શું તમે પણ બનાવવા ઈચ્છો છો તમારા વાળ સુંદર અને આકર્ષક…? તો આજે જ અપનાવો ઇંડાનો આ દેસી ઉપચાર અને જુઓ પરિણામ…

લાંબા અને સિલ્કી વાળા કોને ન ગમે. દરેક યુવતી ની એવી ઈચ્છા હોય છે, તેના વાળ ઘટાદાર અને લાંબા બને. એવા વાળ માટે આપણે સૌ કોઈ લલચાતા હોઈએ છીએ. જો કે, એવા જ લાંબા અને ઘટાદાર વાળ કરવા આપણે ને અસંભવત લાગે છે.

image source

જો તમારે લાંબા, કાળા અને સિલ્કી વાળ કરવા હોય તો તે માટે ખાસ ટિપ્સ અપનાવવી પડશે. જેમ કે, હાનિકારક, કેમિકલયુક્ત હેયર પ્રોડક્ટ નો ઉપયોગ બંધ કરવો પડશે. કેમ કે, આપણા વાળ નેચરલી ત્યાં સુધી નહીં વધે જ્યાં સુધી તેના મૂળ મજબૂત નહીં થાય. માટે વાળ ને મૂળ થી મજબૂત કરવા માટેના અનેક ઉપાયો છે. ત્યારે આજે અમે જણાવીશું વાળને મજબૂત, કાળા અને લાંબા બનાવવા માટે શું કરવાની આવશ્યકતા છે.

image source

જો તમે તમારા વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, આ સમાચારમાં અમે તમને કેટલાક ઈંડા થી બનેલા હેર માસ્ક વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમને તમારા વાળની સારી સંભાળ રાખવામાં મદદ કરી શકે છે. વાળ માટે ઇંડા માસ્ક એ વિશ્વ ની પરંપરાગત હેરકેર વિધિઓ માંની એક છે, કારણ કે તે વાળ ને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવા માટે અસરકારક સાધન સાબિત થઈ શકે છે.

image source

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રોટીન અને બાયોટિન થી ભરપૂર ઇંડાના વાળ નો માસ્ક ખરાબ વાળમાં જરૂરી પોષણ અને ચમક પ્રદાન કરી શકે છે. ઇંડા માથા ની ચામડી ને કન્ડિશન કરીને વાળ તૂટતા પણ અટકાવે છે, અને વાળની વૃદ્ધિ પણ વધારે છે.

આ રીતે ઇંડાનો ઉપયોગ કરો

image source

વાળ માટે ઈંડા નો માસ્ક બનાવવા માટે તમારે એલોવેરા, ઓલિવ ઓઇલ ની જરૂર પડશે. એલોવેરા તમારા વાળ માટે ઉત્તમ તાકાત ના એજન્ટ તરીકે કામ કરે છે. તેને ઓલિવ ઓઇલ સાથે ભેળવવાથી વાળ મજબૂત બને છે, અને નિસ્તેજ વાળ ફરીથી ભરાય છે. જો તમારા વાળ તૈલી હોય, તો તમે ઓલિવ ઓઇલ ને જોજોબા ઓઇલથી પણ બદલી શકો છો.

કેવી રીતે ઉપયોગ કરવો

image source

એક બાઉલમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન ઇંડા ની જરદી અને ચાર થી પાંચ ટેબલસ્પૂન એલોવેરા જેલ લો. તેને ઉમેરતા પહેલા એક મોટી ચમચી ઓલિવ ઓઇલ ને દસ સેકન્ડ માટે ગરમ કરો. ત્રણેય ને મિક્સ કરો અને મૂળ થી શરૂ કરીને તમારા વાળ પર લગાવો. તેને ત્રીસ મિનિટ માટે છોડી દો અને ઠંડા પાણી થી ધોઈ લો.

ઇંડા અને દહીં માસ્ક

image source

ઇંડા અને દહીંના વાળના માસ્ક તમારા વાળ ખરવા ની સમસ્યા ને દૂર કરી શકે છે. ઇંડા અને દહીં નો એક સાથે ઉપયોગ કરવાથી નબળા વાળ મજબૂત થાય છે, એટલું જ નહીં, દહીંમાં વાળ ખરતા અટકાવવા અને ખોડા ને દૂર રાખવા ઉપરાંત એક મહાન કન્ડિશનર ના ગુણધર્મો છે.

આ રીતે ઇંડા અને દહીંના વાળના માસ્કનો ઉપયોગ કરો

image source

એક ઇંડા ને ફેંટી લો અને તેમાં ત્રણ થી ચાર મોટી ચમચી દહીં અને એક મોટી ચમચી લીંબુ નો રસ ઉમેરો. હવે બ્રશ ની મદદથી તમારા માથા ની ચામડી પર હળવે થી માસ્ક લગાવો અને તેને લગભગ એક કલાક માટે ચાલુ રાખો. ત્યારબાદ તમારા શેમ્પૂ થી માસ્ક ધોઈ લો.