80ના દાયકાની પોપ્યુલર ચાઈલ્ડ આર્ટિસ્ટ બેબી ગુડડુ હવે ક્યાં છે, કેવી લાગે છે અને શું કરે છે, જરા જાણો તો ખરા

જ્યારે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટની વાત થાય તો માઈન્ડમાં સૌથી પહેલું નામ જે બાળ કલાકારનું આવે છે એ છે બેબી ગુડડુ. એમની ક્યુતનેસને લોકો દીવાના હતા અને 80ના દાયકામાં ફિલ્મોનો એ જીવ હતી. એ દરમિયાનના લગભગ બધા જ મોટા સ્ટાર્સ સાથે એમને કામ કર્યું હતું અને એમના ટેલેન્ટ અને ક્યુટનેસના કારણે બધા જ એમને ખૂબ જ પ્રેમ કરતા હતા.

image source

બેબી ગુડડુનું સાચું નામ શાહીદા બેગ છે અને એ ફિલ્મ મેકર એમ એમ બેગની દીકરી છે. ત્રણ વર્ષની ઉંમરે એમને ફિલ્મોમાં પગ મૂક્યો હતો અને એ પછી એ દર બીજી ફિલ્મોમાં દેખાવા લાગી હતી. એમની પહેલી ફિલ્મ હતી પાપ અને પુણ્ય. એમને 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી ફિલ્મોમાં તો એમને છોકરાનું પાત્ર ભજવ્યું હતું. ઘણી એડ ફિલ્મોની પણ એ પહેલી પસંદ બની ગઈ હતી.

Child Artist Baby Guddu
image source

એમને ઘર ઘર કી કહાની, ઓલાદ, આખિર કયો, પરિવાર, સમુંદર, નગીના, ઘર પરિવાર, સોતન કી બેટી જેવી ફિલ્મોમાં કામ કર્યું. અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, રાજેશ ખન્નાથી લઈને મિથુન, શ્રીદેવી, જેકી, જયા પ્રદા અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે એટલી સહજતાથી કામ કર્યું કે બધા એમના ફેન થઈ ગયા હતા.

image source

એવું માનવામાં આવે છે કે રાજેશ ખન્નાની તો એ ફેવરિટ હી અને એમને એમના માટે આધા સચ આધા જુઠ નામની એક ટેલિફિલ્મ પણ બનાવી હતી. પણ 11- 12વર્ષની ઉંમર પછી બેબી ગુડડુ અચાનક બોલિવુડમાંથી ગાયબ થઈ ગઈ કારણ કે એમને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાનું હતું. બેબી ગુડ્ડુની પહેલી ફિલ્મ વર્ષ 1984માં આવી હતી અને છેલ્લી ફિલ્મ હતી ઘર પરિવાર જે વર્ષ 1991માં આવી હતી. એવું કહેવામાં આવે છે કે એમને ફિલ્મોમાં એક્ટ્રેસ કિરણ જુનેજા લાવી હતી. પોતાના ફિલ્મી કરિયરમાં બેબી ગુડ્ડુની એટલું નામ મેળવ્યું કે લોકો એમને આને પણ યાદ કરે છે અને એમને એમના ફિલ્મી નામે જ ઓળખે છે.

image source

ખબરો અનુસાર એમને મુંબઈ પણ છોડી દીધું છે અને હવે એ દુબઈમાં રહે છે અને પોતાની વિવાહિત જીવનમાં ઘણી જ ખુશ છે. એ દુબઈમાં અમીરાત એરલાઇન્સ સાથે કામ કરે છે અને પોતાની પ્રોફેશનલ લાઈફને પણ એન્જોય કરે છે. સોશિયલ મીડિયા પર પણ એ વધુ એક્ટિવ નથી. પણ એમના કેટલાક ફોટા છે અને હવે એ આવી લાગે છે. લગભગ ચાલીસની ઉંમરની હશે એ અને ગ્લેમરથી દૂર પોતાનું જીવન જીવી રહી છે.

Child Artist Baby Guddu
image source

બેબી ગુડડુ એક ફિલ્મ મેકરની દીકરી છે અને એ ઇચ્છતી તો બોલીવુડમાં પોતાનું કરિયર બનાવી શકતી હતી અને એમની એક્ટિંગ પણ ખૂબ જ સરસ હતી પણ એમને ચકમકની દુનિયા છોડીને અલગ રસ્તો પસંદ કર્યો જેમાં એ ઘણી ખુશ છે .બેબી ગુડ્ડુએ ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હોય પણ જ્યારે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટની વાત થાય તો એમનો એ માસૂમ ચહેરો સૌથી પહેલા નજર સામે આવી જાય છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત