મચ્છરોના આતંકથી પરેશાન છો તો આજે જ ઘરમાં રાખી લો આ 1 ચીજ, મળશે છૂટકારો

મચ્છરોના આતંક ઘરમાં બારે મહિના રહે છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં માખી અને મચછરોનો ત્રાસ વધી જાય છે. આ સિવાય સાંજના સમયે જ્યારે તમે દીવા બત્તી કરો છો ત્યારે પણ ઘરમાં મચ્છરો આવી જાય છે અને આખી રાત તમને પરેશાન કરી દેતા હોય છે. પણ જો તમે તમારા ઘરમાં આ વાતથી પરેશાન રહો છો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.

image source

રાતની ઊંઘ હરામ કરી દેનારા મચ્છરોના આતંકથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો છે. જેને અપનાવીને તમે તેમનાથી રાહત મેળવી શકો છો. મચ્છરો મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાવી શકે છે. તો તમે તેને જ ઘરમાંથી દૂર રાખો તે ઈચ્છનીય છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે. આ માટે આજે અમે કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જે તમને આ મોટી સમસ્યામાંથી રાહત આપી શકે છે. તો આજથી આ ઉપાયો જાણી લો અને તેને અપનાવી લો જેથી તમારી રાતની ઊંઘ પણ હરામ થશે નહીં અને તમે બીમારીઓથી પણ દૂર રહી શકો છો.

મચ્છરોના આતંકથી બચવા ઘરમાં રાખી લો આ ચીજ અને મેળવી લો મચ્છરોથી છૂટકારો

image source

આજકાળ તો મચ્છરોથી બચવા માટે કેટલાક ઇલેક્ટોનિક ઉપકરણ કે પછી અનેક બ્રાન્ડેડ કોઈલ અને મચ્છરના ગુડનાઈટ પેપર્સ પણ મળી રહ્યા છે. આ સિવાય અનેક સ્પ્રે જેમકે હિટ વગેરેની પણ તમે મદદ લઈ શકો છો. પરંતુ તેની કેટલીક સાઈડ ઇફેક્ટ રહે છે અને તમે કોઈ મોટી અન્ય બીમારીમાં ફસાઈ શકો છો. તો તમે આ કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેશો તો તમે સરળતાથી રાહત મેળવી શકો છો.

સરસિયાનું તેલ

image source

સરસિયાના તેલમાં અજમાનો પાવડર મિક્સ કરી લો. તેને થોડી વાર પલાળી રાખો. પછી આ મિશ્રણને રૂમમાં કોઈ જગ્યાએ રાખી લો. મચ્છર તમારી પાસે પણ નહીં આવે અને તમે સરળતાથી રાહત મેળવી શકશો. સરસિયાની સ્મેલ ખૂબ જ તીવ્ર હોય છે. તેનાથી મચ્છર દૂર ભાગી જાય છે.

કપૂર

image source

તમારા ઘરમાં બારીની પાસે થોડી વાર માટે કપૂર સળગાવો અને પછી તમારા ઘરમાં મચ્છર આવસે નહીં. આ સિવાય લવિંગ અને કપૂરને પણ કપડામાં બાંધીને લટકાવી દેવાથી તેની સ્મેલથી મચ્છરો દૂર ભાગે છે.

લસણ

image source

લસણને પીસીને તેનો રસ શરીર પર લગાવી લેવાથી મચ્છર તમારી પાસે આવશે નહીં. પણ આમ કરવાથી શરીરમાં ક્યારેક સમસ્યાઓ આવી શકે છે. જો તમે કોઈ ખાસ બીમારી ધરાવો છો તો આ ઉપાય ટાળી દેવો યોગ્ય છે. આ સિવાય અન્ય ઉપાયમાં તમે લસણને પીસીને એક વાટકીમાં રાખીને રૂમના કોઈ ખૂણામાં રાખી લો. આમ કરવાથી લસણની સ્મેલથી મચ્છરો દૂર ભાગી જશે.

લીમડાનું તેલ

image source

લીમડાનું તેલ શરીર પર લગાવી લેવાથી મચ્છર તમારી આસપાસ પણ ભટકશે નહીં. તેની સાથે જ આ તેલ શરીર પર લગાવી લેવાથી તમારી સ્કીન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

લીંબુ અને લવિંગ

image source

લીંબુનો રસ કાઢી લો અને સાથે તેમાં લવિંગ પીસીને તેનો રસ બનાવી લો. આ રસને ઘરના અલગ અલગ ખૂણાઓમાં છાંટી લો. આમ કરવાથી મચ્છર ઘરની બહાર જતા રહેશે અને તમને તેનાથી છૂટકારો મળી જશે. આ એક સરળ ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત