Site icon News Gujarat

સુશાંતની બહેનની ભાવૂક પોસ્ટ, જે વાંચીને તમે પણ બોલી ઉઠશો Miss u sushant…

સુશાંતની બહેને શેર કરી ઇમોશનલ પોસ્ટ ‘અમે તારી હાજરી અનુભવીએ છીએ’ – પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રિતિ સેનને પણ લખી લાગણીભીની કવિતા

14મી જૂનના રોજ બોલીવૂડના જાણિતા, માનિતા અને અત્યંત પ્રતિભાવાન અભિનેતા એવા સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરીને તેના ચાહકો, તેના પરિવાજનો અને તેના હિતેચ્છુઓને ઉંડા શોકમાં ગરકાવ કરી મુક્યા હતા. 14મી જુલાઈએ તેના દુઃખદ અવસાનને એક મહિનાનો સમય થઈ ગયો.

તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ તેમજ તેના મિત્રોએ તેને દુઃખી હૃદયે યાદ કર્યો હતો. તો વળી તેની બહેન શ્વેતાએ પણ તેના માટે એક લાગણીથી તરબતર નોટ લખી હતી અને તેની એક વખતની કહેવાતી ગર્લફ્રેન્ડ ક્રિતિ સેનને પણ સુશાંતની યાદમાં એક સુંદર કવિતા પોસ્ટ કરી હતી.

બહેન શ્વેતાએ ભાવુક રીતે યાદ કર્યો ભાઈને

સુશાંતની બહેન શ્વેતા સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુશાંતની એક સુદંર તસવીર શેર કરી હતી અને સાથે એક સુંદર નોંધ લખી હતી. તેણીએ લખ્યું હતું, ‘તું અમને છોડી ગયો તેને એક મહિનો થઈ ગયો… પણ તારી હાજરી આજે પણ અમે તીવ્ર રીતે અનુભવી રહ્યા છીએ.. લવ યુ ભાઈ, આશા રાખું કે તું હંમેશા ખુશ રહે.’ આ સાથે તેણીએ એક રેડ હાર્ટ ઇમોજી પણ શેર કર્યું હતું.

પૂર્વ ગર્લ ફ્રેન્ડ઼ ક્રિતિ સેનને પણ લખી સુંદર કવિતા

ક્રિતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેવા અહેવાલ આપણને અરનવાર ભૂતકાળમાં મળ્યા હતા. પણ ક્રિતિ સુશાંતની એક સારી મિત્ર હતી. તેણીએ પણ સુશાંતના મૃત્યુના એક મહિને એક સુંદર કવિતા શેર કરી હતી. તેણી લખ્યું છે, ‘આ દરમિયાન એક દોષપૂર્ણ હાસ્યમાં આગળ વધવાનો ડોળ કરે છે, તેણીની આંખો વાસ્તવિકતાના ખરા આંસુ સારી રહી છે અને તેણીના બધા જ ભ્રમ તૂટી જાય છે.’

image source

જો કે ક્રિતિની આ પોસ્ટ સુશાંત માટે છે કે નહીં તે ખ્યાલ નથી આવતું પણ તે એક દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ છે તેટલું તો કહી જ શકાય. જો કે લોકોએ ક્રીતીની આ પોસ્ટને સુશાંત સાથે જોડી લીધી છે. તેની આ પોસ્ટ પર તેણીની એક ફોલોઅરે લખ્યું છે, તેણીને ખ્યાલ છે કે ક્રીતી આજે પણ સુશાંતને યાદ કરે છે, તો વળી બીજા એક ફેને લખ્યું , કે તે જાણે છે કે તેણી ‘ક્રિતિ પૂર્ણી રીતે ભાંગી પડી છે પણ તેણે મજબૂત બનવાનું છે.’ તો વળી એક યુઝરે તેણીને સુશાંતની સાચી મિત્ર ગણાવી છે.

પોલીસ તપાસની ફાઈનલ રીપોર્ટ તૈયાર થઈ રહી છે

image source

સુશાંત સિંહના આત્મહત્યાના કેસે બોલીવૂડની કડવી બાજુ દર્શાવી છે. અને તેને ધ્યાનમાં રાખીને સુશાંતના કેસને માત્ર આત્મહત્યાના કેસ તરીકે જ નહીં પણ બીજા ઘણા બધા દ્રષ્ટિકોણથી ચકાસવામાં આવી રહ્યો છે. ફેન્સ દ્વારા તો તેના કેસની સીબીઆઈ તપાસ થવાની માંગ પણ ઉઠી છે.

image source

સુશાંતના કેસની લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણો મુંબઈ પોલીસ ફોરેન્સિક ટીમને મળી છે અને મળેલી માહિતી પ્રમાણે આવતા 15 દિવસની અંદર ફોરેન્સિક ટીમ પેલીસને પોતાનો અહેવાલ સોંપી દેશે. એવી પણ જાણકારી મળી હતી કે પોલીસને જો જરૂર જણાશે તો તેઓ અન્ય કેટલાક લોકોના નિવેદનો પણ લેશે.

image source

જોકે અત્યારસુધીની તેમની તપાસ દરમિયાન તેમને કંઈ ખાસ માહિતિ હાથ નથી લાગી. જો તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત કરીએ તો તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ શ્વાસ રુંધાવાના કારણે થયું છે. તેમ છાતં સુશાંતના ઘણા બધા ફેન્સને તેના મૃત્યુ અંગે હજુ પણ શંકા છે, માટે જ સીબીઆઈ તપાસની માંગ ઉઠી છે.

image source

તમને જણાવી દઈએ કે 24મી જુલાઈના રોજ સુશાંતની છેલ્લી ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલિઝ થઈ રહી છે. ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરને લોકો દ્વારા ખૂબ બધો પ્રતિસાદ મળ્યો હતો. તેના ગીતો હાલ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સુશાંતની ઓપોઝિટ સંજના સાંઘી છે. આ ફિલ્મમાં એ.આર રહેમાનનું કર્ણપ્રિય મ્યુઝિક છે. આ ફિલ્મને સુશાંતના ફેન્સ દ્વારા તેને થિયેટરમાં રિલિઝ કરવામા આવે તેવી પણ માંગ ઉઠી હતી. પણ હાલના સંજોગોમાં તે શક્ય નહીં હોવાથી તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર જ રીલીઝ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version