લોકડાઉનમાં મદદ: મજૂરોને પોતાના વતન પાછા મોકલવા રાજકોટ પોલીસ કરી રહી છે દીવસરાત કામ

બીજા રાજ્યોના મજૂરોને પોતાના વતન પાછા મોકલવા 6 પોલીસની ટીમે કર્યું સતત 16 કલાક કામ

image source

મજૂરોને પોતાના વતન પાછા મોકલવા રાજકોટ પોલીસ કરી રહી છે દીવસરાત કામ, બનાવી 50,000 મજૂરોની યાદી

લોકડાઉનના કારણે દેશની દરેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ છે. જો કે કોરના વાયરસથી બચવું હોય તો આજ એક ઉપાય યોગ્ય છે. પણ જે લોકો પોતાના કુટુંબીજનો સાથે ઘરે જ છે તેમના માટે લોકડાઉન તેટલું વસમું નથી પણ જે લોકો પોતાના કુટુંબીજનોથી દૂર છે, જેમનો આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે જેમને બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, જેવા લોકો પોતાના વતનથી દૂર છે તેવા લોકો માટે કફોડી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અને આવા લોકોમાં ભારતનો મજૂર વર્ગ સૌથી વધારે હાલાકી ભોગવી રહ્યો છે.

image source

આજે સમગ્ર ગુજરાતમાં તેમજ દેશના વિવિધ રાજ્યોમાં લાખોની સંખ્યામાં મજૂરો ફસાઈ ગયા છે તેઓ પોતાના વતન પાછા નથી ફરી શકતાં. પણ હવ તેમને તેમના વતનમાં પાછા મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને રાજકોટ પોલિસ પણ તેના માટે દિવસ રાત કામ કરી રહી છે.

રાજકોટ જિલ્લામાં રહેતા પરપ્રાંતિય મજૂરો હાલ પોતાના વતન પાછા ફરવા માટે આતુર બની ગયા છે. અને છેલ્લા થોડાં દિવસોથી સરકાર દ્વરાા આ મજૂરોને પોતાના વતન પાછા મોકલવા માટે ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. જો કોઈ મજૂરે પોતાના વતન પાછું જવું હોય તો તેમના માટે તંત્રની મંજૂરી લેવી ફરજીયાત છે. અને તેના માટે તેમના નામ, સરનામા અને તેની અરજીઓ કર્યા બાદ જ તેમને મંજૂરી મળી શકે તેમ છે. અને આવા જ મજૂરોની યાદી તૈયાર કરવા હાલ રાજકોટ પોલીસ દિવસ રાત કામ કરી રહ્યું છે.

image source

રાજકોટ પોલીસની છ જણની ટીમ મજૂરોનો ડેટા તૈયાર કરવામાં દીવસ રાત કામ કરી રહી છે

આ વિષે રાજકોટ પોલીસમાં ફરજ બજાવી રહેલા ACP એચ.એલ. રાઠોડ જણાવે છે કે ગોંડલ રોડ પર આવેલા એક સિવિક સેન્ટરમાં 6 પોલીસની ટીમ કલાકોના કલાકો કામ કરીને મજૂરોની યાદી તૈયાર કરી રહી છે. તેના માટે એક એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે જેમાં મજૂરનું નામ નાખતાં જ તેને લગતી દરેક વિગત તમારી સામે આવી જાય છે.

image source

મજૂરોએ તેમના વિસ્તાર પ્રમાણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રાંતમાં પાછા જવાની અરજી કરવાની રહે છે. તે બધી જ એપ્લીકેશન આ સેન્ટરમાં આવી જાય છે. અહીં બધી જ માહિતી આવ્યા બાદ તેના શોર્ટ લિસ્ટની પ્રક્રિયા કરવામાં આવે છે. કોમ્પ્યુટરની એપ્લિકેશનમાં મજૂરોનો ડેટા મુકવામાં આવે છે અને ગુગલ મેપની મદદથી તેઓ જે પ્રાંતના હોય તેની સૌથી નજીક આવેલા મુખ્ય રેલ્વે સ્ટેશનની માહિતી તેમને મળે છે. અને ત્યાં તે સ્ટેશનનુ નામ લખીને તેમને ત્યાં ઉતારવામાં આવે છે.

દીવસ-રાતની મહેનત કરીને 11271 મજૂરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું

image source

એચ.એલ રાઠોડ વધારામાં જણાવે છે કે રાજકોટના 50,366 મજૂરો ને પોતાના વતન પાછા જવાની છૂટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. અને તેમની યાદી બનાવવા માટે અમે કમિશ્નર સાહેબના ફરમાનથી છ માણસોની ટીમ તૈયાર કરી છે. જેમાં તેઓ પોતે, એએસઆઈ શિલ્પાબેન, પીઆઈ ગઢવી , પોલીસ કોન્સ્ટેબલ હિરેન, રાજેશ, હિતેશ હાર્દિક અને જયદીપસિંહ, તેમજ હડિયા તેમની ટીમમાં સુપરવિઝનનું કામ કરે છે.

image source

અત્યાર સુધીમાં તેઓ દ્વારા 3407 મજૂરોને તેમના પોતાના વતન મોકલી દેવામાં આવ્યા છે. હાલ તેમની પાસે 11,271 શ્રમીકોની યાદી તૈયાર છે. રાજ્ય સરકાર દ્વારા જેમ જેમ ટ્રેન ફાળવવામાં આવશે તેમ તેમ તૈયાર થયેલી યાદીમાંના મજૂરોને તેમના વતન પાછા મોકલવામાં આવશે. લોકડાઉનને જ્યારે બીજી વાર ખેંચવામાં આવ્યું ત્યાર બાદ મજૂર વર્ગ ભારે બેબાકળો બન્યો છે અને તેમને પોતાનું વતન યાદ આવ્યું છે. હાલ દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ તેમની છે માટે જ તેમને તેમના વતન પાછા મોકલવા જ એક યોગ્ય ઉપાય બચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત