Site icon News Gujarat

2008થી તારક મહેતાના કલાકારો એક એપિસોડના કમાય છે લાખો રૂપિયા

ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન 12 વર્ષથી કરે છે. નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો તેના પાત્રો ના કારણે સોને ખૂબ જ પસંદ કરે છે. આ શો એવો છે જેના દરેક પાત્ર સાથે ખાસ લગાવ દર્શકોને પણ જોડાઈ ગયો છે. શોના કલાકારોને પણ દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળે છે. શોનુ દરેક પાત્ર તેની લાજવાબ એક્ટિંગથી લોકોને હસાવવામાં 12 વર્ષથી સફળ થઇ રહ્યા છે.

image source

વર્ષ 2008માં શરૂ થયેલો આ ટીવી શો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલનાર ટીવી શો પણ બની ગયો છે. જોકે જેમ શો લોકપ્રિય થયો છે તેવી જ રીતે સિરિયલના કલાકારો ની ફી પણ મસમોટી થઈ છે. કળશ તમને ખબર નહીં હોય કે શોના મુખ્ય પાત્ર એવા દિલીપ જોશી, શૈલેષ લોઢા, સહિતના કલાકારો એક એપિસોડની કેટલી ફી લે છે. તો ચાલો આજે તમને જણાવીએ તારક મહેતાના શોના કલાકારોની એક દિવસની ફી કેટલી છે.

image source

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકડાઉન થયું તે પહેલા જ વર્ષની શરૂઆતમાં શોના મેકર્સે કલાકારોની ટીમની ફીમાં વધારો કર્યો હતો. જે અનુસાર શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને દરેક એપિસોડના દોઢ લાખ રૂપિયા મળે છે. તે આ શોના મુખ્ય કલાકાર છે અને એટલે જ તેની ફી સૌથી વધુ છે. એક રિપોર્ટ પ્રમાણે તેની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયાની છે.

image source

કલાકારોની ફી વધારે હોવાનું કારણ કદાચ એ પણ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયાનું સૌથી પોપ્યુલર શો અને ભારતીય ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી લાંબો ચાલનાર કોમેડી શો બની ચૂક્યો છે. આ શોમાં ચંપકલાલની ભૂમિકા નિભાવતા અમિત ભટ્ટ પણ ખૂબ પોપ્યુલર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને એક એપિસોડના 70થી 80 હજાર રૂપિયા મળે છે.

image source

તારક મહેતામાં તારક મહેતા નું પાત્ર ભજવતા શૈલેશ લોઢા એક એપિસોડના એક લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે તેની કુલ સંપત્તિ સાત કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

શોમાં બબીતાના પતિ ઐયર કે જે સાઈન્ટીસ ની ભૂમિકા ભજવે છે તે એક એપિસોડ શૂટ કરવાના 65 થી 80 હજાર રૂપિયા લે છે. આ શોમાં લગ્ન માટે હંમેશા ઉત્સુક રહેનાર પત્રકાર પોપટલાલ એટલે કે અભિનેતા શ્યામ પાઠક એક એપિસોડ શું કરવાના 70થી 80 હજાર રૂપિયા લે છે.

image source

તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે શું એકમાત્ર ગ્લેમર ફેક્ટર એટલે કે બબીતા જેનું પાત્ર મુનમુન દત્તા ભજવે છે તેને એક એપિસોડ શૂટ કરવાના ૩૦થી ૩૫ હજાર રૂપિયા જ મળે છે જે અન્ય કલાકારોની ફી ની સામે ખૂબ ઓછી છે.

શોમા સૌથી વધુ ધમાલ મસ્તી કરી અને દર્શકોને મનોરંજન પૂરું પાડતી ટપુસેનાના એક એક કલાકારને એક એપિસોડના 10 હજાર રૂપિયા મળે છે.

image source

જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા બેન એટલે કે દિશા વાકાણી સૌથી વધુ ફી લેતી હતી. તેને એક એપિસોડના દોઢથી બે લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version