Site icon News Gujarat

તારક મહેતા..ના જેઠાલાલની આ સંઘર્ષ કહાની વાંચીને તમે પણ થઇ જશો ભાવુક, જાણો પહેલાના દિવસો કેવી રીતે કર્યા છે પસાર

દિલીપ જોશી એટલે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલે તાજેતરમાં એક્ટિંગ ક્ષેત્રે 31 વર્ષ પુરા કર્યા છે. આજે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ તેમને જેઠાલાલ તરીકે ઓળખે છે. પણ આટલી બધી લોકપ્રિયતા હાંસલ કરી જે મુકામ પર તેઓ પહોંચ્યા ત્યાં પહોંચતા પહેલાં તેમણે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે. દિલીપ જોશી વર્ષ 1989માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવ્યા હતા.

image source

તેમણે શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન સુધી કેટલીએ ફિલ્મોમાં કામ કર્યું છે. પણ એક કલાકારને જે ઓળખ મળવી જોઈએ તે તેમને લાંબા સમય સુધી નહોતી મળી. દિલીપ જોશીએ જણાવ્યું કે રોલ ન મળવા છતાં પણ તેમણે ક્યારેય પોતાની એક્ટિંગ પ્રત્યેના જુનૂનને ક્યારેય મરવા નથી દીધું અને ત્યાર બાદ તેઓ થિયેટર તરફ વળી ગયા. અહીં તેમને જે પણ રોલ મળતો તે તેઓ કરી લેતા. એક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે પણ તેઓ કામ કરી લેતા હતા.

image source

તેઓ સતત 25 વર્ષ સુધી ગુજરાતી થિયેટરમાં કામ કરતા રહ્યા. છેલ્લે તેમણે 2007માં છેલ્લીવાર એક સ્ટેજ પ્લેમાં કામ કર્યુ હતું. પણ હવે તેઓ પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે થિયેટરમાં કામ કરવાનો સમય જ નથી રહેતો. જો કે તેઓ થિયેટરને ખૂબ યાદ કરે છે.

image source

તે કામમાં દિલીપને માત્ર 50 રૂપિયા જ મળતા હતા. તેઓ થિયેટરના નાટકો માટે પંચલાઈન અને જોક્સ પણ લખતા હતા, જેને લોકો ખૂબ એન્જોય કરતા હતા.પણ દિલીપ જોશીને સાચું સ્ટારડમ અને લોકપ્રિયતા તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી જ મળી, તેમાં તેમણે જેઠા લાલના પાત્રને જે રીતે ન્યાય આપ્યો છે તે ખરેખર સરાહનીય છે. દીલીપ જોશી છેલ્લા તેર વર્ષથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં
જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. એવી માહતી મળી રહી છે કે હાલના દિવસોમાં તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાથી ખુશ નથી અને તેમને એવું લાગી રહ્યું છે કે આ શો હવે એક ફેક્ટ્રી બની ગઈ છે, અને અહીં રાઇટર્સ પર રોજ નવી નવી વાર્તા લઈને આવવાનું સતત પ્રેશર રહે છે.

વેબસિરિઝમાં થતાં ગાળોના પ્રયોગથી જેઠાલાલ છે નારાજ

image source

દિલીપ જોશીએ ઓટીટી પ્લોટફોર્મ્સ પર નિશાનો સાધતા જણાવ્યું છે કે વેબ સીરીઝમાં ગાળોનો ઉપયોગ અને અશ્લીલતા જેટલી હદે બતાવવામાં આવી છે તેનાથી તેઓ નારાજ છે. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું, ‘મને નથી ખબર કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ નો કોઈ ક્લોઝ હોય છે કે નહીં ? પણ ગાળો અને અશ્લીલતાનો ઉપયોગ કર્યા વગર પણ તમે સારું કામ કરી શકો છો. રાજકપૂર, ઋષિકેશ મુખર્જી અને શ્યામ બેનેગલજીએ ઉત્તમ કામ કર્યું છે. તેમને ક્યારેય પોતાના કામમાં ગાળોને ઉમેરવી જરૂરી નથી લાગી.’

image source

દિલીપ જોશી આગળ કહે છે ‘જો તમે ખરેખર સત્ય બતાવવા માગતા હોવ તો લોકોને શૌચાલય જતાં અને નાહતા પણ બતાવી દો. તમે દર્શકોને શું દેખાડો છો, તે મહત્ત્વનું છે. શું તમે એક એવો સમાજ બનાવવા માગો છો જેમાં લોકો માત્ર અપમાનજનક ભાષાનો જ ઉપોયગ કરીને વાત કરતો હોય ? દરેક બાબતની એક હદ હોય છે. જો તે હદની અંદર રહેવામાં આવે તો સુખદ છે પણ જો તે હદની બહાર
જતુ રહે તો તે પરેશાન કરવા લાગે છે.’

image source

દિલીપ જોશી સૌ પ્રથમવાર ફિલ્મોમાં જોવા મળ્યા હતા. વર્ષ 1989માં રિલિઝ થયેલી સલમાન ખાન અભિનિત ફિલ્મ મેને પ્યાર કીયામાં તેમણે રામૂનું પાત્ર ભજવ્યુ હતું. ત્યાર બાદ તેમણે હમ આપકે હૈ કોન, યશ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખિલાડી 420 તેમજ હમરાજ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ટેલિવિઝન પર દિલીપ જોશીએ સૌથી પહેલાં સિરિયલ કભી યે કભી વોમાં કામ કર્યુ હતું. આ સિરિયલ
વર્ષ 1995માં રિલિઝ થઈ હતી. ત્યાર બાદ તેમણે કોરા કાગઝ, હમ સબ એક હૈ, સીઆઈડી, એફઆઈઆર જેવી સીરીયલોમાં કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version