સુરતની ડો. વૈધર્ભિનો અદકેરો વૈભવ, પિતા કોરોનાગ્રસ્ત, ઘરે ત્રણ સભ્યો અલગ-અલગ રૂમમાં બંધ, છતાં આ રીતે નિભાવ્યો તબીબધર્મ

હાલમાં કોરોનાને લઈ એવા કિસ્સા ઘણા પ્રકાશમાં આવ્યા છે કે આજે કોરોના થયો અને કાલે મરી ગયું હોય. ત્યારે ઘણા એવા કિસ્સા પણ છે કે જેમાં કોરોના સાથે સાથે બીજી બિમારી પણ ઘર કરી ગઈ હોય છતાં પણ તેણે કોરોનાને હરાવી દીધો હોય. પરંતુ આ બધા કેસમાં ડોક્ટરોનો પણ મોટો ફાળો રહેલો છે. ત્યારે આજે એવા ડોક્ટરની વાત કરવી છે કે જેણે કોરોના કાળમાં પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાથી નિભાવી છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની કોન્ટ્રાકટ મેડિકલ ઓફિસર ડો. વૈદર્ભિ પટેલ વાત કરતાં કહે છે કે ભલે વજન 45 કિલો જ હોય, ઉંચાઈ 5 ફૂટ 3 ઇંચ હોય પણ મનથી મજબૂત હોય એજ કોઈ પણ સમસ્યામાંથી બહાર આવી શકે છે.

image source

વાત કંઈક એવી છે કે મહામારીના આ કપળા સમયમાં ભલે આખો પરિવાર બીમારીમાં સપડાયું હોય પણ દર્દીઓ પ્રત્યેની જવાબદારી સાથે પરિવારની જવાબદારી પણ એકલા હાથે સારવાર કરી તમામને સાજા કરી એક જવાબદાર દીકરી હોવાનું સાબિત કરી બતાવ્યું છે અને હવે આ કિસ્સો ચારેકોર ચર્ચાઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ડો. વૈધર્ભિના પિતા કોરોનાગ્રસ્ત થતા કોવિડ હોસ્પિટલમાં દાખલ હતા. પિતા સાથે પરિવારની જવાબદારી ઉછાવી હિંમત અને કામ કરવાનો ઉત્સાહ ભલભલાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોતાની વાત કરતાં ડો. વૈદર્ભિ પટેલે જણાવ્યું હતું કે, આ એક સરળ ઉપાય છે બસ મનથી મક્કમ અને મજબૂત થઈ જઈએ એટલે કામ બની જાય.

image source

ડોક્ટર આગળ જણાવે છે કે આજે કેરિયરના શરૂઆતના સમયમાં જ કામ અને જવાબદારીથી ભાગવાની આદત પડી જશે તો જીવનમાં આગળ ક્યારેય નહીં વધાય એ વાત નક્કી છે. પરંતુ મારે તો હજી ઘણી લાંબી સફર પાર કરવાની છે. મે મારા માતા-પિતાને સ્ટ્રગલ કરતાં જોયા છે. ભલે ભગવાને મારા માતા-પિતાને બે દીકરી આપી હોય પણ હું તો દીકરો બનીને જ બધી જવાબદારી ઉપાડવાની હિંમત રાખું છું.

જો તેમના પરિવાર વિશે વાત કરીએ તો પિતા હિરેનભાઈ ઉકાઈ GSECL પાવર સ્ટેશનના IT સેલમાં પ્રોગ્રામર તરીકે કામ કરે છે અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 3 એપ્રિલથી કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાની સારવાર બાદ ઘરે આવી ગયા છે. એ જ રીતે માતા હેતલબેન શિક્ષક તરીકે વીડી ગલિયારા સ્કૂલ, કઠોરમાં નોકરી કરે છે. જેઓ સામાન્ય શરદી-ખાંસી જણાતા ઘરે જ સાજા થયા છે અને મારા વયોવૃદ્ધ બા પણ કોરોનાની રસી લીધા બાદ શંકાસ્પદ લક્ષણો હતા.

image source

ડો. વૈધર્ભિએ આગળની પરિસ્થિતિ વિશે વાત કરી કે, એક માત્ર હું જ આ બીમારીમાં સપડાય ન હતી પણ છેલ્લા 20 દિવસની પરિવારની જવાબદારીએ વધુ હિંમત આપી છે અને મજબૂત બનાવી દીધી છે. ભલે આ જીવનનો સૌથી અઘરો સમય હતો પણ આજે પણ એવું જ માનું છું કે મોઢા પર સ્મિત લઈ ને ઉપાડેલી જવાબદારી ક્યારેય અસફળ બનાવતી નથી. પોતાના અભ્યાસ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે 2019માં MBBS પાસ કર્યું ત્યારે મમ્મી-પપ્પાના મોઢે ખુશીની એ હરક આજે પણ યાદ છે. બસ એજ દિવસે નક્કી કરી લીધું હતું કે હું મારા મમ્મી-પપ્પાનો દીકરો જ છું એમની તમામ ઈચ્છાઓ પૂરી કરીશ.

વાતને આગળ વધારતાં ડો. વૈધર્ભિએ કહ્યું કે PGની તૈયારી સાથે ટ્રોમા સેન્ટરમાં કોન્ટ્રાકટ મેડિકલ ઓફિસરની જવાબદારી નિભાવી રહી છું. હા મારું વજન 45 કિલો, ઉંચાઈ 159 સે.મી 5 ફૂટ 3 ઇંચ છે એટલે મારા સાથી કર્મી હોય કે દર્દીઓ એકવાર તો વિચારતા જ રહી જાય છે કે આ ડોક્ટર છે કે કોઈ ડોક્ટરની દીકરી, પણ ડોક્ટર હોવાનું જાણીને ખુશ પણ થાય છે. એટલું જ નહીં પણ મારી પાસે સારવાર લઈને ગયેલા દર્દીઓ સાજા થઈને પરત આવે છે ને ઘણા આશીર્વાદ આપી જાય છે. નોકરીને થોડા મહિના જ થયા છે.

image source

ડો. વૈધર્ભિએ વાત કરી કે જ્યારે ઘરમાં જ એક કેસ પોઝિટિવ અને ત્રણ સભ્યો બીમાર હોય તો કોઈની પણ હિંમત તૂટી જાય છે પણ મેં જવાબદારી સામે હાર સ્વીકારી જ નથી પછી આવા કપળા સમયમાં એક કદમ જવાબદારીની પરીક્ષા કી ઓર સમજીને જ કામ કર્યું છે. પહેલાં ઘરના સભ્યોની દેખરેખ સાથે ઘરના તમામ કામ પછી હોસ્પિટલમાં દાખલ પિતાની દેખરેખ અને તેની સાથે નોકરી કરતી ભાગદોડ વધી ગઈ હતી પણ જે ચાલશે એ જ ચાલશે એ ક્યારેય ભૂલવું ન જોઈએ. ત્યારે હવે ડો. વૈધર્ભિના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!