Site icon News Gujarat

રંગ ઝાંખો થાય તે પહેલા મોંઘવારીનો આંચકો, અમુલ, મધર મિલ્ક પછી સાંચીનું દૂધ લીટરદીઠ 5 રૂપિયા મોંઘુ થયું

મધર મિલ્ક અને અમુલ પછી હવે વધુ એક કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગ્યો છે. દૂધના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે હોળીનો તહેવાર હજુ પૂરેપૂરો શમ્યો નથી. આ વધારો ભોપાલ દૂધ સંઘે કર્યો છે. સાંચી દૂધના ભાવમાં 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધીનો મોટો વધારો કરવામાં આવ્યો છે.

સોમવારથી લાગુ થશે નવી કિંમતો

ભોપાલ દૂધ સંઘે જણાવ્યું છે કે, દૂધના ભાવમાં આ વધારો 21 માર્ચ(સોમવાર)થી લાગુ થશે. જો કે, હાલમાં એડવાન્સ કાર્ડ ધારકોએ જૂના દરે ચૂકવણી કરી હોવાથી 15 એપ્રિલ સુધી જૂના દરે દૂધ મળશે.

દૂધ સંઘના જણાવ્યા પ્રમાણે એડવાન્સ કાર્ડ ગ્રાહકોએ 21 માર્ચથી લાગુ થતા નવા દરની ચૂકવણી કરવાની રહેશે નહીં અને 15 એપ્રિલ સુધી તેઓને જૂના ભાવે દૂધ મળતું રહેશે. ત્યારબાદ 16 એપ્રિલથી તેમને પણ નવા ભાવ હેઠળ દૂધ આપવામાં આવશે.

image source

કેટલું મોંઘુ થયું દૂધ

ફુલ ક્રીમ દૂધનું 500MLનું પેકેટ અત્યારે રૂ.27માં મળી રહ્યું છે તે સોમવારથી રૂ.29માં મળશે.

ફુલ ક્રીમ દૂધ એક લીટરનું પેકેટ અત્યારે 53 રૂપિયામાં મળી રહ્યું છે જે સોમવારથી 57 રૂપિયામાં મળશે.

સ્ટેંડર્ડ દૂધ (શક્તિ) 500MLનું પેકેટ 25 રૂપિયાના બદલે હવે 27 રૂપિયામાં મળશે.

ટોંડ દૂધ (તાજા) 500MLનું પેકેટ 22 રૂપિયાના બદલે હવે 24 રૂપિયામાં મળશે.

ડબલ ટોંડ દૂધ(સ્માર્ટ) 500MLનું પેકેટ 20 રૂપિયાથી વધીને હવે 22 રૂપિયાનું થઈ ગયું છે.

ડબલ ટોંડ દૂધ(સ્માર્ટ) 200MLનું પેકેટ હવે 9ના બદલે 10 રૂપિયામાં મળશે.

આ સિવાય તમારે સોમવારથી ચાહ દૂધના એક લિટરના પેકેટ માટે 53 રૂપિયા ચૂકવવા પડશે જે હાલમાં 48 રૂપિયામાં મળે છે. ચાય સ્પેશિયલ દૂધ માટે સોમવારથી 43ના બદલે 47 રૂપિયા ચૂકવવા પડશે.

Exit mobile version