લોકડાઉન ઇફેક્ટ: બોલીવૂડની આ દસ ફિલ્મો ડીજીટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે રિલિઝ

લોકડાઉનના કારણે બોલીવૂડની દસ ફિલ્મોને રિલિઝ કરવામાં આવશે ડીજીટલ પ્લેટફોર્મ પર

બોલીવૂડની આ ફિલ્મો હવે નહીં રિલિઝ થાય થિયેટર્સમાં થશે ઓનલાઈન રીલીઝ

image source

કોવીડ – 19ની વૈશ્વિક મહામારીના કારણે, સિનેમા ઘરોને લાંબા સમય માટે બંધ રાખવામાં આવશે. આ એક એવી જગ્યા હશે જેને ખોલવા માટે સરકાર તરફથી સૌથી છેલ્લી મંજૂરી મળશે. અને તેના કારણે મનોરંજન ઉદ્યોગને માઠી અસર થઈ રહી છે, કારણ કે મોટા ભાગની બોલીવૂડ ફિલ્મોની આવક સિનેમાઘરો પર જ આધારીત હોય છે. તેમ છતાં આ મહામારીને ધ્યાનમાં રાખતા બોલીવૂડની ઘણી બધી ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આમ થતાં સિનેરસિક લોકોને ઘરમાં જ લેટેસ્ટ ફિલ્મો જોવા મળી રહેશે. તો ચાલો અમે તમને જણાવીએ કે 2020માં કઈ કઈ બોલીવૂડ ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવનાર છે.

ગુલાબો સિતાબો

image source

ગુલાબો સિતાબોનું ટ્રેલર ગઈકાલે જ યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે અને તેને ખૂબ બધો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ સુજીત સીરકાર દ્વારા દીગ્દર્શીત કરવાં આવી છે જ્યારે તેને લખી છે જૂહી ચતુર્વેદીએ, આ ફિલ્મ મકાનમાલિક અને ભાડુઆતના રમુજી સંબંધો પર આધારીત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને એક ખખડધજ હવેલીના વૃદ્ધ માલિક તરીકે બતાવવામાં આવ્યા છે તો આયુષ્માન ખુરાના તેનો જુવાન ભાડુઆત બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 12મી જૂને રીલીઝ થવા જઈ રહી છે.

ઝુંડ

image source

આ ફિલ્મ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરતના ડીરેક્ટર નાગરાજ મંજુલે દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ એક પ્રોફેસરનું પાત્ર ભજવી રહ્યા છે જેઓ ગલીના ગરીબ બાળકોને ફુટબોલ ટીમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છે. આ એક પ્રેરણાત્મક ફિલ્મ હશે. હજુ સુધી આ ફિલ્મ કયા ડીજીટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામા આવશે તે વિષે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

લૂડો

image source

અનુરાગ બાસુ દ્વારા દીગદર્શીત લૂડો ફિલ્મ એક ડાર્ક એન્થોલોજી કોમેડી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાઓ, આદિત્ય રોય કપૂર, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શૈખ, પંકજ ત્રીપાઠી, રોહીત સુરેશ સરાફ, પર્લ માનેય અને આશા નેગી જેવા કાકારો જોવા મળશે. આ ફિલ્મ ચાર પેરેલલ સ્ટોરીલાઇન ધરાવે છે. આ ફિલ્મ નેટફ્લીક્સ પર રજૂ કરવામાં આવશે.

શકુંતલા દેવી

image source

આ ફિલ્મમા ટાઇટલ રોલની ભૂમિકા વિદ્યા બાલન ભજવી રહી છે, આ ફિલ્મમાં ગણિતશાસ્ત્રી શકુન્તલા દેવીની વાત વર્ણવવામાં આવી છે. તમને જણાવી દઈ કે શકુંતલા દેવીને હ્યુમન કપ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મનો વર્લ્ડ પ્રિમયર એમેઝોન પ્રાઇમ પર થશે.

ઇન્દુ કી જવાની

image source

આ ફિલ્મમાં કિયારા અડવાણી અને આદિત્ય સિલ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મ એક એવી સ્ત્રીના જીવન પર આધારીત છે જે ગાઝીયાબાદમાં રહે છે અને તેણીને ડેટીંગ એપ્સનો ખરાબ અનુભવ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ ફિલ્મ કયા ઓનલાઇન પ્લેટફોર્મ પર રજૂ થશે તેની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

લક્ષ્મી બોમ્બ

image source

આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભુમીકામાં જોવા મળશે આ ફિલ્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ મુની 2: કંચનાની રીમેક છે. આ એક કોમેડી હોરર ફિલ્મ છે. અક્ષય કુમારે જ્યારે આ ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું હતું ત્યારે લોકોને તે ખૂબ ગમ્યું હતું. બની શકે છે કે આ ફિલ્મને હોટસ્ટાર પર રિલિઝ કરવામાં આવે.

ખાલીપીલી

image source

આ ફિલ્મમાં અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે, આ એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ લોકો માટે એટલે પણ રસપ્રદ બની રહેશે કારણ કે આ ફિલ્મમાં અનન્યા અને ઇશાનની ફ્રેશ જોડી લોકોને જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રજૂ થઈ શકે છે.

ગુંજન સક્સેના

image source

આ એક બાયોગ્રાફીકલ ફિલ્મ હશે. જેમાં જાહ્નવી કપૂર ગુંજન સક્સેનાનો ટાઇટલ રોલ કરી રહી છે. ગુંજન સક્સેના ભારતની પ્રથમ ત્રણ મહિલા ફાયટર પાયલોટ્સમાંની એક છે. કાર્ગીલ વોર દરમિયાન તેણીએ કેટલાક રેસ્ક્યુ મિશન કર્યા હતા જેમાં તેણીએ ઘવાયેલા ભારતીય જવાનોને બચાવ્યા હતા. આ ફિલ્મની રીલીઝ બની શકે કે નેટફ્લીક્સ પર કરવામાં આવે.

શિદ્દત – જર્ની બેયોન્ડ લવ

image source

આ ફિલ્મમાં રાધીકા મદાન, ડાયેના પેન્ટી, સની કૌશલ અને મોહિત રૈના મુખ્ય ભુમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મના નામ પરથી તો આ એક ઉગ્ર રોમેન્ટિક ફિલ્મ લાગી રહી છે. જો કે હજુ સુધી આ ફિલ્મ કયા ડીજીટલ પ્લેટફોર્મ પર રજૂ થશે તેની કોઈ જાણકારી મળી શકી નથી. આ ફિલ્મનું ડીરેક્શન કુનાલ દેશમુખ કરી રહ્યા છે.

મીમી

આ ફિલ્મ નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ માલા આઈ વહાયચી ! ની રીમેક છે. જેમાં મીમી એટલે કે ક્રીતી સેનોન સરોગેટ માતાની ભુમિકા ભજવી રહી છે. કહેવાય છે કે આ રોલ માટે ક્રીતી સેનને 15 કીલો વજન વધાર્યું છે. શક્યતા છે કે આ ફિલ્મને હોટસ્ટાર પર રજૂ કરવામાં આવે.

image source

તો અમને જણાવો તમે કઈ ફિલ્મની સૌથી વધારે રાહ જોઈ રહ્યા છો. જો કે એટલું તો કહેવું જ પડશે કે ફિલ્મોને મોટા પરદા પર જોવાની જે મજા આવે છે તે ઘરના મોટા ટીવી સ્ક્રીન પર પણ જોવાની મજા નથી આવતી. પણ રોગચાળાને ધ્યાનમાં રાખતાં આપણે બધાએ મનોરંજન ઘરે જ મેળવવું પડશે.

Source: idiva

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત