શું તમે જાણો છો આ ચાર કારણોને લીધે ઉભી થાય છે ઘરમાં આર્થિક સમસ્યા, આ ઉપાય કરશો તો થશે અઢળક ધનવર્ષા..

મિત્રો, શાસ્ત્રોનુ વાસ્તવિક મહત્વ એ આપણા વાસ્તુશાસ્ત્રમા જણાવવામા આવેલુ છે. આ શાસ્ત્રમા વ્યક્તિના જીવનમા ક્યા કારણોસર શુભ અને અશુભ ઘટના બને છે, તે અંગે વિસ્તૃત વર્ણન કરવામા આવ્યુ છે. જો તમે વાસ્તુમા નિર્ધારિત નિયમોનુ નિયમિત રીતે પાલન કરો તો તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ આવે છે.

image source

બીજી તરફ જો મકાનમા અથવા તો કોઈ વ્યવસાયિક સંસ્થામા કોઈ વાસ્તુ ખામી હોય તો તેણે પણ ભોગવવુ પડે છે. ઘણીવાર એવુ જોવા મળે છે કે, લોકો વાસ્તુદોષની અવગણના કરે છે અથવા તો તેમા વિશ્વાસ ધરાવતા નથી પરંતુ, તેની વાસ્તવિક અસર જીવનમા અવશ્યપણે જોવા મળે છે.

image source

આ વાસ્તુદોષના કારણે જ ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, અમુક કામ બનતા બનતા બગડી જાય છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા વિશેષ કારણો વિશે માહિતી આપીશુ કે, જેના કારણે તમારા ઘરમા વાસ્તુદોષ રહે છે અને આ વાસ્તુદોષ તમારા જીવનમા નાણા સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

ઘરની અંદર વધારે પડતી ગંદકી હોય ત્યારે :

image source

આપણા ઘરની ઉતર દિશાને પરમ પૂજનીય પ્રભુ શ્રી કુબેરની દિશા માનવામા આવે છે. આ દિશામા પ્રભુનો વાસ થાય છે માટે ક્યારેય પણ ઘરની આ દિશામા ગંદકી ફેલાય તો તમારે અનેકવિધ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ ખૂણાને હમેંશા સ્વચ્છ રાખો.

ઘર વધુ પડતુ ઊંચુ રાખવામા આવ્યુ હોય ત્યારે :

image source

ઘરની ઉતર દિશાને માતૃદિશા તરીકે ઓળખવામા આવે છે. જ્યારે પણ તમે તમારા ઘરનુ નિર્માણકાર્ય કરાવી રહ્યા હોવ ત્યારે ક્યારેય પણ ઘરની આ દિશાને વધુ પડતી ઉંચી ના રાખવી કારણકે, વાસ્તુ અનુસાર તે અશુભ માનવામા આવે છે. વાસ્તુ પ્રમાણે ઘરની આ દિશાને ઉંચી રાખવાથી તમારે અનેકવિધ પ્રકારની નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

નળમાથી નિરંતર પાણીના ટીપા ઝરી રહ્યા હોય તો :

image source

ઘણીવાર એવુ જોવા મળે છે કે, લોકોના ઘરોમા નળમાંથી પાણી ટપકતુ રહેતુ હોય છે, જેને આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામા આવે છે, તેના કારણે તમારા ઘરમા અનેકવિધ પ્રકારની નાણાકીય સમસ્યા ઉદ્ભવે છે અને નાણા ઘરમા ટકતા નથી.

જો તમારા ઘરના પાણીનુ વહેણ દક્ષિણ દિશા તરફ વહી રહ્યુ હોય તો :

જો તમારા ઘરમા પાણીનુ વહેણ દક્ષીણ દિશા તરફ જઈ રહ્યું હોય તો તેવા ઘરોમા હંમેશા આર્થિક સમસ્યા રહે છે. વાસ્તુ પ્રમાણે પાણીનુ વહેણ હંમેશા ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત