એક સરખો સમય કોઈનો રહેતો નથી. પછી એ દુઃખનો હોય કે સુખનો, સમય વીતી જ જાય છે. પછી એ ટેલિવિઝન જગત હોય કે ફિલ્મ જગત, દરેક જગ્યાએ કલાકારોનો એક સમય હોય છે. પણ એ સમય હંમેશા હતો એમ નો એમ નથી રહેતો. એવું ભાગ્યે જ બનતું હોય છે કે એક વખતના સુપરહિટ બની ચૂકેલા સ્ટાર હંમેશા સુપરહિટ જ રહે, વખત જતા ક્યારેક આ સુપરહિટ કલાકારો ક્યાંક ખોવાઈ ગયા હોય એમ લાગવા લગે છે. તેમને પછી કામ પણ મળતું બંધ થઈ જાય છે. કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહિ આવે પણ આજે અમે તમને કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવીશું જે એક સમયે ખૂબ જ સુપરહિટ હતા પણ આજે એમને કામ પણ નથી મળતું.
આ 5 અભિનેત્રીઓ એમના સમયે ટેલિવિઝન પર છવાયેલી હતી, પણ આજે નાના મોટા કામ શોધી રહી છે.
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ ટીવી જગતમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેઓ એક સમયે તેમના જાદુથી આખા દેશમાંમાં છવાઈ ગઈ હતી, પણ જેમ જેમ સમય વીત્યો એમનો જાદુ પણ ઓસરતો ગયો, આ અભિનેત્રીઓને લાંબા સમય સુધી કોઈ કામ મળ્યું નહીં. અને આજે તેઓ નાના કામ માટે પણ વલખા મારી રહી છે.
રાગિની ખન્ના
વર્ષ 2008 માં સિરિયલ રાધા કી બેટીયા સાથે એક્ટિંગ ક્ષેત્રે પગ મુકનારી અભિનેત્રી રાગિની ખન્નાએ આ પછી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. રાગિનીએ સસુરલ ગેંડા ફૂલ, બાત હમારી પકકી, સપના બાબુલ કી બિદાઇ, એક હજારો મેં મેરી બહના જેવી ઘણી ટીવી સિરિયલોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું, એટલું જ નહીં તેણે કેટલાક ટીવી રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. પરંતુ ધીરે ધીરે રાગિની સીરિયલમાંથી ગાયબ થઈ ગઈ હતી અને હવે તેને લાંબા સમયથી કોઈ કામ મળ્યું નથી.
રાજશ્રી ઠાકુર
ઝી ટીવી શો સાત ફેરેમાં સલોનીનું જોરદાર પાત્ર ભજવનારી અભિનેત્રી રાજશ્રી ઠાકુરને બધાએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ, આ શો પછી, રાજશ્રીને તમે ભાગ્યે જ કોઈ શોનો ભાગ બનતી જોઇ હશે કારણ કે તેણે પડદાથી અંતર બનાવી લીધું હતું.
મૃણાલ કુલકર્ણી
18 વર્ષ પહેલાં, ટીવીની લોકપ્રિય સિરિયલ સોનપરીમાં, લોકો અને બાળકોને તેની સુંદરતા અને જાદુથી પાગલ બનાવનારી અભિનેત્રી મૃણાલ કુલકર્ણી પણ કેમેરા સામેથી જાણે ગાયબ થઈ ગઈ હતી. મૃણાલ કુલકર્ણીએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત ફક્ત 16 વર્ષની ઉંમરે કરી હતી. આ સમયે તે લગભગ 50 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હવે તે કામ કરી શકતી નથી. તમને જણાવી દઇએ કે તે અભિનેત્રી મમતા કુલકર્ણીની નાની બહેન છે.
તારા શર્મા
અભિનેત્રી તારાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ત્યાં સફળતા ન મળવાના કારણે તેણે ટીવીમાં પોતાનો રોલ ભજવ્યો હતો અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તારાએ ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કર્યા છે પરંતુ ઘણા સમયથી તારા શર્મા કોઈ શોમાં જોવા મળી નથી અને ન તો તેને કોઈ કામ મળી રહ્યું છે. આ સમયે, તે 41 વર્ષની થઈ ગઈ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે મોટે ભાગે શોમાં જોવા મળતી હતી.
શ્વેતા તિવારી
એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી શ્વેતા તિવારી ટીવી શો, રિયાલિટી શો અને કોમેડી શોમાં છવાઈ ગઈ હતી અને તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. સિરીયલ કસૌટી જિંદગી કીમાં તેમણે પ્રેરણાની જોરદાર ભૂમિકા ભજવી હતી અને આ કારણે લોકો તેમને પ્રેરણાના નામથી જ ઓળખતા થઈ ગયા હતા પરંતુ હવે તેઓ ટીવીની દુનિયાથી દૂર તેમના બાળકોની સંભાળ લે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત