સુશાંતના મોતનું એક વર્ષ: અંકિતા લોખંડેએ હવન કરીને અભિનેતાના નામનો પ્રગટાવ્યો દીવો, જુઓ તસવીરો

આજે એટલે કે 14 જૂને સુશાંતસિંહ રાજપૂતનાં અવસાનને એક વર્ષ થઈ ગયું છે. સુશાંતના ચાહકો માટે, 14 જૂનની તારીખ ખરાબ છે. ચાહકો કહે છે કે સુશાંત સિંહ રાજપૂત આજે અમારી સાથે ભલે નથી પરંતુ તેમની યાદો આજે પણ અમારા દિલમાં છે.

અભિનેતાના નામનું હેશટેગ સવારથી જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, તેઓ તેમની પ્રથમ પુણ્યતિથિ પર તેમને યાદ કરે છે. આ દરમિયાન અભિનેતાની આત્માની શાંતિ માટે અંકિતા લોખંડેએ તેમના ઘરે હવન કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અભિનેત્રી અંકિતા લોખંડેએ તેમના ઘરે હવન કર્યો છે. અંકિતાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેણે તેના ઘરે રાખેલ હવનની ઝલક આપી હતી. વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ જોવા મળી રહ્યો છે.

આ સાથે જ અંકિતાએ સુશાંતના નામે દીવો પણ પ્રગટાવ્યો છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. પરંતુ આજે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું અને નવી તસવીરો શેર કરી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

આ પહેલા પણ અંકિતાએ એક પોસ્ટ શેર કરી હતી. અંકિતાએ શેર કરેલી તસવીરમાં તે સમુદ્રની પાસે ઉભા રહી આકાશ તરફ નજર આવી હતી. અંકિતાએ આ તસવીરનું કેપ્શન લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે કેપ્શન આપ્યું- ‘અંતરથી કોઈ ફરક પડતો નથી, કારણ કે દિવસના અંતે આપણે બધા એક જ આકાશ હેઠળ છીએ’. અભિનેત્રી આ પોસ્ટ દ્વારા સુશાંતના ચાહકોને ખાસ સંદેશ આપી રહી છે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે ‘પવિત્ર રિશ્તા’માં માનવ અને અર્ચનાની ભૂમિકામાં જોવા મળતાં સુશાંત અને અંકિતા રાતોરાત સ્ટાર્સ બની ગયા હતા. એકતા કપૂરનો આ શો એક સૌથી સફળ ટીવી શો છે. તેમની કેમેસ્ટ્રી હજી પણ તેમના ચાહકોના દિલ અને દિમાગમાં છે.

શોમાં માનવને મિકેનિક તરીકે કામ કરતો બતાવવામાં આવ્યો હતો, જ્યારે અર્ચના હાઉસકીપરની ભૂમિકામાં હતી. માનવીની ભૂમિકામાં સુશાંત ચાહકોને ઘણો ગમ્યો હતો જેના કારણે તેની ફેન્સ ફોલોવિંગ વધી ગઈ. અંકિતા સાથેની તેની કેમિસ્ટ્રીએ પણ આ શોને સફળ બનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુશાંતનાં ચાહકો સોશિયલ મીડિયા પર તેને યાદ કરીને તેની થ્રોબેક તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. સુશાંતે ગત વર્ષે 14 જૂનનાં મુંબઇ સ્થિત તેનાં ઘરે ફાંસી લગાવી દીધી હતી. આ વચ્ચે સુશાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તે સોન્ગનો છે જે ક્યારેય રિલીઝ નથી થઇ શક્યું.

આ ગીતમાં સુશાંતની સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે નજર આવી રહી છે. આ ગીત ટીવી શો ‘પવિત્ર રિશ્તા’નું છે. જે ક્યારેય રિલીઝ નથી થઇ શક્યું. આ ગીતનું નામ ‘જૈસી હો વૈસી રહો..’ છે. સોશિયલ મીડિયા પર હવે સુશાંતનાં આ સોન્ગનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને તેનાં પર કમેન્ટ્સ કરીને લોકો સુશાંતને યાદ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!