સુરતમાં બદલાયા મહિલાઓના મૃતદેહ, દીકારાએ કહ્યું-મરેલી તો મરેલી પણ મને મારી મા આપો, ગામ આખું રડવા લાગ્યું

હાલમાં એક કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે અને લોકોને દુખ પણ થઈ રહ્યું છે. ન્યાનની માંગ કરતો આ પરિવાર પણ હૈયાફાટ રુદન કરી રહ્યો છે અને દવાખાનાની આ ઘોર બેદરકારીને વખોડી રહ્યા છે. આ વાત છે સુરત સિવિલની કે જ્યાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા- શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા.

એમાં પણ થયું એવું કે બન્ને મહિલા હિન્દુ અને મુસ્લિમ હતી. ત્યારે હવે હિન્દુ પરિવારની સુશીલાના પરિવારે મુસ્લિમ પરિવારની શબાનાના અગ્નિસંસ્કાર કરી નાંખ્યો અને જેને લઈને હાલમાં ભારે વિવાદ થયો હતો. શનિવારે સાંજે અડધો કલાકના સમયફેરમાં શબાના અને સુશીલાનાં મૃત્યુ થયાં હતાં એ વાત જાણવા મળી રહી છે. સિવિલ તંત્રે બંનેના પરિવારને જાણ કરી હતી.

image source

ત્યારબાદી વાત કરવામાં આવે તો શબાનાના પરિવારે સવારે મૃતદેહ લઈ જવાનું કહ્યું હતું, જ્યારે સુશીલાના પરિવારે સાંજે જ મૃતદેહ સ્વીકારી લીધો. પરંતુ ઘટના એવી બની કે સિવિલની બેદરકારીને કારણે તેમણે સુશીલાના પરિવારને શબાનાનો મૃતદેહ આપી દીધો અને સંજોગોવશ પરિવાર પણ તપાસ કર્યા વિના જ અગ્નિસંસ્કાર કરી મધરાતે જ પોતાના મહારાષ્ટ્ર ખાતેના નિમગુળ ગામે જતા રહ્યા હતા. જ્યારે રવિવારે સવારે શબાનાનો દીકરો અને તેની માસી મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે ડેડબોડી ક્યાંય મળી નહીં અને બધાને ખુબ ગુસ્સો આવ્યો. જેના કારણે પરિવારે ભારે બબાલ કરી હતી અને ડખો એટલી હદે વધી ગયો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પોલીસ આવી અને વાત એવી બની કે પોલીસની હાજરીમાં જ મડદાઘરમાં તપાસ કરતાં સુશીલાનો મૃતદેહ ત્યાં જ હતો, જ્યારે શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર થઈ ગયા હોવાની વાત બહાર આવી અને પરિવારને વધારે ધ્રાસ્કો લાગ્યો. પછી પોલીસે ખાન ટ્રસ્ટના કર્મચારી અને સિવિલના કર્મચારી સામે પણ ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી હતી.

image source

આ સાથે જ બીજી એક વાત એ પણ ખુલાસો થયો કે મૃત્યુના 4 કલાક પહેલાં બપોરે દોઢ વાગે શબાનાએ વીડિયો-કોલથી તેમના પુત્ર અનશ અને દીકરી અલવીરા સાથે વાતો કરી હતી, જેમાં તેમણે દીકરાને કહ્યું હતું કે અહીં ખૂબ જ તકલીફ છે. મને બીજે શિફ્ટ કરી દો. ત્યારે 7 વર્ષની અલવીરાએ કહ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’.

ત્યારબાદ કરૂણતા એવી થઈ કે સાડાચાર વાગે સિવિલ હોસ્પિટલમાંથી શબાનાના પુત્ર અનશને ફોન ગયો હતો કે તમારી માતાની તબિયત વધુ ગંભીર થઇ ગઇ છે. આ પછી એક કલાક બાદ ફરીથી અનશને તેની માતાનું મૃત્યુ થઇ ગયું હોવાની પણ વાત મળી અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ જોઇ ભાંગી પડેલા પુત્રએ સિવિલના અધિકારીઓની ઝાટકણી કાઢી ચોધાર આંસુએ આક્રંદ કર્યો હતો કે ‘મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો.’

image source

તો એ જ રીતે બીજી તરફ, સુશીલાના પરિવાર શનિવારે મોડી સાંજે જ તેમને સોંપવામાં આવેલા શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેમના વતન મહારાષ્ટ્ર ખાતેના ધુલિયાના નિમગુળ ગામે જતા રહ્યા હતા. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઘટના અંગે કલેક્ટરે તપાસ કમિટી નીમી હતી, જો કે પરિવાર સમક્ષ કલેક્ટરે કહ્યું હતું કે અમે ભૂલ સ્વીકારીએ છીએ પણ હવે બીજો કોઇ વિકલ્પ નથી.

જો આ આખી મૂળ ઘટના વિશે વાત કરવામાં આવે તો સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને સોંપી દેવાતાં તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. રવિવારે સવારે શબાનાનો પરિવાર મૃતદેહ લેવા પહોંચ્યો ત્યારે એક કલાક સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા અને મૃતદેહ બદલાઇ ગયો હોવાની કોઇપણ જાણ કરવામાં આવી નહીં.

image source

ત્યાર બાદ પરિવારની ધીરજ ખૂંટતાં તેમણે મૃતદેહની માગણી કરી હતી. આ સમયે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું કહી શબાનાના અંતિમસંસ્કાર કરી દીધા હોવાની જાણ કરી હતી. બસ ત્યારતી જ આ વાત બબાલમાં પરિણમી અને હાલમાં આખા ગુજરાતમાં આ ઘટના વિશે ભારે વાત કરવામા આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!