શું તમે શિયાળામાં સૂકી ઉધરસની સમસ્યાથી ચિંતિત છો ? તો આ ઘરેલું ઉપાયથી રાહત મળશે

એવું કહેવામાં આવે છે કે જો ઉધરસની સમસ્યા બે અઠવાડિયાથી વધુ હોય, તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તે ટીબી જેવા ખતરનાક રોગનું કારણ બની શકે છે. એમ પણ આજકાલ કોરોના યુગમાં ઉધરસની સમસ્યાને અવગણવું યોગ્ય નથી, કારણ કે તે કોરોનાના મુખ્ય લક્ષણોમાં શામેલ છે.

image source

અત્યારના સમયમાં લોકો ઉધરસ અથવા શરદીને દૂર કરવા માટે ઉકાળાનો સહારો લે છે. બદલાતી ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યા થવી સામાન્ય છે અને કેટલીક વખત ઉધરસની સમસ્યા લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં ગળામાં બળતરા, શુષ્કતા, આંખોમાં કોઈ સમસ્યા અને છાતીમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે છાતી અને ગળામાં કફ સૂકાય છે ત્યારે સૂકી ઉધરસ થાય છે. આ માટે, ઘણા લોકો ડોકટરો અને ઘણી દવાઓનો આશરો લે છે, જો તમે તેના બદલે કેટલાક ઘરેલું ઉપાય અપનાવશો, તો તે એકદમ અસરકારક રહેશે. તો ચાલો જાણીએ એ ઘરગથ્થુ ઉપાય વિશે.

લાભકારક મધ

સૂકી ઉધરસ દૂર કરવા માટે મધ ફાયદાકારક છે. કારણ કે મધમાં એન્ઝાઇમ હોય છે જે કફથી રાહત મેળવવા માટે ખૂબ જ મદદગાર છે, તેથી એક ચમચી મધ દિવસમાં ત્રણ થી ચાર વખત લેવો.

image source

ગરમ પાણી પીવો

સૂકી ઉધરસ દૂર કરવા માટે ગરમ પાણી અને મીઠું ખૂબ ફાયદાકારક છે. ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરીને આ પાણીથી કોગળા કરવાથી તમને ઘણો ફાયદો થશે અને ઉધરસની સમસ્યા તરત જ દૂર થશે.

કાળા મરીનો ઉપયોગ કરો

ચા સાથે કાળા મરીના દાણાને મોમાં ચાવવા અથવા મરીના દાણાને ઘીમાં શેકીને ખાવાથી ગળામાં થતા દુખાવા અને સૂકી ઉધરસની સમસ્યામાં તરત રાહત મળે છે.

image source

હળદર અને કાળા મરીનું મિશ્રણ

અડધા કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી કાળા મરીનો પાવડર નાખીને ઉકાળો અને પછી તેને ચાની જેમ ધીરે ધીરે પીવો.

લસણનું સેવન

લસણ ખાવાથી સૂકી ઉધરસ દૂર થાય છે. ગળાના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે લસણ ખૂબ મદદગાર છે. આ માટે એક કપ પાણીમાં લસણની 2-3 કળી ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ થાય, ત્યારે તેમાં મધ મિક્સ કરીને પીવો.

image source

ડુંગળીનું સેવન

અડધી ચમચી ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્સ કરો અને તે દિવસમાં બે કે ત્રણ વાર ચાટવું જોઈએ.

હળદરવાળું દૂધ

જો તમને પણ સૂકી ઉધરસની સમસ્યા છે, તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ એક ગ્લાસ ગરમ હળદરવાળું દૂધ પીવો. હળદરવાળું દૂધ પીવાથી તમને સૂકી ઉધરસની સાથે ગળાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. હળદરમાં કુરકુમીન તત્વ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, તે ગળાના ચેપને પણ મટાડે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર નાખો અને પીવો. તમે દૂધમાં થોડું મધ પણ ઉમેરી શકો છો, જેથી તેનો સ્વાદ મીઠો થાય. તમે હળદરવાળા દૂધમાં ખાંડ ઉમેરવાનું ટાળો. સૂકી ઉધરસને થોડા સમયમાં જ દૂર કરવા માટે હળદરવાળું દૂધ એક ચમત્કારી ઉપાય છે.

image source

આદુ ફાયદાકારક છે

ઉધરસની સમસ્યા દૂર કરવા માટે આદુના ટુકડાની છાલ દૂર કરો અને ત્યારબાદ તેને ચાવો.આ ટુકડો ચાવવાથી છાતીમાં દુખાવો,બળતરાની સમસ્યા,સૂકી ઉધરસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. આદુમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સૂકી ઉધરસને મૂળમાંથી દૂર કરે છે.

વરાળ

સૂકી ઉધરસ ગળામાં અને છાતીમાં જામેલા કફના કારણે જ થાય છે. ગળામાં અને છાતીમાં જામેલા કફને સાફ કરવા માટે ગરમ વરાળ લો. તેનાથી આરામ મળશે. વરાળ લેવાથી ગળામાં રહેલો કફ છૂટો થશે અને શરીરની બહાર નીકળશે. આ કફ દૂર થતા જ ઉધરસની સમસ્યા પણ દૂર થશે.

મુલેઠી

મુલેઠી ચાવવાથી ગળાની સમસ્યામાંથી રાહત મળે છે. હવામાન પરિવર્તનને કારણે ગળાના દુખાવાથી અથવા ગળામાં થતી બળતરા અને સૂકી ઉધરસ જેવી સમસ્યા દૂર કરવા માટે મુલેઠી ફાયદાકારક છે.

image source

અજમો

જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે તમે હળદરનું દૂધ પીવો છો અથવા પાણીના કોગળા કરો છો, તો પણ જો તમારી આ સમસ્યા દૂર ન થાય તો આ સમસ્યા દૂર કરવા માટે તમારે માત્ર અજમાને પાણીમાં ઉકાળી અને એ પાણીથી કોગળા કરવા પડશે. તમારા ગળામાં થતી તીવ્ર પીડા અથવા સૂકી ઉધરસની સમસ્યા આ ઉપાયથી દૂર થશે. એટલું જ નહીં તમે હળદરના દૂધમાં પણ અજમો નાખી શકો છો.

એલચી

જો સૂકી ઉધરસના કારણે તમને ગળામાં દુખાવો અથવા બળતરા થાય છે, તો એલચીનું સેવન કરો. એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત