તમારા મોબાઈલથી પણ પાડી શકાય છે જબરદસ્ત ફોટો, અજમાવો આ ટીપ્સ…

મિત્રો, પહેલા જ્યાં ફોનમા ફક્ત નામ માટે કેમેરા હોતા હતા ત્યારે હવે સ્માર્ટફોનના કેમેરા ડિજિટલ કેમેરા સાથે હરીફાઈ કરી રહ્યા છે. નોકિયા લુમિયા ૧૦૨૦નો બજારમા ૪૧ મેગાપિક્સલનો કેમેરો છે, જેનો ઉપયોગ સ્માર્ટફોન સાથે કેમેરાની જેમ થઈ શકે છે. આ સિવાય ૧૫ હજારથી ઉપરના બધા સ્માર્ટફોનમા ૮-૧૩ મેગાપિક્સલના કેમેરા આવેલા છે, જે સારી કવોલીટીના ફોટો સપોર્ટ પૂરો પાડે છે. આજે અમે તમને આજે ફોન પરથી ફોટો કેપ્ચર દરમિયાન અમુક એવી બાબતો વિશે જણાવીશું, જેથી તમે વધુ સારી ફોટોગ્રાફી કરી શકો. તો ચાલો જાણીએ આ બાબતો વિશે.

વધુ પડતુ ઝૂમ ના કરવુ :

image source

મોટાભાગના ફોનમા વધારે પડતો ઝૂમ સપોર્ટ હોતો નથી અને જો તે થાય તો પણ તે ડિજિટાઇઝ્ડ ઝૂમ છે એટલે કે તે તમારી સ્ક્રીન પરના ફોટોને વિસ્તૃત કરે છે અને તેની લેન્સ તેને નજીક લાવતું નથી, તેથી શક્ય તેટલું વધુ ઝૂમનો ઉપયોગ કરશો નહી.

ગ્રીડ લાઇનનો ઉપયોગ કરો :

image source

ગ્રીડ લાઇન સુવિધા લગભગ આજકાલ બધા જ ફોનમા હાજર હોય છે. આ ગ્રીડ લાઇન એ તમારી સ્ક્રીનને નવ જુદા-જુદા ભાગોમા વહેંચે છે. જે ફોટા લેતી વખતે આ વિષયને વધુ સારી રીતે સેટ કરવામા મદદ કરે છે.

બંને હાથનો ઉપયોગ કરો :

image source

સ્માર્ટફોનમા ફોટા લેતી વખતે આપણો હાથ નિરંતર હલતો રહે છે, તેથી જ તમે ફોનના ફોટા ઘણીવાર ઝાંખા આવતા જોયા હશે. આ માટે તમે ફોનને બંને હાથથી પકડો અને ત્યારબાદ ફોટો લો.

ટેપ કરવાનુ શીખો :

જ્યારે પણ તમે ટચ સ્ક્રીન ફોનમાં કેમેરો ચાલુ કરો છો ત્યારે તમે એક બોક્સ જોયો જ હશે. જ્યારે પણ આપણે સ્ક્રીનના કોઈપણ ભાગમા આંગળી મૂકીએ છીએ ત્યારે તે જગ્યાએ એક બોક્સ બની જાય છે. હકીકતમાં તે એક ઓટો એક્સપોઝર છે, ફોટો જો તમે વધુ પ્રકાશિત કરવા માંગતા હો તો તે તે જ ભાગને આપમેળે સાફ કરે છે અને ફોટાને વધુ પડતો આકર્ષક બનાવે છે. આ માટે આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો અને સરળતાથી ઓટો એક્સપોઝર સુવિધાનો ઉપયોગ કરો.

કેમેરો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો :

image source

ગૂગલ પ્લે, એપલ સ્ટોર અને તે સિવાય વિંડો સ્ટોરમા અનેકવિધ કેમેરા એપ્લીકેશન ઉપલબ્ધ હોય છે. આ એપ્લિકેશનની સહાયથી તમે ફક્ત તમારા ફોનમા રહેલા ફોટાને ઈફેક્ટ જ આપી શકતા નથી પરંતુ, તમે તમારા ફોટોગ્રાફને વધારે પડતુ સર્જનાત્મક પણ બનાવી શકે છે. માટે જો તમે તમારા ફોનથી આકર્ષક ફોટા લેવા ઈચ્છતા હોવ તો આ ટીપ્સ અવશ્યપણે અજમાવો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત