અંદરથી આવુ મસ્ત દેખાય છે સુશાંતનુ ઘર, તસવીરોમાં તો જુઓ કેટલી જોરદાર ફેસિલિટી છે ઘરમાં

સુશાંત સિંહ રાજપૂતએ ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ મુંબઈમાં આવેલ ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

image source

સુશાંત દ્વારા ઉઠાવવામાં આવેલ આ પગલાંએ બધાને સ્તબ્ધ કરી દીધા છે અને બધાના મનમાં આ સવાલ ઉભો થઈ ગયો છે કે, હંમેશા હસતા રહેનાર સુશાંતએ આવું પગલું કેમ ભર્યું ? જો કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કરવાનું કારણ તેમના ડીપ્રેશનમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બિહારથી આવનાર સુશાંત સિંહ રાજપૂતને અહિયાં સુધી પહોચવા માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પહોચ્યા હતા. સુશાંત સિંહ રાજપુતએ મુંબઈમાં આવેલ પોતાના ઘરને જાતે જ પોતે સજાવ્યું હતું.

image source

સુશાંત સિંહ રાજપુતનું ઘર મુંબઈમાં છે, જેને સુશાંતએ જાતે જ પોતાના હાથોથી સજાવ્યું હતું. તેમણે ઘરના એક એક ખૂણાને એવી રીતે સજાવ્યો હતો જેવી રીતે ઘરને તેમણે સપનામાં જોયું હતું. સુશાંત સિંહ રાજપૂતએ જયારે ટીવી શોથી ડેબ્યુ કર્યું હતું ત્યારથી જ તેમણે મુંબઈમાં પોતાના સપનાનું આશિયાના લેવાનું સપનું જોયું હતું.

સુશાંત સિંહ રાજપૂતએ સપનામાં જોયેલ પોતાના સપના પુરા કર્યા અને પોતાના આશિયાનાને એવી રીતે જ સજાવ્યું, જેવું કે, તેઓ ઈચ્છતા હતા. સુશાંતને એન્ટીક વસ્તુઓનો ખુબ જ શોખ હતો. સુશંતના ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ છે, જે જુના જમાનાની હોય, જે સરળતાથી જોવા નથી મળતી. સુશાંત સિંહ રાજપૂતને આકાશમાં અને તારા જોવાનો ખુબ જ શોખ હતો.

image source

સુશાંત સિંહ રાજપુતના ઘરમાં એક એવો રૂમ પણ હતો, જ્યાં તેમણે એક ટેલીસ્કોપ રાખ્યો હતો. જેની મદદથી સુશાંત સિંહ રાજપૂત આકાશમાં ગેલેક્સીને જોતા હતા. સુશાંત સિંહ રાજપૂતને અંતરીક્ષમાં ખુબ જ રસ ધરાવતા હતા. જેના માટે સુશાંત સિંહ રાજપૂતએ ખાસ ટેલીસ્કોપ પણ ખરીદ્યો હતો. પરંતુ હવે આ ટેલિસ્કોપથી કોઇપણ આકાશ નહી જોવે. સુશાંત સિંહ રાજપૂતને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો.

image source

સુશાંત સિંહ રાજપૂતના સ્ટડી રૂમમાં ઘણા બધા પુસ્તકોનું કલેક્શન હતું. આ પુસ્તકોને સુશાંત પોતાના ફ્રી સમયમાં વાંચતા હતા. સુશાંત નેચર ઇન્ટ્રોવર્ટ હતા. એટલા માટે સુશાંતએ પુસ્તકોને જ પોતાના મિત્રો બનાવી રાખ્યા હતા. સુશાંતના ઘરમાં એક ગિટાર પણ છે જેને સુશાંત વગાડતા પણ હતા. જો કે, સુશાંતને ગિટાર વધારે સારું નથી વગાડતા. પરંતુ તેમ છતાં પણ સુશાંતને ખુબ જ શોખ હતો. પોતાના શોખને પુરા કરવા માટે સુશાંતએ ગિટાર પણ લઈ રાખ્યું હતું.

image source

સુશાંતએ પોતાના બેડરૂમને પણ ખુબ સારી રીતે સજાવી રાખ્યો હતો. સુશાંતના રૂમમાં એક પ્રોજેક્ટર પણ રાખ્યું હતું, જેની મદદથી સુશાંત ફિલ્મો, કાર્ટુન અને ટીવી શોને જોતા હતા. કેમ કે, સુશાંતને મોટી સ્ક્રીન પર જ જોવાનું પસંદ હતું. સુશાંત સિંહ રાજપૂતને પીળો રંગ ખુબ જ પસંદ હતો એટલા માટે સુશાંતે પોતાના સ્ટડી ટેબલનો પીળો રંગ રાખ્યો હતો. સુશાંત અહિયાં મોટાભાગે બેસીને પુસ્તક વાંચતા હતા. પરંતુ તેમના ઘરનો આ ખૂણો હવે સુનો જ રહેશે. હવે સુશાંત અહિયાં ક્યારેય પણ નહી જોવા મળે.

image source

સુશાંત સિંહ રાજપૂતના એક રૂમમાં કેટલાક ફોટોસ પણ છે, જે જુના જમાનાની છે. જેને સુશાંતએ પોતે પસંદ કરીને લગાવી હતી. સુશાંત સિંહ રાજપુતના ઘરની બાલ્કનીનો વ્યુ ખુબ જ સુંદર જોવા મળે છે. સુશાંતના ઘરની બાલ્કની માંથી આખા સમુદ્રને જોઈ શકાય છે. જ્યાં સુશાંત ઉભા રહીને ચા- કોફી પીતા હતા. સુશાંત સિંહ રાજપૂતએ ખુબ જ પ્રેમથી આ ઘરને સજાવ્યું હતું. પરંતુ સુશાંત સિંહ રાજપૂત આ ઘરમાં થોડાક જ સમય રહી શક્યા. તેમના ઘરમાં હવે સુશાંત તો નહી પણ હા સુશાંતની યાદો જરૂરથી રહેશે.

Source : AsianetNews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત