સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ આંકરાપાણીએ, સુનાવણી દરમિયાન આપી દીધું અલટીમેટમ

દિલ્હીમાં સતત ખરાબ થતું વાતાવરણ અને હવાનું પ્રદૂષણ સતત ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. પ્રદૂષણ મામલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જ્યારે સરકાર પાસેથી જવાબ માંગ્યો ત્યારે એક વિચિત્ર જવાબ સાંભળવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સરકારે કહ્યું કે પાકિસ્તાન તરફથી આવતી પ્રદૂષિત હવા દિલ્હીને પ્રભાવિત કરી રહી છે. યુરી સરકારે એવો પણ તર્ક આપ્યો કે યૂપીના ઉદ્યોગોનો ધુંમાડો દિલ્હી તરફ જતો નથી. આ ધુમાડો તો બીજી તરફ જાય છે.

image source

સુનાવણી દરમિયાન કેટલીક હળવી ક્ષણો પણ સર્જાઈ હતી. યૂપી સરકાર તરફથી પક્ષ રજૂ કરતાં વકીલ રંજીત કુમારે કહ્યું કે અમારી તરફથી દિલ્હીમાં હવા નથી જતી. અમે ખુદ પણ બહાવના ક્ષેત્રમાં છીએ. હવા પાકિસ્તાન તરફથી આવે છે. ત્યારે ચીફ જસ્ટિસે સીવી રમન્ના સાથે મજાક કરતા રહ્યું કે તો તમે પાકિસ્તાનમાં ઉદ્યોગ બંધ કરાવવા ઈચ્છો છો ?

image source

સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી શુક્રવાર સુધી ટાળી છે. કોર્ટે યુપી સરકારને કહ્યું કે શેરડી એટલે કે ખાંડ અને દૂધના કારખાનાને વધુ સમય ચાલુ રાખવાની માંગને લઈ ટાસ્ક ફોર્સ કમિટી સમક્ષ અરજી કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રી કોર્ટે દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલા હોસ્પિટલના નિર્માણને યથાવત રાખવા પરવાનગી આપી છે.

image source

કોર્ટે યુપી સરકારને પુછ્યુ હતું કે શ્રમિકોને તે સમયનું વળતર આપવા તેમણે શું કર્યું જ્યારે કામ બંધ હતું. તેમને પૈસા મળ્યા કે નહીં. આ બધી જ જાણકારી કોર્ટને સરકાર આગામી સુનાવણીમાં આપશે.

image source

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણને લઈને ઉઠાવવામાં આવેલા પગલાને લઈને સોગંદનામું રજૂ કર્યું હતું. હાલના સમયમાં પ્રદૂષણની સ્થિતિને જોતા શાળા ખોલવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે પણ પ્રદૂષણ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી કોર્ટમાં આપી હતી.

કેન્દ્રએ જણાવ્યું છે કે તેના માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે જે રોજ બેઠક કરે છે. ફ્લાઈંગ સ્ક્વોડ તેને રોજ રીપોર્ટ મોકલશે. પ્રદૂષણ મામલે ટાસ્ક ફોર્સ જરૂરી જણાય તે નિર્ણયો લઈ રહી છે. કેન્દ્રએ જણાવ્યું કે ફ્લાઈંગ સ્ક્વોડ દિલ્હી અને એનસીઆર બંને જગ્યાએ કામ કરશે.

image source

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લગાતાર સુનાવણી થઈ રહી છે. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે સ્કૂલના મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી આપતા કહ્યું હતું કે 24 કલાક આપવામાં આવે છે. સરકારો તુરંત પ્રદૂષણ મુદ્દે પગલાં ભરે નહીં તો સુપ્રીમ કોર્ટ આદેશ જારી કરશે.