T-20 ક્રિકેટમાં ક્રિસ ગેઈલના આ રેકોર્ડ્સને તોડવા લગભગ ના મૂમકિન, વિરાટ અને રોહિત પણ છે બહુ દૂર

ક્રિસ ગેઇલ તેની વિસ્ફોટક બેટિંગને કારણે વિશ્વભરમાં રમાતી ટી -20 લીગમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન દરમિયાન ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં 1000 સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. હાલના સમયમાં તેના આ રેકોર્ડની આસપાસ પણ નજર નથી આવતું.

image source

T-20 માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી

1. ક્રિસ ગેલ: 410 મેચ, 1001 * છગ્ગા

2. કિરોન પોલાર્ડ: 524 મેચ, 690 સિક્સર

3. બ્રેન્ડન મેક્કુલમ: 370 મેચ, 485 છગ્ગા

4. શેન વોટસન: 343 મેચ, 467 છગ્ગા

5. આંદ્રે રસેલ: 339 મેચ, 447 છગ્ગા

image source

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેઇલે ટી-20 ક્રિકેટ ફોર્મેટમાં 1000 છગ્ગાં પૂરા કરી લીધા છે. આ મેચ થી પહેલા તેણે 409 ટી-20 મેચમાં 993 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ ગેઇલેનો આ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની સાથે સાથે ટી-20 ક્રિકેટની મેચોને જોડીને છે. જે તેઓ દુનિયાભરની લીગ ક્રિકેટમાં રમ્યો છે.

image source

ક્રિસ ગેઇલેના પછી બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો જ ખેલાડી છે. જે સો-બસો નહીં પરંતુ 300 થી વધુ છગ્ગા દૂર છે. ક્રિસ ગેઇલે 410 મેચોમાં 1000 છગ્ગા ફટકારી દીધા છે. જ્યારે આ લિસ્ટમાં બીજા નંબર ઉપર કિરોન પોલાર્ડ છે, જે 524 મેચોમાં 690 છગ્ગા લગાવી ચૂક્યો છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર બ્રેડન મેક્કુલમ છે જેણે 485 છગ્ગા લગાવ્યા હતા. જોકે તેણે હવે ક્રિકેટના તમામ ફોર્મેટ થી સંન્યાસ લઇ લીધો છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાઇ દિગ્ગજ ક્રિકેટર શેન વોટ્સન છે જેણે 467 છગ્ગા લગાવ્યા છે.

ગેલના નામે છે આ અનોખા રેકોર્ડ

image source

આઈપીએલમાં સર્વાધિક 349 છગ્ગા લગાવનાર 41 વર્ષિય ગેઈલ યુનિવર્સ બોસના નામે ઓળખાય છે. ટી 20 ક્રિકેટમાં 1000 છગ્ગા ફટકારવાનુંનું બહુમાન મેળવ્યુ છે. શનિવારે અબુધાબીમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં તેણે આ જાદૂઈ આંકડો પુરો કર્યો હતો. આ 1000ના આંકડા સુધી પહોંચવા માટે ફક્ત 7 છગ્ગાની જરૂર હતી, ત્યારે આ મેચમાં ગેલે કાર્તિક ત્યાગીના બોલ પર પોતાના 1000 મો છગ્ગો ફટકાર્યો હતો. આ ઉપરાંત ટી 20માં સૌથી વધ રન (13572*), સૌથી વધુ સદી (22), સૌથી વધુ અડધી સદી (85), એક ઈનિગ્સમાં સૌથી મોટો સ્કોર ( નોટઆઉટ175), સૌથી ઝડપી સદી (30 બોલમાં), હારનારી ટીમમાં સૌથી વધુ રન (નોટઆઉટ 151), એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન (2015 में 1665), સૌથી વધુ મેન ઓફ ધી મેચ (59) અને એક ઈનિગ્સમાં ચોગ્ગા અને છગ્ગાથી રન બનાવવાનો સૌથી મોટો રેકોર્ડ (154 રન પુણે વોરિયર્સ વિરુદ્ધ)નો રેકોર્ડ ગેલના નામ પર બોલે છે.

ટી-20માં પોતાની સાતમી સદીને ચુકી ગયો

image source

શુક્રવારની મેચમાં 63 બોલમાં છ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 99 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રિસ ગેઇલ ટી-20માં પોતાની સાતમી સદીને ચુકી ગયો હતો. જોકે તેની આ ઇનીંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 157.14 નો રહ્યો હતો. જેના કારણે ટીમ એક મોટો સ્કોર સર્જી શકી હતી. અંતિમ ઓવરમાં ક્રિસ ગેઇલ શતક પૂરુ કરી શકતો હતો, પરંતુ જોફ્રા આર્ચરે તેને એક શાનદાર યોર્કર બોલ વડે ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત