રવિવારથી શરૂ થતું વેલેન્ટાઈન વીક તમારા માટે બની જશે ખાસ, આ રીતે કરી દો તમારી વેલેન્ટાઇનને ખુશ

ગુજરાતની સંસ્કૃતિમાં તો પ્રેમને અભિવ્યક્ત કરવાનો કોઈ ખાસ દિવસ હોતો નથી. કદાચ તમે પણ આ વાતમાં માનતા હશો. પણ આજકાલના લોકો પશ્ચિમી સભ્યતાનું અનુકરણ કરવા લાગ્યા છે અને સાથે જ ત્યાંના તહેવારો પણ મનાવવા લાગ્યા છે. દેશનું યુવાધન ખાસ કરીને આ સભ્યતાને અપનાવી અને મનાવી રહ્યું છે.

image source

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ આ મહિને યુવાઓ માટે ખાસ તહેવાર એવો વેલેન્ટાઈન ડે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. રવિવાર અને રોઝ ડે. વાહ.. આ ખાસ દિવસે યુવાનો સારી રીતે પાર્ટનરને ખુશ પણ કરી શકશે.

image source

વેલેન્ટાઈન વીકની ઉજવણી માટે યુવાઓએ કોરોનામાં પણ અનેક પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. યંગસ્ટર્સ હોય કે પ્રેમી પંખીડા તો કેટલાક એવા કે જેઓ રિલેશનશીપમાં છે તેઓ લગ્ન કરવા ઉત્સુક બન્યા છે. આ તમામ માટે આ રોઝ ડે ખાસ બની જશે. આ સાથે જ ક્રમશઃ શરૂ થઈ જતા પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઈન ડે. આ એક વીક તો જાણે તહેવારની જેમ યુવાઓ મનાવતા હોય છે.

image source

યુવાઓમાં ખાસ આ ડેઝનુ ચલણ જોવા મળે છે. કોલેજમાં વેલેન્ટાઈન વીકના નામે જાણે કે ફેશન પરેડ અને ગિફ્ટનો માહોલ જે રીતે બને છે એ ખરેખર કમાલ કરી દેતો હોય છે. કોલેજિયનો તો પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જાય છે. અને સાથે જ તેમના ફેસબુક, વોટ્સએપ અને સોશ્યિલ મીડિયા પર તો શુભેચ્છા સંદેશનો મારો ચાલવા લાગે છે. વેલેન્ટાઈન વીકને લઈને આ વર્ષે પણ યુવાધનમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેમાં રવિવારથી શરૂ થતું આ વીક તેમને માટે ખાસ બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત