સુરતમાં ખાનગી હોસ્પિટલની માનવતા મરી પરવારી: કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર મુકી દીધો..પુત્રને ગુમાવનાર પિતાના આ શબ્દો સાંભળીને તમે પણ રડી પડશો

સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે માહામારીને લઈ કોરોના ટેસ્ટ કરાવવાથી માંડીને કોરોના મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી દરેક જગ્યાએ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. મૃતકો હોસ્પિટલથી સ્મશાન ગૃહ લઈ જવા માટે પણ શબવાહિની ખૂટી પડી છે. જેને કારણે હોસ્પિટલથી સ્મશાન ગૃહમાં ખાનગી વાહનોમાં સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાને કારણે થતો મૃત્યુદર સતત વધી રહ્યો છે. પાલિકા તંત્ર અને સરકાર આંકડો ઓછો બતાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

image source

જ્યારે અન્ય બીમારી અને કારણોને લઈને પણ મોત થઈ રહ્યાં છે.જેથી સ્મશાન લઈ જવાતા મૃતદેહોની સંખ્યામાં પ વધારો જોવા મળી રહ્યો છે. સુરતની વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ વેલા દર્દીઓના મોત થતા તેમના સ્વજનો અંતિમ સંસ્કાર માટે અનેક પ્રયાસ કરે છે. સુરતમાં મૃત્યુનું પ્રમાણ એટલું છે કે, મહાનગરપાલિકા અને ખાનગી શબવાહિનીની પણ ઓછી પડી રહી છે. જેને કારણે મજબૂરીવશ કેટલાક લોકો ખાનગી વાહનોમાં પણ મૃતદેહને સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.

હોસ્પિટલમાંથી કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર મૂકી દરવાજે તાળાં મારી દીધા. - Divya Bhaskar
image source

મૃતકના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે શબવાહીની ખૂટી જતા ખાનગી વાહનોનો સ્મશાન બહાર ખડકલો જોવા મળી રહ્યો છે. ખાનગી વાહનોમાં કોવિડના મૃતદેહને લવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરતના પાંડેસરામાં એક ખાનગી હોસ્પિટલના
સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકી દેતા ભારે હોબાળો થયો હતો. વહેલી સવારે બનેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વાતાવરણ થાળે પાડી બન્ને પક્ષકારોને સાંભળ્યા હતા. મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું છે. જોકે હાલ પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.

અઢી હજારમાં સારું થઈ જશે એમ તબીબોએ કહ્યું હતું

પરિવાર મૃતદેહ લઈને અંતિમસંસ્કાર માટે રવાના થયો.
image source

ત્રિનાથ નાયક (મૃતક ભગવાન નાયકના પિતા) એ જણાવ્યું હતું કે, પુત્રને બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો. આ ડોક્ટરને બતાવ્યું હતું, એમને દવા આપી હતી. જોકે, સારું નહીં થતા અમે ફરી ડોક્ટરને વાત કરી તો હોસ્પિટલ લાવવા પડશે એમ કહ્યું હતું. અમે હોસ્પિટલ લઈ ગયા તો દાખલ  કરવું પડશે અને એક્સ રે પાડવા પડશે એમ કહી અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું.

હોસ્પિટલના દરવાજાને તાળા મારી દીધા

image source

વધુમાં જણાવ્યું હતું કે, એક્સ રે પડાવ્યા બાદ વધુ ખર્ચ થશે, જાઉં આ દવા લઈ આવો એમ કહી બે દિવસમાં 4500ની દવા મગાવી હતા. ત્યારબાદ 10-10 હજાર એમ બે વાર ડિપોઝીટ ભરવા કહ્યું ને આખરે દીકરો મૃત્યુ પામ્યો તો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર રઝળતો મૂકી દરવાજાને તાળા મારી દીધા હતા. જેથી અમે પોલીસને બોલાવી હતી. અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!