શું તમે પણ તમારા ફોનને કોરોના વાયરસથી બચાવવા માંગો છો? તો આ 3 રીતે ફોનને કરો સેનેટાઇઝ

કોરોના મહામારીથી વિશ્વ ક્યારે છૂટશે તેના વિષે તો કઈં કહી શકાય તેમ નથી પણ હા, આ મહામારી સાથે આપણે કઈ રીતે જીવવું તે આપણે જ નક્કી કરવાનું છે.

How to sanitize your mobile phone in corona virus time check here 3 best ways of smartphone cleaning
image source

કોરોના વાયરસથી બચવા તમે પણ તમારો ફોન સૅનેટાઇઝ કરવા માંગતા હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ફોનને સૅનેટાઇઝ કરવાની ખોટી રીતના લીધે કદાચ તમારો ફોન ખરાબ પણ થઇ શકે છે. ત્યારે અહીં અમે આપને સુરક્ષિત રીતે ફોન સૅનેટાઇઝ કરવા માટેની ટિપ્સ જણાવી રહ્યા છીએ.

કોરોના વાયરસ હાલ ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આવી પરિસ્તિથીમાં દરેક માણસે પોતપોતાની રીતે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને એવા લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે જેઓનો મોટાભાગનો સમય ઘરની બહાર વીતે છે. તેઓએ ઘરમાં આવીને વારંવાર વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ. અને ઘરે જઈને તમારા ફોનને પણ વ્યવસ્થિત રીતે સૅનેટાઇઝ કરવો જરૂરી છે. જો કે ફોન સૅનેટાઇઝ કરવાની બાબતે તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ફોનને સૅનેટાઇઝ કરવાની ખોટી રીતના લીધે કદાચ તમારો ફોન ખરાબ પણ થઇ શકે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ફોન સૅનેટાઇઝ કરવાની સાચી રીતે જણાવીશું.

સામાન્ય સૅનેટાઇઝર નહિ

image source

ખાસ વાત તો એ છે કે જે સૅનેટાઇઝર વડે તમે તમારા હાથ ધુઓ છો જો એ સૅનેટાઇઝર વડે જ તમે તમારો ફોન સૅનેટાઇઝ કરો છો તો તે સલામત નથી. અમે અહીં તમને ફોન સૅનેટાઇઝ કરવા માટે સામાન્ય પણ ઉપયોગી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના પર અમલ કરીને તમે તમારો ફોન સૅનેટાઇઝ કરી શકો છો.

કોટનનો ઉપયોગ કરવો

image source

જો તમે તમારા ફોનને સૅનેટાઇઝર દ્વારા સાફ કરવા માંગો છો તો સૌ પહેલા તમે તામ્ર ફોનને સ્વીચ ઓફ કરી ડો. હવે રૂ નો નાનકડો ટુકડો લઇ તેના પર થોડું સૅનેટાઇઝર નાખી ફોનની સ્ક્રીન પર ધીમે ધીમે એક જ રેખામાં સાફ કરતા જાવ. ધ્યાન રહે કે કોટનમાં સૅનેટાઇઝરની માત્ર ઓછી રાખવી. એ સિવાય જો તમારો ફોન કિંમતી ને ભારે હોય તો તમે તમારા ફોનને સૅનેટાઇઝ કરવા માટેની સાચી રીત જાણવા જે તે કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછી શકો છો. કારણ કે અલગ અલગ કંપનીઓના ફોનની ડિસ્પ્લેમાં અલગ અલગ મટીરીયલ વપરાયું હોય શકે.

એન્ટી બેક્ટેરિયલ પેપર

image source

મોબાઈલ સાફ કરવા માટે એક સુરક્ષિત રીત બેક્ટેરિયલ ટીશ્યુ પેપર પણ છે. તમે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી આ વાઈપ્સ ખરીદી શકો છો. આ પેપર વડે તમે તમારા ફોનને સાફ કરી શકો છો. આ વાઈપ્સ સૂકા હોય છે જેથી મોબાઈલને સાફ કરવા સમયે તે ખરાબ થવાની શક્યતા નથી રહેતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!