અમદાવાદની મહિલાએ SVP હોસ્પિટલને ઉઘાડી પાડી, હૃદય હચમચાવતી કરૂણતાભરી વાત સાંભળીને ગુસ્સો આવશે

ગુજરાતમાં કોરોનાનો કકળાટ ભારે છે. એક તરફ કેસ ઉપરા-ઉપરી વધી રહ્યાં છે તો બીજી તરફ દવાખાનામાં બેડ પણ ભરાઈ રહ્યા છે. આ પહેલાં પણ આપણે અનેક એવા કિસ્સા જોયા છે કે જેમાં ડોક્ટરોની આડોળાઈ સામે આવી હોય. ત્યારે હાલમાં ફરી એક ઘટના સામે આવી છે કે જેમાં SVP હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. તો આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે.

બન્યું એવું કે એક પરિવારે SVPમાં દાખલ કરવા માટે કોર્પોરેટરો સહિત અનેકની મદદ માંગી પરંતુ તેમ છતાં SVPમાં બેડ ન મળ્યો. આ પરિવારને ઘરમાં એક વૃદ્ધ કોરોના પોઝેટિવ અને દીકરો સેરેબ્રલ પાલ્સીનો દર્દી છે. હાલમાં તેમના સસરા અનેક બીમારીઓ સાથે કોરોના પોઝિટિવ થયા છે એવી માહિતી આપતો મહિલાએ એક વીડિયો પણ બનાવ્યો છે અને જેમાં તે પોતાની વેદના લોકો સામે વર્ણવી રહી છે.

81 વર્ષના વૃધ્ધને બી.પી, ડાયાબિટીસ, ઝાડા સહિત કોરોના પોઝિટિવ અને અનેક તકલીફ હોવા છતાં પણ SVP હોસ્પિટલની આડોળાઈથી કાલ સવારથી હેરાન થતા વૃધ્ધને આજ સવાર સુધી અનેક ઓળખાણો લગાવ્યા પછી પણ SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. આ સમગ્ર મામલે હાલમાં આખા ગુજરાતમાં વાતો થઈ રહી છે. તો એક તરફ લોકો હોસ્પિટલ પર ફિટકાર પણ વરસાવી રહ્યાં છે.

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો SVPના સત્તાધીશોએ ધરાર એડમિટ કરવાની ના જ પાડે છે અને બેડ ખાલી ન હોવાનું કહી વૃધ્ધને દાખલ ન કર્યા તે ન જ કર્યા. 1500 બેડ ધરાવતી SVP હોસ્પિટલમા વારંવાર સત્તાધીશોની આ રીતે આડોળાઈ આપણી સામે આવી ચૂકી છે.

ઉચ્ચ અધિકારીઓની ભલામણથી જ SVPમાં કોવિડ બેડ અપાતા હોવાની ફરિયાદો આ પહેલાં પણ ઘણી સામે આવી છે. SVPમાં જો બેડ ખાલી ન હોય તો શા માટે સિવિલની જેમ બેડ વધારવામા આવતા નથી તે એક મોટો સવાલ હાલમાં લોકોને થઈ રહ્યો છે.

આ પહેલાં પણ એક માહિતી સામે આવી હતી એ અનુસાર એસવીપી હોસ્પિટલમાં સરખેજમાં રહેતો એક અયુબ શેખ નામનો વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે રાત્રે તે એસવીપી હોસ્પિટલના B/1 વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આ દર્દી કેવી રીતે ફરાર થયો તે પણ મોટો સવાલ ઉભો થયો હતો. શનિવારે આ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ હોસ્પિટલના RMO ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો તેને પોલીસે ઝડપી પાડ્યો હતો. હોસ્પિટલમાં બાઉન્સર તરીકે ફરજ બજાવતો યુવકને કોરોના લક્ષણ સામે આવતા તેનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેને કોરોના પોઝીટીવ આવ્યો હતો. પેશન્ટ કોરોના ડર ને કારણે ભાગી ગયો હતો જેને લઈને RMOએ એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!