તમે ક્યારે અહિંના રબડી ગુલાબજાંબુ અને 10 ફ્લેવરની પાણીપુરી ખાધી છે? જાણી લો ભારતની 5 પ્રખ્યાત ખાઉ ગલી વિશે તમે પણ

ભારતની સંસ્કૃતિ અને વિવિધતાઓને સરહદોમાં બાંધી શકવું તે બહુ મુશ્કેલ છે અને આટલું વિવિધ છે અહીંનું ખાવાનું. આપણા ગુજરાતના ખમણ ઢોકળા હોય કે બંગાળના રસગુલ્લા, બધા વ્યંજનો સ્થાનિક ક્ષેત્રની એક આગવી ઓળખ જ બની ચુક્યા છે.

image source

આ જ રીતે દેશના વિવિધ શહેરોમાં પણ નાસ્તા ગલીઓ હોય છે જે માત્ર ગલીઓ જ નહીં પણ સ્વાદના શોખીનો માટે બેસ્ટ પ્લેસ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આવી જ અમુક શહેરોની ખાસ નાસ્તા ગલીઓ વિશે વાત કરીશું જે ખાવાપીવાના શોખીનો માટે આગવી ઓળખ ધરાવે છે.

ચટોરી ગલી, જયપુર

image source

રાજસ્થાનની ઐતિહાસિક રાજધાની માત્ર પોતાના ભવ્ય મહેલ ને કિલ્લાઓ માટે જાણીતી નથી પરંતુ સ્થાનિક વ્યંજનો માટે પણ જાણીતી છે. બાપુ બજારના લિંક રોડની બરાબર સામે આવેલી ગલીમાં ખરીદવા માટે ઘણું બધું છે. અહીં ગોલગપ્પા, છોલે ભટુરે, ફાલૂદા, છોલે ટીક્કી અને જાતજાતના પીણાં લોકોમાં પ્રખ્યાત છે. એ સિવાય રાજસ્થાનના જયપુરમાં 50 જાતની કચોરીઓ, એમઆઈ રોડની લચ્છી અને જોહરી બજારના ઘેવર મનભાવન વ્યંજન છે.

સરાફા બજાર, ઇન્દોર

image source

દિવસમાં ઘરેણાંઓની ચમકદમક અને રાત્રીના સમયે સ્વાદિષ્ટ વ્યંજનોની ખુશ્બુ તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવા મજબૂર કરી દેશે. આપણે વાત કરી રહ્યા છીએ ઇન્દોર શહેરની. રાત ઘેરી બનતા જ અહીંની સરાફા બજારની દુકાનો ખુલવા લાગે છે અને તેની રોનક મોડી રાત સુધી રહે છે. ભૂટ્ટાના કીસ અને ગરાડુનો સ્વાદ માલવાની જ દેન છે. એ સિવાય સરાફા બજારમાં માલપુઆ, 300 ગ્રામ વજનના જલેબા, ખોપરા પેટીસ, રબડી ગુલાબજાંબુ, 10 ફ્લેવરની પાણીપુરી, કાંજીવડા, દહીંવડા, પેઠા ચોકલેટ અને ફાયર પણ શહેરને મધ્ય ભારતની ફૂડ રાજધાની બનાવે છે. પરંપરાગત વ્યંજનો સિવાય અહીં ચાઈનીઝથી લઈને દક્ષિણ ભારતના સ્વાદિષ્ટ વ્યંજનો પણ ઉપલબ્ધ છે.

કચોરી ગલી, વારાણસી

image source

અહીંની મોટાભાગની દુકાનો કચોરીની છે એટલે આ ગલીનું નામ કચોરી ગલી પડી ગયું છે. પહેલા આ વિસ્તારનું નામ કૂચા અજાયબ એવું હતું. કહેવાય છે કે તે સમયે મુસ્લિમ શાસન દરમિયાન એક અધિકારીના નામ પરથી જ આ વિસ્તારનું નામ અજાયબ પડ્યું હતું. અહીં કચોરી સિવાય બનારસી મીઠાઈઓ, પાન, બનારસી ચાટ, લૌન્ગ લતા પ્રખ્યાત છે. દૂધને ખાંડ સાથે ઉકાળ્યા બાદ રાતભર આકાશ નીચે ઓસમાં રાખીને મલાઈયો તૈયાર થાય છે જે અહીંનું પ્રસિદ્ધ વ્યંજન છે.

ભુક્કડ ગલી, અમદાવાદ

image source

અમદાવાદની આ ગલીમાં તમને દેશ વિદેશના લાજવાબ વ્યંજનોનો સ્વાદ ચાખવા મળશે. અહીં આવીને તમને ભ્રમ પણ નીકળી જશે કે ગુજરાતી લોકો બધા વ્યંજનોમાં ખાંડ મેળવીને આરોગે છે. આ ગલીમાં તમને તીખા, ખાટ્ટા અને મસાલેદાર સ્વાદિષ્ટ વ્યંજનો ખાવા મળી જશે. ચાઈનીઝ, સ્પેનિશ, લેબનીઝ, થાઈ સિવાય વન સ્લાઈસ પિઝા, તંદુરી મોમોઝ અને ફળાફળ પ્રખ્યાત છે.

ખાઉ ગલી, મુંબઇ

image source

મુંબઈમાં આમ તો અનેક ખાઉ ગલી છે અને દરેક ગલીઓની એક આગવી જ છે. દાખલા તરીકે ઘાટકોપરની ખાઉ ગલી ઢોસા માટે પ્રખ્યાત છે જ્યાંના આઈસ્ક્રીમ ઢોસા અને ચીઝ બસર્ટ ઢોસા ખાસ વખણાય છે. એ સિવાય પાણીપુરી, સેન્ડવીચ, મસાલા કોલ્ડ ડ્રિંક્સ અને પાવભાજી પણ એટલા જ શોખથી ખવાય છે. બાંદ્રાના ક્વાર્ટર રોડ ખાઉ ગલીમાં અનેક સ્ટ્રીટ ફૂડ ખાવાનો એક અલગ જ આનંદ છે. આવી જ ખાઉ ગલીઓ માહિમ, એસએનડિટી લાઇન અને ખારઘરમાં પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત