તહેવારની મજા માણવામાં રહેજો સાવધાન કારણ કે વધી રહ્યા છે કોરોનાના કેસ

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ તો લોકો પણ બિંદાસ્ત થવા લાગ્યા છે અને સરકારની ચિંતા પણ ઓછી થઈ હતી. પરંતુ કોરોના જાણે લોકોનો પીછો છોડવા માંગતો ન હોય તેમ ફરી એકવાર દેશમાં નોંધાતા કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો આવ્યો છે. વધતાં કોરોનાના આંકડાએ લોકોને ડરાવવાનું શરુ કરી દીધું છે. તેમાં પણ હવે તહેવારોની મોસમ શરુ થવા જઈ રહી છે ત્યારે જ કોરોનાના કેસ પણ વધવા લાગ્યા છે.

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજારથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 640 દર્દીઓએ તેના જીવ કોરોનાના કારણે ગુમાવ્યા છે. આજના નવા કેસ બાદ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 97 હજારથી વધી ચુકી છે. કેસ છેલ્લા 77 દિવસના સૌથી વધુ વધારા સાથે આવ્યા છે.

image source

હાલ દેશમાં કોરોના મામલે કેરળ અને ઉત્તરપ્રદેશ ચિંતા વધારી રહ્યા છે. કેરળમાં છેલ્લા 2 દિવસથી સતત નવા કેસ 22 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. આ કારણે કેન્દ્ર સરકાર પણ ચિંતામાં આવી છે અને કેન્દ્રના નિષ્ણાંતોની ટીમને કેરળ રવાના કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીં કોરોનાના કેસ સૌથી વધુ 2 શહેરમાં વધી રહ્યા છે. એક સમયે કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ બુધવારથી કેસમાં અચાનક ઉછાળો આવતાં લોકોમાં ભય વધી રહ્યો છે.

image source

યુપીમાં મંગળવારે નવા કેસની સંખ્યા 36 હતી જ્યારે બુધવારે કાનપુરમાં 21 નવા કેસ નોંધાયા હતા. જ્યારે બુધવારે પ્રદેશમાં 89 નવા કેસ આવ્યા હતા. આ રીતે અચાનક કેસ વધતાં તેના કારણોની તપાસ કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ પણ આપી દીધા છે. યુપીના કાનપુરમાં જે રીતે અચાનક કોરોનાના કેસ વધી ગયા તેને જોઈને આને રાજ્યમાં ત્રીજી લહેરની દસ્તક માનવામાં આવી રહી છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

image source

21 કેસ નોંધાવા ચિંતાનું કારણ એટલા માટે બન્યું છે કે છેલ્લા એક મહિનાથી અહીં દૈનિક કેસ 2થી 4 જ નોંધાતા હતા. એટલું જ નહીં સોમવારે અને મંગળવારે પણ અહીં 4 જ કેસ નોંધાયા હતા. પરંતુ ત્યારબાદ બુધવારે એક સાથે 21 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. એક જ દિવસમાં કોરોનાના કેસનો આંકડો 4માંથી 21એ પહોંચી જતાં તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. એક તરફ કેરળ છે જ્યાં રોજના 20 હજારથી વધુ કેસ નોંધાવા લાગ્યા છે ત્યાં હવે યુપીમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. જો કે આ વખતે સ્થિતિ વકરે તે પહેલા જ તેને કાબૂમાં કરવા તંત્ર કામે લાગી ગયું છે.