શું તમે જાણો છો મચ્છરો પહેલેથી મનુષ્યનું લોહી નહોતા પીતા, આ કારણે થઈ શરૂઆત

વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ મચ્છરનો પ્રકોરપ વધવા લાગે છે. આ સીઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગોનું જોખમ વધવાનું શરૂ થાય છે. આ ઋતુમાં, મચ્છર માનવ શરીરમાંથી લોહી ચૂસવા માટે આજુ બાજુ ફરવા લાગે છે. શું તમે જાણો છો મચ્છરો મનુષ્યનું લોહી કેમ પીવે છે? જ્યારે વૈજ્ઞાનિકોએ તેને શોધી કાઢ્યું, ત્યારે તેઓ પણ તેનું કારણ જાણીને ચોંકી ગયા. ખરેખર, વિશ્વની શરૂઆતથી મચ્છરોને લોહી ચૂસવાની ટેવ નહોતી, પછીથી આ બદલાયું છે.

દુનિયામાં 3500થી પણ વધારે પ્રકારના મચ્છરો

image source

તમને જણાવી દઈએ કે દુનિયામાં 3500થી પણ વધારે પ્રકારના મચ્છરો હોય છે અને આ જીવજંતુ આજથી 20 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા. મચ્છરો લોકોના શ્વાસ 75 ફૂટ દૂરથી સૂંઘી શકે છે. મચ્છરના ઉડવાની સ્પીડની વાત કરીએ તો તે 2 ફૂટ પ્રતિ સેકન્ડની સ્પીડે ઉડી શકે છે અને તે 40 ફૂટ ઉપર ઊડી શકતા નથી. નોંધનિય છે કે મચ્છરો લોહી પીવે છે તે તો આપણે બધા જાણીએ છીએ પરંતુ તમે એ નહીં જાણતા હોવ કે માત્ર માદા મચ્છરો જ લોહી પીવે છે જ્યારે નર મચ્છરો શાકાહારી હોય છે. મચ્છર એક વખત ડંખ મારીને 0.1 મિલિલિટર સુધીનું લોહી પી શકે છે. જો માદા મચ્છરને લોહી ન મળે તો તે બચ્ચાને જન્મ ન આપી શકે છે. એક માદા મચ્છર પોતાના જીવનમાં આશરે 500 ઈંડા આપે છે. માદા મચ્છરની ઉંમર આશરે 2 મહિના જ્યારે નર મચ્છરની ઉંમર 15 દિવસની હોય છે.

આ કારણે મચ્છરો લોહી પીવે છે

image source

ન્યુ જર્સીની પ્રિંસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આફ્રિકાની એડીસ એજિપ્ટી(Aedes Aegypti) મચ્છર પર એક અભ્યાસ કર્યો હતો. ડેન્ગ્યુ, પીળો તાવ અને ઝિકા વાયરસ ફેલાવતા મચ્છરો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અધ્યયન મુજબ મચ્છરોએ માનવ લોહી પીવાનું શરૂ કર્યું કારણ કે તે શુખા પ્રદેશમાં રહે છે. ડ્રાય સિઝનમાં જ્યારે મચ્છરને તેમના સંવર્ધન માટે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી. તેથી જ તેઓ મનુષ્ય અથવા પ્રાણીઓના લોહીને ચૂસવાનું શરૂ કરે છે.

તમામ જાતિઓ મનુષ્યનું લોહી પીતી નથી

image source

એક વેબસાઇટના અહેવાલ મુજબ આફ્રિકાના મચ્છરોમાં એડીસ એજિપ્ટી મચ્છરની ઘણી પ્રજાતિઓ છે અને આ તમામ જાતિઓ મનુષ્યનું લોહી પીતી નથી. આમાંની મચ્છરની કેટલીક જાતો એવી હતી કે તેઓ અન્ય વસ્તુઓ ખાઈ પીને જીવે છે. પ્રિન્સટન યુનિવર્સિટીની સંશોધનકર્તા નુહ રોઝ કહે છે કે મચ્છરોની જુદી જુદી જાતિના ભોજનનો હજી સુધી કોઈએ અભ્યાસ કર્યો નથી. અમે આફ્રિકાના સબ-સહારન ક્ષેત્રમાં 27 સ્થળોએથી એડીસ એજીપ્પ્ટી મચ્છર ઇંડા લીધાં. ત્યારબાદ તેમાંથી મચ્છરો બહાર આવવા દીધા.

મચ્છરોનો આહાર સંપૂર્ણપણે જુદો

image source

આ પછી આ મચ્છરને મનુષ્યો, અન્ય જીવ, ગીની પીગ જેવા પર લેબમાં બંધ કરીને ડબ્બાને છોડી દીધો કેમ કે તેના દ્વારા લોહી પીવાની પેટર્નને જાણી શકાય. આ અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે વિવિધ જાતિના ડ્યુસ એજીપ્પ્ટી મચ્છરોનો આહાર સંપૂર્ણપણે જુદો છે. નોંધનિય છે કે મચ્છરોના અંદર આ બદલાવ ઘણાં હજાર વર્ષમાં આવ્યો છે. એડીસ એજિપ્ટી મચ્છરોની વાત એ હતી કે વધતા શહેરોના કારણે પાણીની સમસ્યા વધવા લાગી.

image source

જે બાદ મચ્છરોને માણસનું લોહી પીવાની જરૂરિયાત પડવા લાગી, પરંતુ જ્યા માણસ પાણી ભરીને રાખે છે તે વિસ્તારમાં મચ્છરો મનુષ્યોનું લોગી પી તા નથી. ત્યાં એનોફિલીસ મચ્છરો (મેલેરિયા કરનાર)ને કોઈ મુશ્કેલની નથી આવતી. તેઓ કૂલર, પોટ્સ અને પથારી જેવા સ્થળોએ ઉછરે છે. જોકે જેવી પાણીની ઉણપ અનુભવે છે, આ ઝડપથી માણસ અને અન્ય જીવ પર લોહી પીવા માટે હુમલો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત