જ્યારે ફક્ત એક તરબૂચ માટે થઈ હતી લડાઈ, હજારો સૈનિકોનું થઈ ગયું હતું મૃત્યુ, જાણો એ પાછળનું કારણ

તમે વિશ્વના ઇતિહાસમાં ઘણા યુદ્ધો અને લડાઇઓ વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે. ભારતીય ઈતિહાસમાં ઘણા યુદ્ધો પણ લડ્યા છે, જેના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. આમાંના મોટાભાગના યુદ્ધો અન્ય રાજ્યોના કબજાને લઈને થયા છે. પરંતુ 1644 એડીમાં માત્ર એક તરબૂચ માટે યુદ્ધ લડવામાં આવ્યું હતું. લગભગ 376 વર્ષ પહેલા થયેલા આ યુદ્ધમાં હજારો સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આવો જાણીએ આ યુદ્ધ વિશે…

image soucre

વિશ્વનું આ પહેલું યુદ્ધ છે જે માત્ર એક ફળ માટે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ ઇતિહાસમાં ‘મતિરે કી રાડ’ તરીકે નોંધાયેલું છે. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તરબૂચને મતિરા તરીકે ઓળખવામાં આવે છે અને રાડ એટલે લડાઈ. આ અનોખું યુદ્ધ 376 વર્ષ પહેલાં ઈ.સ. 1644માં થયું હતું. તરબૂચની લડાઈ બે રજવાડાના લોકો વચ્ચે થઈ હતી.

image soucre

વાત જાણે એમ છે કે તે સમયે બિકાનેર રજવાડાના સિલ્વા ગામ અને નાગૌર રાજ્યના જખાનિયા ગામની સરહદ એકબીજાને અડીને હતી. આ બે ગામો આ રજવાડાઓની છેલ્લી સરહદ હતા. બીકાનેર રજવાડાની સરહદમાં તરબૂચનું ઝાડ અને નાગૌર રજવાડાની સરહદમાં એક ફળ વાવવામાં આવ્યું હતું. આ ફળ યુદ્ધનું કારણ બન્યું.

રજવાડાઓમાં લોહિયાળ યુદ્ધ શરૂ થયું

image soucre

સિલ્વા ગામના રહેવાસીઓએ કહ્યું કે જો તેમની પાસે ઝાડ વાવવામાં આવે તો ફળ પર તેમનો હક છે, જ્યારે નાગૌર રજવાડામાં લોકો કહેતા કે જો તેમની સરહદમાં ફળ વાવે છે તો તે તેમનું છે. આ ફળ પરના અધિકાર માટે બંને રજવાડાઓમાં શરૂ થયેલી લડાઈએ લોહિયાળ યુદ્ધનું સ્વરૂપ લીધું.
રાજાઓને નહોતી યુદ્ધની જાણકારી

એવું કહેવાય છે કે સિંઘવી સુખમલે નાગૌરની સેનાનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે રામચંદ્ર મુખિયાએ બિકાનેરની સેનાનું નેતૃત્વ કર્યું હતું. સૌથી મોટી વાત એ છે કે બંને રજવાડાઓના રાજાઓને આ યુદ્ધની જાણ ન હતી. જ્યારે આ યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે બિકાનેરના શાસક રાજા કરણ સિંહ અભિયાન પર હતા, જ્યારે નાગૌરના શાસક રાવ અમર સિંહ મુઘલ સામ્રાજ્યની સેવામાં તૈનાત હતા.

image soucre

આ બંને રાજાઓએ મુઘલ સામ્રાજ્યની તાબેદારી સ્વીકારી હતી. જ્યારે બંને રાજાઓને આ યુદ્ધની જાણ થઈ ત્યારે તેઓએ મુઘલ રાજાને તેમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી. પરંતુ જ્યાં સુધી આ મામલો મુઘલ શાસકો સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ યુદ્ધમાં બિકાનેરનું રજવાડું વિજયી થયું હતું, પરંતુ કહેવાય છે કે બંને પક્ષે હજારો સૈનિકો માર્યા ગયા હતા.