Site icon News Gujarat

તક્ષશિલા કાંડમાં ભોગ લેવાયેલા બાળકોની લાશનું PM કરનારા ડોક્ટરે કહ્યું-કીકી ઝાંખી, ફેફસાં ફૂલ્યા, મગજની હાલત તો….

સુરતના સૌથી ચર્ચાસ્પદ તક્ષશિલા અગ્નિકાંડને હાલમાં જ બે વર્ષ પૂરા થઈ ગયા. ફરિયાદ પક્ષના વકીલ પીયૂષ માંગુકિયાએ કહ્યું હતું કે આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ થવા છતાં આરોપીઓ સામે ચાર્જફ્રેમ પણ થયો નથી. ત્યારે હવે એક નવી જ માહિતી સામે આવી છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં 14 આરોપી સામે ચાર્જફ્રેમ થયા બાદ શુક્રવારથી ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે.

image source

5 વિદ્યાર્થીના પીએમ કરનારા ડોક્ટરની અઢી કલાક સુધી સર-ઊલટતપાસ કરવામાં આવી અને ઊલટતપાસમાં ડોક્ટરને બચાવ પક્ષના વકીલોએ 60 સવાલ કર્યા હતા. ત્યારે લોકો થરથરી ઉઠે એવા ખુલાસા થયા હતા.

image source

ત્યારે હાલમાં એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે આગામી 27મી જુલાઇના રોજ વધુ એક ડોક્ટરની સર-ઊલટતપાસ કરવામાં આવશે. આ ડોક્ટરે પણ પાંચ પીએમ કર્યા હતા. પરંતુ વાત એવી હતી કે સર-તપાસ દરમિયાન ડોક્ટરે વિદ્યાર્થીઓના શબની જે સ્થિતિ બતાવી હતી એ અત્યંત દયનીય હતી. ડોક્ટરે કહ્યું કે વિદ્યાર્થીઓની આંખની કીકી ઝાંખી થઈ ગઈ હતી. ફેફ્સાં ફૂલી ગયાં હતાં અને મગજ પણ નરમ પડી ગયાં હતાં. શુક્રવારે કોર્ટ પ્રોસિજર દરમિયાન વાલીઓ પણ કોર્ટરૂમની બહાર હાજર હતા.

image source

આ માહિતી સાથે વાત સામે આવી રહી છે કે ડોક્ટરની ઊલટતપાસ એડવોકેટ કિરીટ પાનવાલા અને કેતન રેશમવાલાએ લીધી હતી. પ્રોસેસ વિશે વાત કરીએ તો સવા 11 કલાકે ડોક્ટર જુબાની માટે કોર્ટમાં હાજર થયા હતા, જેમાં સ્પે. PPPN પરમાર અને ફરિયાદ પક્ષના વકીલ પીયૂષ માંગુકિયા પણ હાજર રહ્યાં હતા. ડોક્ટરે જે પીએમ કર્યા હતા એની સ્થિતિ જણાવતાં વાત કરી કે મગજના પોલાણમાં અમુક જગ્યાએ ફાટેલું હતું. હાડકાંઓ છૂટાં હતાં.

image source

મગજ નરમ થઈ ગયાં હતાં. માથામાં સાડાચાર ઇંચનો ઘા હતો. ડોક્ટરે પણ વાત કરી કે વાત ખરી નથી કે ઇન્કવેસ્ટ પંચનામા તથા પોલીસયાદી પરથી પોલીસના માગ્યા મુજબ પીએમ નોટ તૈયાર કરી આપેલી. પાંચેય પીએમ મેં એકલાએ કર્યા છે, પેનલમાં કર્યા નથી. બોડી કેટલા ટકા બળી જાય તો માણસ ગુજરી જાયે એ હું કહી શકું નહીં. ત્યારે હવે આ ખુલાસા સાંભળીને લોકો થરથરી રહ્યાં છે.

image source

જામીન પર મુક્ત આરોપી વિશે જો વાત કરીએ તો નીચે પ્રમાણેના નામ શામેલ છે.

જેલમાં બંધ આરોપી વિશે જો વાત કરવામાં આવે તો નીચે પ્રમાણેના નામ છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version