તમે પણ આ ટ્રેનમાં બેઠા-બેઠા કરી શકો છો સ્વર્ગની અનુભૂતિ, જાણો અને મારો લટાર

પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુસર ભારતીય નવી ડીઝાઈન થયેલી વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનોનું સંચાલન ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે દક્ષિણ પશ્ચિમ રેલવેએ કર્ણાટકમાં દોડનારી અનેક લાંબા અંતરની ટ્રેનોમાં તમામ નવા વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લીધો હતો તેની શરૂઆત થઈ ગઈ હતી. આવું જાણવા મળ્યું છે કે આ નિર્ણય થી પર્યટકોને એક નવી રફતાર મળી રહેશે.

image source

મુંબઈથી ગોવા જનારી પ્રસિદ્ધ જન શતાબ્દી ટ્રેનમાં વિસ્ટાડોમ કોચની સવારી શરૂ થઈ રહી છે. ભારતીય રેલવેમાં વિસ્ટાડોમ કોચ એ પહેલો કોચ છે, જેમાં કાચની મોટી મોટી બારી છે અને આ બારીઓ છત પર પણ ગોઠવવામાં આવી છે. આ કોચમાં મુસાફરો ને માટે એલસીડી સ્ક્રિનની પણ સુવિધા છે. તો સાથે જ રિવોલ્વિંગ ચેરની પણ સુવિધાઓ છે. ચાલીસ સીટ વાળો આ કોચ 3.38 લાખના ખર્ચે બન્યો છે. તેમાં રહેલી ખુરશીઓ 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ સેવા દાદર થી મડગાંવ રૂટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. જેમાં ફિલ્મો જોઈ શકાય છે.

image source

આ કોચનું બુકિંગ તમામ કમ્પ્યૂટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મૉનસૂનમાં આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે જ્યારે મૉનસૂન પૂરું થતા અઠવાડિયામાં પાંચ દિવસ આ ટ્રેન ચાલશે. જન શતાબ્દી એક્સપ્રેસ દાદર થી સવારે 5.25 વાગે ઉપડશે જે તે જ દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં મડગાંવ પહોંચાડી દેશે.

image source

આ ટ્રેનમાં વિસ્ટાડોમ પર્યટન કોચની સુવિધા ઉપલબ્ધ છે જેની છત અને બારી કાચ ની બનાવવામાં આવી છે. કોચની છત અને બારીઓમાં કાચ લાગ્યા હોવાના કારણે પ્રવાસીઓને યાત્રા દરમિયાન બહારનો નજારો ખૂબ સારો જોવા મળશે. આ ટ્રેન ગુજરાતના કેવડિયા સ્થિત સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જનાર યાત્રિકો ને સુવિધા પ્રદાન કરશે. વિશેષ રૂપથી ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરોને લગઝરી સુવિધા આપવામાં આવશે.

image source

રેલવે અધિકારીઓ નું કહેવું છે કે પશ્ચિમ ઘાટથી થઈ સંચાલિત થનારી એક્સપ્રેસ ટ્રેનોના વિસ્તાડોમ કોચમાં બેસી દરેક મુસાફર હરિયાળી અને કુદરતી સુંદરતાને નજીકથી જોઈં શકશે. સુંદર સકલેશપુર સુબ્રમણ્ય ઘટ ખંડ આ મુસાફરીનું મુખ્ય આકર્ષણ છે. ફાળો અને ઘાટીઓ ની અદ્ભુત ઝલક રજુ કરશે જે ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે.

image source

પ્રોત્સાહન આપવા હેતુસર ભારતીય રેલવેની નવી ડિઝાઈન થયેલી વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનોનું સંચાલન ખુબ જ મહત્વનું તું. આ બધા વચ્ચે દક્ષિણ પશ્ચિમ રેલવેએ કર્ણાટકમાં દોડનારી અનેક લાંબા અંતરની ટ્રેનોમાં તમામ નવા વિસ્ટાડોધો હતો તેની શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે આ નિર્ણયથી પર્યટનને નવી રફતાર મળશે. આ પારદર્શક વિસ્ટાડોમ કોચમાં સવાર મુસાફરોને કુદરતનોવેસ્ટર્ન ઘાટનો અદભૂત લ્હાવો નજીકથી માણવા મળશે. આ જ કડીમાં કર્ણાટકની પહેલી વિસ્ટાડોમ કોચથી લેસ ગાડી રવિવારે રવાના થઈને આજે પોતાની મંજિલ સુધી પહોંચી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!