Site icon News Gujarat

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘અંજલિ ભાભી’ નેહા મેહતાનો શૂટિંગનો વીડિયો વાયરલ, ફરી આવશે શોમાં?

છેલ્લા 12-12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવતો શો અને ટેલીવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા જોવા મળે છે. ત્યારે હાલમાં છેલ્લા થોડા સમયથી અંજલી ભાભી એટલે કે નેહા મેહતા વધારે ચર્ચામાં છે કારણ કે તેણે શો છોડી દીધો છે. પણ હવે નેહા મહેતાનો સેટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ ફેન્સ માની રહ્યા છે કે, અંજલી ભાભી શોમાં વાપસી કરી રહી છે. જો કે 10 વર્ષથી પણ વધારે સમય સુધી શોનો ભાગ રહી ચૂકેલી અને અંજલી ભાભીની ભૂમિકા ભજવનાર નેહા મેહતાએ હાલમાં જ શો છોડી દીધો હતો. જેના બાદ તેની વાપસીને લઈને મેકર્સે અનેક પ્રયાસો કર્યા હતા.

image source

આ બધી વાતો સામે આવતી રહી પણ નેહા મહેતા શોમાં જોવા ન મળી. તેમજ કહેવામાં આવી રહ્યું હતું કે મેકર્સ અને નેહા વચ્ચે આ મામલે વાત ન બનતા બાદમાં એક્ટ્રેસ સુનયના ફૌજદારને અંજલી ભાભીનો રોલ સોંપવામાં આવ્યો છે.

પણ આટલા સમય બાદ હવે નેહા મેહતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું કે, ન્યૂ પ્રોજેક્ટ. જો કે, આ ન્યૂ પ્રોજેક્ટ શું છે. તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી.

જો વીડિયો વિશે મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો નેહાએ એક વીડિયો શૂટની લોકેશન ગોકુલધામ સોસાયટીની નાખી છે. જેને લઈને ફેન્સ માની રહ્યા છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેમની વાપસી થઈ રહી છે.

ત્યારે આ બાબતે ફેન્સનું પણ કહેવું છે કે, નેહા શોમાં વાપસી કરી રહી છે અને તે ફરી અંજલી ભાભીની ભૂમિકામાં જોવા મળશે. નેહાની ઈન્સ્ટા સ્ટોરી પણ શોમાં વાપસી તરફ ઈશારો કરી રહી છે. તેણે શોમાં વાપસીવાળો એક અહેવાલ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં મુક્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે શું સામે આવે છે અને નેહાનો આ ન્યૂ પ્રોજેક્ટ શું છે.

image source

ઉલ્લેખનીય છે કે સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે.

image source

નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ શો સાથે સંકળાયેલા પાત્રો વિશે પણ ઘણી વાતો થતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version