અહીં જવું એટલે ચંદ્ર પર જવાનો અનુભવ, ભારતમાં આવેલા આ મુનલેન્ડ વિશે જાણીને તમને પણ થઇ જશે અહીં જવાની ઇચ્છા

આજના સમયમાં લોકો ફક્ત ધરતી પર જ નહીં પણ ચંદ્ર પર પણ જમીન ખરીદવાના સ્વપ્ન જુએ છે. એટલું જ નહીં પરંતુ અમુક પૈસાદાર લોકોએ તો ચંદ્ર પર જમીન ખરીદી પણ લીધી છે. જો કે વર્ષ 1967 માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો જે અનુસાર ચંદ્ર પર જમીન ખરીદવી કે વેંચવી એ ગુન્હો બને છે. આ કાયદા પર ભારત સહિત 104 દેશોએ સહમતી દર્શાવી હતી. છતાં લોકો ચંદ્ર પર જમીન ખરીદવા માંગે છે. જો તમારા મનમાં પણ ચંદ્ર પર જમીન ખરીદવાનો શોખ હોય તો તમારે એક વખત મૂનલેન્ડની મુલાકાત જરૂર લેવી જોઈએ. કારણ કે અહીં જવું એટલે ચંદ્ર પર જવાનો અનુભવ ચંદ્ર પર જવાના અનુભવ જેવો જ છે. શું છે મૂનલેન્ડ ? ચાલો જરા વિસ્તારથી જાણીએ.

image source

અસલમાં જે મૂનલેન્ડની આપણે વાત કરી રહ્યા છીએ તે વિશ્વમાં ક્યાંય દૂર સુદૂર નહીં પણ આપણા ભારતમાં જ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે અને અહીંના દ્રશ્યો જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. મૂનલેન્ડ કાશ્મીરમાં આવેલું છે અને તે લેહથી 127 કિલોમીટર દૂર સ્થિત છે. આ જગ્યાનું નામ લામાયુરું છે જે એક ગામડું જ છે. લોકો અહીં ફરવા માટે આવે છે પણ અહીં એક એવી ખાસિયત પણ છે જેના કારણે પર્યટકો અહીં આવવા માટે આકર્ષિત થાય છે.

image source

અહીં લોકો મૂનલેન્ડના દીદાર કરવા માટે આવે છે. હિન્દી ભાષામાં આ સ્થાનને ચંદ્રની જમીન પણ કહેવામાં આવે છે. લામાયુરું ગામ 3510 મીટરની ઊંચાઈએ આવેલું છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ચંદ્રની ધરતી પૃથ્વીની ધરતી કરતા બિલકુલ અલગ છે. ઠીક એવું જ અહીં પણ છે અને તેના કારણે જ આ ગામને મૂનલેન્ડ કહેવામાં આવે છે. ગામમાં આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને તે પણ આ મૂનલેન્ડની ખાસિયતના કારણે.

image source

એવું કહેવાય છે કે આ જગ્યા પર પહેલા એક તળાવ હતું પરંતુ બાદમાં તે સુકાઈ ગયું. અને સુકાઈ ગયા બાદ હવે આ સ્થાનની માટી પીળા અને સફેદ રંગની દેખાય છે અને તેનો દેખાવ અદ્દલ ચંદ્રની ધરતી જેવો જ થઈ ગયો છે.

image source

આ ખાસિયાતને નજરો નજર નિહાળવા માટે અહીં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. જો તમે પણ આ ખાસિયત જોવા રૂબરૂ જવાના હોય તો ખાસ રાત્રીના સમયે જવું કારણ કે ત્યારે આ સ્થાનની સુંદરતા સોળે કળાએ ખીલેલી દેખાય છે.

image source

તેમાંય જો તમે વ્યવસ્થિત પ્લાન કરીને જતા હોય તો પૂર્ણિમાનજ રાત્રીએ આ સ્થાને હોય તે રિતે પ્રવાસ ગોઠવજો. કારણ કે ચંદ્રનો પ્રકાશ પૂર્ણિમાની રાત્રીએ જ્યારે અહીં પડે છે ત્યારે તે અસ્સલ અને આબેહૂબ ચંદ્રની સપાટી લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!