તમે દૂર કરવા માંગતા હોય તમારા જીવનની તકલીફો તો આજે જ ધારણ કરી લો તમારી રાશિ અનુસાર રુદ્રાક્ષ.

પૌરાણિક કથાઓ અનુસાર રુદ્રાક્ષની ઉતપત્તિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે એવું માનવામાં આવે છે. રુદ્રાક્ષના બીજ ખૂબ જ પવિત્ર હોય છે. એવું માનવામાં આવે છે કે એમાં ભગવાન શિવની શક્તિઓ સમયેલી હોય છે. માન્યતા છે કે આ બીજ ધારણ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા મળે છે.

रुद्राक्ष
image source

રુદ્રાક્ષના વૃક્ષ પહાડો પર જોવા મળે છે જેમાં રુદ્રાક્ષ ફળ સ્વરૂપે આવે છે. રુદ્રાક્ષ એક મુખી, ત્રણ મુખી, પાંચ મુકગી એમ ઘણા પ્રકારના હોય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન, વિદ્યા, સ્વાસ્થ્ય, સંપત્તિ, ઐશ્વર્ય, લાબું આયુષ્ય, શત્રુઓ પર વિજય, રોગ અને પાપમાંથી મુક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો એને ગળામાં તો ઘણા લોકો કાંડા અને બાવડાં પર પણ ધારણ કરે છે. જ્યોતિષ અનુસાર જો તમે રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમે એનું વધુ શુભ ફળ મેળવી શકો છો.

મેષ રાશિ.

image source

મેષ રાશિના જાતકોએ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકો છ મુખી અને દસ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.

મિથુન રાશિ.

મિથુન રાશિના જાતકો માટે ચાર મુખી કે અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એ સિવાય આ રાશિના જાતકો ગૌરી શંકર રુદ્રાક્ષ પણ ધારણ કરી શકે છે.

સિંહ રાશિ.

image source

સિંહ રાશિના જાતકોએ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જુએ. એનાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિ.

કન્યા રાશિના જાતકો માટે ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકો માટે સાત મુખી અને ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ રહે છે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકોએ મનોકામનાની પૂર્તિ માટે આઠ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

ધન રાશિ.

ધન રાશિના જાતકો માટે નવ મુખી કે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શ્રેષ્ઠ રહે છે.

મકર રાશિ..

મકર રાશિના જાતકો માટે દસ મુખી અને તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભદાયી રહે છે.

કુંભ રાશિ.

image source

કુંભ રાશિના જાતકોએ સફળતાની પ્રાપ્તિ માટે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ શુભ ફળ આપનારો માનવામાં આવે છે.