તમે પણ Bank Of Barodaમાં એકાઉન્ટ ધરાવો છો તો 17 દિવસમાં કરી લો આ કામ, નહીં તો થશે નુકસાન

જે લોકોનું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં થયું છે તેમને માટે જરૂરી અપડેટ છે. હાલમાં દેના બેંક અને વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ પછી આ બંને બેંકના ગ્રાહકો હવે Bank Of Barodaના ગ્રાહકો બની ચૂક્યા છે. હવે બેંક ઓફ બરોડાએ આ ગ્રાહકો માટે ટ્વિટરની મદદથી કહ્યું છે કે નવા ગ્રાહકો 30 જૂન પહેલા આ પ્રોસેસ પૂરી કરી લે તે જરૂરી છે

જો તમે પહેલા પણ વિજયા કે દેના બેંકમાં એકાઉન્ટ ધરાવતા હતા તો તમે આ કામ જલ્દી પૂરું કરી લો તે જરૂરી છે. એવું ન થાય કે તમને પાછળથી કોઈ મુશ્કેલી આવે. તમારા ખાતામાં રૂપિયા ક્રેડિટ થવામાં મુશ્કેલી આવી શકે છે. એવામાં શું તમે જાણો છો કે તમારે શું કરવાનું છે અને તમે તેને કેવી રીતે કરી શકો છો.

image source

શું છે Bank Of Barodaનું અપડેટ

બેંકના વિલય બાદ ખાતા ધારકોના એકાઉન્ટ નંબરમાં ફેરફાર થયો નથી. પણ બ્રાન્ચના આધારે આઈએફએસસી કોડમા ફેરફાર થયો છે. તમે નવા આઈએફએસસી કોડ જાણી લો અને જ્યાંથી તમારા રૂપિયા આવી રહ્યા છે ત્યાં નવા કોડ અપડેટ કરાવી લો તે જરૂરી છે. જો તમે નવા આઈએફએસસી કોડ અપડેટ નહીં કરો તો તમારા એકાઉન્ટમાં રૂપિયા ક્રેડિટ થવામાં મુશ્કેલી આવી શકે છે.

બેંક ઓફ બરોડાએ ટ્વિટરની મદદથી જાણકારી આપી છે કે દેના અને વિજયા બેંકની જૂની બ્રાન્ચના નવા આઈએફએસસી કોડ સરળતાથી મળી શકે છે. મહેરબાની કરીને શાખાથી 30 જૂન 2021 સુધી નવી ચેકબુક મેળવી લો અથવા તો નેટ બેંકિંગ કે મોબાઈલ બેંકિંગની મદદથી અરજી કરો.

image source

કેવી રીતે જાણી શકશો નવો કોડ

તમે અનેક રીતે બેંકના નવા આઈએફએસસીને જાણી શકો છો. એક તો તમે બેંકમાં જઈને નવો કોડ જાણી શકો છો. આ સિવાય તમને મોકલાયેલા લેટરમાં પણ કે એસએમએસ મોકલાયો છે તેમાં પણ આ નવા આઈએફએસસી કોડની જાણકારી હશે.

તમે ટોલ ફ્રી નંબર 18002584455/18001024455 પર ફોન કરીને પણ તેની જાણકારી મેળવી શકો છો.

આ સિવાય તમે એસએમએસની મદદથી જાણી શકો છો. આ માટે તમારે MIGR એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકને 8422009988 પર મોકલીને પણ કોડની જાણકારી મેળવવાની સુવિધા છે

image source

શું હોય છે આઈએફએસસી કોડ

IFSC કોડ 11 અંકનો એક કોડ હોય છે. જેમાં આલ્ફાબેટ અને નંબર બંને હોય છે. NEFT, RTGS, IMPS ની મદદથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા માટે આ કોડનો ઉપયોગ કરી શકાય છે. આ કોડની મદદથી બેંકિંગ સિસ્ટમમાં સરળતાથી જાણકારી મળી રહે છે કે રૂપિયા ક્યાં અને કોને ટ્રાન્સફર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!