બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ તેના બ્રેકઅપ બાદ સતત ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના 15 વર્ષના નાના બોયફ્રેન્ડથી અલગ થવાની માહિતી આપી હતી. ભૂતકાળમાં તેમના અલગ થવાની અફવા પછી, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અફવાઓની પુષ્ટિ કરી. સુષ્મિતા સેને આખરે રોહમન શૉલ સાથેના અઢી વર્ષના સંબંધોનો અંત લાવી દીધો છે. બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રી તેના સંબંધોને લઈને સમાચારમાં હોય. આ પહેલા પણ તે પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહી છે. આવો જાણીએ રોહમન પહેલા સુષ્મિતાનું નામ કોની સાથે જોડાયેલું હતું-
વિક્રમ ભટ્ટ
મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેનનું નામ જાણીતા નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે જોડાઇ ચૂક્યું છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ વિક્રમ ભટ્ટને પણ થોડા સમય માટે ડેટ કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ દસ્તકના સેટ પર થઈ હતી.
વસીમ અકરમ
અભિનેત્રી પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહી હતી. જો કે બંનેએ થોડા મહિના પછી એકબીજાથી દૂરી બનાવી લીધી હતી. વાસ્તવમાં બંનેને એકબીજાની કંપની પસંદ નહોતી.
ઈમ્તિયાઝ ખત્રી
સુષ્મિતા સેને પણ થોડા સમય માટે ઈમ્તિયાઝ ખત્રીને ડેટ કર્યા હતા. આ બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જોકે. બંને જલ્દીથી અલગ પણ થઈ ગયા.
મુદસ્સર અઝીઝ
સુષ્મિતા સેને થોડા સમય માટે ડિરેક્ટર મુદસ્સર અઝીઝને પણ ડેટ કરી હતી. પરંતુ બંને લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહીં. થોડા સમયના સંબંધો પછી બંનેએ પોતાનો રસ્તો બદલી નાખ્યો.
રણદીપ હુડ્ડા
અભિનેત્રી સુષ્મિતા સેન અને અભિનેતા રણદીપ હુડ્ડા ફિલ્મ કર્માના સેટ પર એકબીજાને મળ્યા હતા. આ પછી બંને પ્રેમમાં પડ્યા અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જો કે થોડા સમય પછી બંને અલગ પણ થઈ ગયા.
તમને જણાવી દઈએ કે ડિઝની પ્લસ હોટસ્ટારની શ્રેણી ‘આર્યા 2’ ફેમ સુષ્મિતા સેને પણ આ વર્ષે તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કરી લીધું છે. ગુરુવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશે માહિતી આપતા સુષ્મિતાએ રોહમન સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું- “અમે મિત્રો તરીકે શરૂઆત કરી હતી અને અમે મિત્રો રહીએ છીએ!! સંબંધ પૂરો થયો… પ્રેમ બાકી છે! લવ યુ મિત્રો !!! ચાલો તમને જણાવી દઈએ કે રોહમન સુષ્મિતા કરતા ઘણા વર્ષ નાનો છે.2018 થી બંને પાર્ટનર તરીકે સાથે રહેતા હતા.