સુરત: મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ચકચાર, સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કંઇક એવું કે…

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇએ અચાનક આપઘાત કરી લેતાં સન્નાટો છવાઈ ગયો છે.

મહિલા પીએસઆઇ અનિતા જોશીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવો છે જેમાં લખ્યું છે કે જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. તમને જણાવી દઈએ કે જે દિવસે મહિલા પીએસઆઇએ આપઘાત કર્યો એ દિવસે જ એમનીમેરેજ એનિવર્સરી હતી. અને એ દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ તેમને આપઘાત કરી લીધો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા પીએસઆઇ નાઈટ ડ્યુટી કરી ઘરે આવ્યા હતા

image source

ઉધના પોલીસ મથકમાં આ પીએસઆઇ છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. ઉધના પોલીસ મથકમાં પટેલ નગર પોલીસ ચોકીનો ચાર્જ તેમની પાસે હતો.

આજે પણ તેઓ નાઈટ ડ્યુટીમાં ઈન્વેસ્ટીગેશન ટીમમાં હતા એટલે સવારે ફરજ પરથી ઘરે ફાલસાવાડી સ્થિત તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં. આજે તેમની મેરેજ એનિવર્સરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. આ મહિલા પીએસાઈને એક પાંચ વર્ષનો એક દીકરો પણ છે.

image source

મહિલા પીએસઆઈએ આપઘાત કરતા પહેલા છેલ્લે બાર વાગીને અઠ્ઠાવીસ મિનિટે વોટ્સએપનો ઉપયોગ કર્યો હતો. અને ત્યારબાદ તેમને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

ઘરનો દરવાજો તોડવો પડ્યો

image source

આપઘાત કરતા પહેલા આ મહિલા પીએસઆઈ અનિતા જોશીએ તેના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જ્યારે અનિતા જોશીના પતિ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ન ખોલતા તેમણે ક્વાર્ટરમાંથી લાઇન મેનને બોલાવી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પણ દરવાજો ન ખુલતા આખરે તેમને લાકડાનો દરવાજો હોવાથી નીચેથી તોડીને અંદર પ્રવેશ કરીને જોયું તો અનિતા જોશીએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

મેરેજ એનિવર્સરીના દિવસે જ કરી લીધો આપઘાત

image source

મહિલા પીએસઆઈ અનિતા જોશીની આજ રોજ મેરેજ એનિવર્સરી હતી. એવું જાણવા મળ્યું છે કે મેરેજ એનિવર્સરીના દિવસે જ તેઓ નાઈટ ડ્યુટીમાંથી ઘરે આવ્યા ત્યાર બાદ પતિ સાથે ટેલિફોનિક ઝઘડો થયો હતો. અને એ પછી તેમણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત