રાજ્યના આ શહેરના એપાર્ટમેન્ટમાં એકસાથે 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

રાજ્યમાં એક તરફ તહેવારોમી સિઝન ચાલી રહી છે તો બીજી તરફ લાંબા સમયથી શાંત રહેલા કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. જેને લઈને સરકાર પણ સફાળી જાગી છે. નોંધનિય છે કે નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આશંકા લાંબા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ ઘટ્યું છે પરંતુ સુરતના અઠવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં 9 કેસ સામે આવતા સમગ્ર રાજ્યમાં ગળભળાટ મચી જવા પામ્યો છે.

image socure

સુરતના મેઘ મયુર એપોર્ટમેન્ટમાં એક સાથે 9 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી છે. આ ઉપરાંત યુદ્ધના ધોરણે પાલિકા દ્વારા તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે એપાર્ટમેન્ટને સીલ કરી, લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આખા એપાર્ટમેન્ટને ક્વારન્ટાઈન કરી બે હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

image soucre

નોંધનિય છે કે રાજ્યમાં હાલમાં કોરોનાની ગતિ ઘણી ધીમી પડી છે ત્યારે સુરતમાં એક સાથે સામે આવેલા 9 કેસથી ફરી લોકોની ચિંતા વધી છે, જો કે તંત્ર દ્વારા કોરોનાને લઈને ગાઈડલાઈન પર જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા સાવધાની રાખવા અને ભીડવાળા વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે. નોંધનિય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 19 દર્દી સાજા પણ થયા છે. જો કે ચિંતાની વાત એ છે કે રાજ્યમાં ઘણા દિવસથી 10ની આસપાસ કેસ આવતા હતા જેમા અચાનક ઉછાળો આવ્યો છે. જો કે બીજી તરફ રાહતની વાત એ છે કે રાજ્યમાં સતત 20મા દિવસે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.

image soucre

તો બીજી તરફ દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના 28,326 નવા કેસ આવ્યા અને 260 દર્દીઓના મોતને કારણે, રોગચાળાના કુલ કેસોની સંખ્યા 3,36,52,745 પર પહોંચી ગઈ જ્યારે મૃત્યુઆંક 4,46,918 પર પહોંચી ગયો. દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,03,476 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 26,032 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જે બાદ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,29,02,351 થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં 85,60,81,527 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં દરરોજ 68,42,786 ડોઝ આપવામાં આવ્યા છે.

image soucre

જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગઈકાલે કેરળમાં કોરોના વાયરસના 16,671 કેસ હતા. ગઈકાલે રાજ્યમાં 120 લોકોના મોત થયા હતા. આ સિવાય શનિવારે તમિલનાડુમાં 1,724 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 26,55,572 થઈ ગઈ. તે જ સમયે, વધુ 22 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 35,476 પર પહોંચી ગયો છે.