દુ:ખદ: સુશાંત સિંહ રાજપૂતના ફેને જીંદગી સાથે કરી નાખ્યુ કંઇક ‘આવું’, તેને વિશ્વાસ જ નહોતો થતો કે સુશાંતે આત્મહત્યા કરી છે

સુશાંત સિંહ રાજપૂતના ફેને કરી આત્મહત્યા – તેને વિશ્વાસ જ નહોતો થતો કે સુશાંતે આત્મહત્યા કરી છે

image source

ગત રવિવારે યુવાન અને પ્રતિભાશાળી 34 વર્ષિય બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને તેના ફેન્સ તેમજ તેના સાથી કલાકારોને શોકાતૂર કરી મુક્યા છે. હાલ તેની આત્મહત્યાને લઈને ઘણી બધી વ્યક્તિઓને જવાબદાર ગણવામાં આવી રહી છે. અને તે વિષે આગળ તપાસ પણ ચાલી રહી છે.

એક અહેવાલ પ્રમાણે સુશાંતની આત્મહત્યા માટે કરણ જોહર, સલમાન ખાન, સંજય લીલા ભણસાળી જેવી બોલીવૂડની દિગ્ગજ હસ્તીઓને જવાબદાર ઠરાવાઈ રહી છે કે તેની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાથી નિરાશ થઈને સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે હજુ સુધી તેની આત્મહત્યાનું ખરુ કારણ જાણવા મળ્યું નથી. પણ તાજેતરમાં સુશાંતના એક ફેને પણ પોતાના પ્રિય અભિનેતાના અવસાનની ખબર જાણીને આત્મહત્યા કરી લીધી છે.

image source

આ ઘટના બિહાર-જારખંડના નાલંદા જિલ્લાના લોદીપુર ગામની છે. જાણવા મળ્યા મુજબ કહેવામાં આવી રહ્યું છે કે તે વારંવાર સુશાંતના મૃત્યુ વિષે કહી રહ્યો હતો કે ‘સુશાંત ન મરી શકે ! સુશાંત ન મરી શકે.

આત્મહત્યા કરતા પહેલાં જોઈ સુશાંતની આ ફિલ્મ

image source

મળેલી માહિતી પ્રમાણે આ યુવાન એક વિદ્યાર્થી હતો અને તેણે આત્મહત્યા કરતા પહેલાં સુશાંતની હીટ ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી રાત્રે જોઈ હતી. અને બીજી સવારે તે પોતાના કન્સ્ટ્રક્શન હેઠળના મકાનમાં ગયો હતા અને ત્યાંના એક ઓરડામાં તેણે દરવાજો બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘરના સભ્યો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ તે ઘણા સમય સુધી જોવા ન મળ્યો ત્યારે કુટુંબીજનોએ ઓરડાનું બારણુ ખટખટાવ્યું ત્યારે તે ન ખુલ્યું તો તેમને શંકા ગઈ અને તેમણે ઓરડાનો દરવાજો તોડી નાખ્યો.

દરવાજો ખૂલતા જ જોવા મળ્યું કરુણ દ્રશ્ય

image source

દરવાજો ખૂલતા જ પરિવારજનોએ યુવાનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા આખાએ ઓરડામાં રોકકળ મચી ગઈ. આત્મહત્યાના સમાચાર મળતાં જ અહીંના ચંડી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ અને શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું. પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા રિતુ રાજ કુમારે જણાવ્યું કે, યુડી કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે વધારામાં જણાવ્યું હતું કે તે યુવાન સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની ખબરથી અવસાદમાં જતો રહ્યો હતો.

image source

જ્યારે તેના કુટુંબ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબર ફેલાયા બાદથી જ તે પરેશાન રહેતો હતો. વારંવાર તે પોતાના માતાપિતાને કહેતો સાંભળવા મળ્યો હતો કે શું કોઈ ફાંસીથી મરી શકે ખરા ? આજ પ્રશ્ન તે વારંવાર પોતાના મિત્રોને પણ કર્યા કરતો હતો, તે પુછતો રહેતો હતો કે જે વ્યક્તિ હંમેશા સ્મિત રેલાવતો રહે તે ગળે ફાંસો ખાઈ શકે ખરો ? શું ખરેખર ફાંસી લગાવવાથી કોઈ મરી જાય ? બસ આજ પ્રશ્ન તેના મનમાં ઘુમરાયા કરતા હતા.

image source

સુશાંત છેલ્લા છ મહિનાથી ડીપ્રેશનમાં હતો અને તેની ટ્રીટમેન્ટ પણ લેતો હતો પણ તેના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે તે દવાઓ નહોતો લેતો. તેના અચાનક મૃત્યુથી આખોએ દેશ શોકમાં ડૂબેલો છે. તે એક ઉત્તમ અભિનેતા હતો, સફળ અભિનેતા હતો, તેની કેરિયર સફળ હતી તેમ છતાં આત્મહત્યા કરવી પડી તે પાછળનું કારણ હજુ સુધી લોકોને સમજાઈ નથી રહ્યું. હવે ભગવાનને તેટલી જ પ્રાર્થના કે તેના આત્માને શાંતિ અને સુખ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત