Site icon News Gujarat

થાઈલેન્ડમાં હનીમૂન માટે તો ગયા, પણ પત્નીને રાત્રે જાણ થઇ કે તેનો પતિ નામર્દ છે અને પછી…

હાલમાં અમદાવાદથી એક પતિ પત્નીનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે આ કિસ્સો કંઈક અલગ છે. લગ્ન પછી પતિની હકીકત ખબર પડી અને ઘરમાં મોટો હોબાળો થઈ ગયો હતો. તો આવો જોઈએ કે આ ઘટના શું છે. મળતી વિગત પ્રમાણે હાંસોલમાં લગ્ન કરીને સાસરીમાં આવેલી પરિણીતાનો પતિ સુહાગરાતે જ પત્નીથી દૂર રહ્યો હતો. લગ્ન બાદ સતત દૂર રહેતા પતિ અંગે પરિણીતા સતત વિચાર કરતી હતી. આ દરમિયાન દંપતી હનીમૂન માટે થાઇલેન્ડના ફુકેત ખાતે ગયું હતું. જ્યાં પતિ નામર્દ હોવાની જાણ પત્નીને થઈ હતી.

image source

જો કે પત્ની પોતાની રીતે પ્રયત્ન કરતી અને પત્નીએ પતિને શારીરીક તપાસ કરાવવા માટે સલાહ આપી હતી. જો કે પતિ તપાસ કરાવવાનું ટાળતો અને પત્નીને શારીરીક સુખથી વંચિત રાખતો. એટલું જ નહીં પણ આ સાથે જ પતિ પત્નીને હેરાન કરી મારઝૂડ કરતો હતો. પોતે બાળપણમાં બાલ્કનીમાંથી પડી ગયો ત્યારે ગુપ્તભાગે ઈજા થઈ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ નપુંસકતા આવી ગઈ હતી. હવે આ સમગ્ર મામલે સસરા અને પતિ વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો મુજબ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરી છે. હાંસોલ વિસ્તારમાં રહેતી પરિણીતા સેજલ (નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ મુજબ નવેમ્બર-2018માં તેના લગ્ન સામાજીક રિવાજ મુજબ હાંસોલ ખાતે રહેતા આદિત્ય (નામ બદલ્યું છે) સાથે થયા હતા.

image source

તેમાં કહેવામાં આવ્યું હતું કે સુહાગરાતે પતિએ શારીરિક સબંધ બાંધવાનું ટાળ્યું હતું. તે પછી પણ પતિ પત્નીથી દૂર ભાગતો હતો. હનીમૂનમાં ગયા ત્યાં પણ પતિએ સમાગમ કરવાનો ઇન્કાર કર્યો હતો. જો કે સેજલે પોતાની ઈચ્છા સંતોષવા પહેલ કરી પણ પતિ કઈ કરી શકતો ન હતો. શિલાજીત ટેબ્લેટ લેવા છતાં પતિ સમાગમ ના કરી શકતા પત્નીએ તપાસ કરાવવા કહ્યું હતું. આ બાબતે સાસુને વાત કરતા તેઓ અગાઉથી જાણતા હોવાનું સેજલને ખબર પડી હતી.

image source

કેહવામાં આવી રહ્યું છે કે, આ પતિએ પણ પોતે બાળપણમાં પડી જતા ગુપ્તભાગે ઓપરેશન કરાવ્યું હતું. તે પછી પોતાનામાં નપુંસકતા આવી ગયાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ ઘરકામ બાબતે સાસુ-સસરા ત્રાસ આપતા હતા. પિતાને ઘરેથી દહેજ લાવવા તમામ લોકો દબાણ કરતા હતા. સસરા તેમનો પુત્ર નામર્દ હોવાનું જાણતા હોવા છતાં સેજલ સાથે તેના લગ્ન કરાવી વિશ્વાસઘાત કર્યો અને દહેજની માંગણી સહિતની કલમો મુજબ ફરિયાદ કરી હતી. ત્યારે હવે આ કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો પતિ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

image source

આ સિવાયનો એક કિસ્સો પણ જોરદાર ચર્ચામાં આવ્યો હતો કે લગ્નના બીજા દિવસે નવ-નવતર કન્યાએ તેના પતિને નામર્દ કહીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ જ્યારે ફોક્ટરની વરરાજા દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તે પુરુષ બની ગયો હતો. તેના હોશ ઉડી ગયા. તેમની પાસેથી 20 લાખ રૂપિયા દહેજ લીધા હતા અને લગ્નમાં પણ ખર્ચ કર્યો હતો. જબલપુરના ખામપુર વિસ્તારના લાલમતી વિસ્તારમાં રહેતી સાધના દ્વિવેદી દ્વારા લગ્નના બીજા દિવસે અભિષેક તિવારીને માવજત કરવાના સનસનાટીભર્યા આરોપના કેસમાં પોલીસે કરેલી તબીબી તપાસમાં અભિષેક તિવારીનો પુરૂષ હોવાનું બહાર આવ્યું છે.

image source

આ કેસમાં પોલીસે અભિષેક દ્વારા પોતાના સ્તરે આપેલા મેડિકલ રિપોર્ટને યોગ્ય માન્યો ન હતો અને તેની પુરૂષ બનવાની ક્ષમતા અને બાળકો હોવાની તબીબી બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાધના દ્વિવેદી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો યોગ્ય હોવાનું જાણવા મળ્યું નથી. દુલ્હન સાધના દ્વિવેદીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અભિષેક તિવારી, જેણે નપુંસક હતા, તેને તેના પરિવારના સભ્યો પાસેથી છુપાવ્યો હતો અને દહેજ અને લગ્નમાં તેમની પાસેથી 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે આ રહસ્ય હનીમૂન પર ખુલ્યું ત્યારે સાધના દ્વિવેદીએ તેના પરિવારને આ બાબતની જાણકારી આપી અને ત્યારબાદ 6 જૂને યોજાનારા રિસેપ્શનને રદ કરવું પડ્યું. જેના કારણે લગ્ન સમારંભમાં છેતરપિંડી કેમ કરવામાં આવી તે અંગે બંને પક્ષ વચ્ચે બે દિવસ ઝઘડો થયો હતો. ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version