સરકારની વંદે ભારત ફ્લાઈટમાં અનેક પ્રયત્નો છતા ન મળ્યું આ ગુજરાતીઓને બુકીંગ તો સુરતી ઉદ્યોગપતિએ જાતે ઉપાડી જવાબદારી

કોરોના વાયરસના જોખમ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે ભારત સરકારે વંદે ભારત ફ્લાઈટ શરુ કરી હતી. પરંતુ એવા કેટલાક ગુજરાતીઓ હતા જેઓ દુબઈમાં છેલ્લા 2 માસથી વધુ સમયથી ફસાઈ ગયા હતા.

image source

આવા ગુજરાતીઓએ અનેક પ્રયાસ કર્યા પરંતુ તેમને ભારત સરકારની વંદે ભારત ફ્લાઈટ વડે ભારત આવવાની તક ન મળી. તેવામાં આવા ગુજરાતીઓની મદદ આવ્યા હીરાના ઉદ્યોગપતિ ભરત નારોલ.

સૌથી પહેલા જણાવી દઈએ કે ભરતભાઈ નારોલ સુરતના છે અને હાલ તેઓ દુબઈ રહે છે. તેઓ દુબઈના ગુજરાતી સમાજના અગ્રણી પણ છે. તેમના ધ્યાને જ્યારે આ વાત આવી કે કેટલાક ગુજરાતીઓ દુબઈમાં ફસાયા છે ત્યારે તેમણે સૌથી પહેલા તો પ્રયત્ન શરુ કર્યા કે આ લોકોને ભારત સરકારના વંદે ભારત મિશન અંર્તગત વતન પરત ફરવા મળે. આ માટે તેમણે અનેક રજૂઆતો પણ કરી. પરંતુ તેમને સફળતા ન સાંપડી.

image source

લોકો તેમની પાસે આવતા અને પોતાની સમસ્યા કહેતા આ વાતથી દુખી થયેલા ભરતભાઈ નક્કી કરી લીધું કે હવે તે આ લોકોને ભારત પરત મોકલાવશે. ભરતભાઈએ 1200 ગુજરાતીઓની યાદી તૈયાર કરી અને તેમના માટે પ્રાઈવેટ પ્લેન દુબઈથી ભારત મોકલવા મંજૂરી માંગી. તેમને આ મંજૂરી તુરંત મળી ગઈ અને ભરતભાઈ નારોલે પણ વિલંબ કર્યા વિના 7 ફ્લાઈટમાં તમામ ગુજરાતીઓને દેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી.

image source

દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓની પહેલી ફ્લાઈટ કે જેમાં 175 યાત્રી હતા તે ગુરુવારે અમદાવાદ આવી પહોંચી છે જ્યારે બીજી ફ્લાઈટ હવે 24 જૂને આવશે. જણાવી દઈએ કે જે યાત્રીઓ પાસે ટિકિટના પૈસા નથી તેમની ટિકિટનો ખર્ચ ભરતભાઈએ ઉપાડ્યો છે.

દુબઈ ભરતભાઈએ બુક કરાવેલી પ્રાઈવેટ ફ્લાઈટ જે ગુરુવારે આવી હતી તેમાં સૌથી પહેલા 20 ગર્ભવતી મહિલાઓને વતન પહોંચાડવામાં આવી છે. આ ફ્લાઈટમાં 70 લોકો એવા હતા જેઓ દુબઈ નોકરી કરવા ગયા હોય જ્યારે 40 એવા લોકો હતા જેમની નોકરી કોરોનાના લોકડાઉન દરમિયાન છૂટી ગઈ છે. આ સિવાય પહેલી ફ્લાઈટમાં દુબઈથી બિમાર લોકો અને વડિલોને વતન પરત મોકલવામાં આવ્યા છે.

image source

તેમણે આ તકે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો એવા છે કે જેમની પાસે પૈસા છે, ટિકિટ બુક કરાવવા ઈચ્છે છે પરંતુ કોઈ ફ્લાઈટમાં તેમનું બુકીંગ થતું નથી. આવા લોકોની મદદ જ્યારે તેમણે કરી તો તેઓ સામેથી આવી અને ટિકિટના પૈસા આપી પણ ગયા છે. જ્યારે જેમની સ્થિતિ આર્થિક રીતે સારી નથી તેમનો તમામ ખર્ચ તેમણે ઉપાડ્યો છે. આ કામ કરી તેમણે ખરા અર્થમાં ગુજરાતી સમાજના અગ્રણી હોવાના પદનો મોભો જાળવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત