીરી કરવામા અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. તેથી ગરમ પાણી પીવું પણ વારંવાર નહીં. મર્યાદિત માત્રામાં ગરમ પાણીનો વપરાશ આપણા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

હોઠમા થઇ શકે છે બળતરા :

image source

ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, ગરમ પાણી પીવાથી હોઠ બળી જાય છે. તેથી, ડોકટરો પણ ભલામણ કરે છે કે, જ્યારે પણ પાણી પીતા હોવ ત્યારે નાના ઘૂંટડા સાથે નવશેકુ પાણીનુ સેવન કરો.

શરીરના આંતરિક ભાગોને પહોંચી શકે છે પીડા :

આ સિવાય વધુ પડતુ ગરમ પાણી પીવાથી મોઢામા ચાંદા અથવા બળતરાની સમસ્યા થાય છે. આ સિવાય તે આપણા શરીરના આંતરિક અવયવોના સ્તરને પણ અસર કરી શકે છે.

શરદી અને તાવની સમસ્યા થઇ શકે :

image source

આ સિવાય જે લોકોને અવારનવાર સામાન્ય શરદી અથવા તાવની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ ગરમ પાણીનુ સેવન નુકશાનકારક સાબિત થઇ શકે છે કારણકે, આ ગરમ પાણીના કારણે શરીરનુ તાપમાન હમેંશા ગરમ જ રહે છે અને તેના કારણે તાવનુ પ્રમાણ પણ વધે છે.

યકૃતની સમસ્યા થઇ શકે :

image source

જો તમે તમારા યકૃતની યોગ્ય રીતે કાળજી લેવાની ઇચ્છા રાખો છો તો પછી ગરમ પાણીનુ શક્ય તેટલું ઓછું સેવન કરો. તેના વધુ પડતા સેવનના કારને તમને યકૃતના ભાગમા વધુ પડતી બળતરા થઇ શકે છે.

ત્વચામા થઇ શકે છે બળતરા :

image source

આ સિવાય જો તમે વધારે પડતુ ગરમ પાણીનુ સેવન કરો છો તો ઘણીવાર તમને ત્વચામા બળતરાનો અનુભવ થાય છે માટે આ અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત