શું તમે જાણો છો ટ્રેનના અલગ અલગ રંગના ડબ્બાઓ શું સૂચવે છે? આ રહી જાણવા જેવી માહિતી

રેલવેમાં લગભગ સૌ કોઈએ મુસાફરી કરી જ હશે. રેલવે ભારતના ગરીબ, મધ્યમ અને ધનિક એમ ત્રણેય વર્ગના લોકો માટે ઉપયોગી પરિવહન છે. રેલવે વિષે ઘણી એવી બાબતો છે જે આપણને તરત સમજાતી નથી. દાખલા તરીકે તેના પીળા સાઈનબોર્ડ, ટ્રેક પર લગાવેલા વિવિધ નિશાનો વાળા સાઈનબોર્ડ વગેરે..

image source

આવી જ એક બાબત એ પણ છે કે દરેક ટ્રેન એક જ રંગની નથી હોતી પરંતુ અલગ અલગ રંગની પણ હોય છે. ઘણા ખરા લોકો ટ્રેનોના રંગ વિશે બહુ ઓછું જાણે છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે અલગ અલગ ટ્રેનના રંગો અને તેની ઓળખ વિષે જાણીશું.

પરંતુ એ પહેલા ભારતીય રેલવે વિષે થોડી જનરલ નોલેજ જેવી માહિતી જાણી લઈએ.

image source

જો તમે કદાચ ન જાણતા હોય તો જણાવી દઈએ કે ભારતીય રેલ સેવા એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને સરકારી માલિકી ધરાવતું વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે તંત્ર છે. ભારિતય રેલવેની સૌથી રોચક વાત એ છે કે ભારતીય રેલવેના ટ્રેક એટલી બધી લંબાઈ ધરાવે છે કે જો તમામ ટ્રેકને એક સીધી લાઈનમાં ગોઠવી દેવામાં આવે તો તેની લંબાઈ પૃથ્વીના આકારથી પણ દોઢ ગણી વધારે થાય.

image source

તમને ખબર છે કે ભારતની સૌથી ધીમી ચાલતી ટ્રેન કઈ છે ? તો તેનો જવાબ છે મેટ્ટુપલાયમ ઓટ્ટિનીલગીરી પેસેન્જર ટ્રેન જે પહાડોની વચ્ચેથી ચાલે છે અને તેની ગતિ માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાકની છે.

image source

હવે મૂળ વાત પર આવીએ કે ટ્રેનના અલગ અલગ રંગના ડબ્બા અસલમાં શું સૂચવે છે અને રંગોના આધારે તેનો શું અર્થ થાય છે. તમે જોયું હશે કે મોટાભાગની ટ્રેનના ડબ્બાનો રંગ વાદળી હોય છે. વાદળી રંગના ડબ્બાનો અર્થ એ થાય છે કે તે ICF કોચ છે એટલે કે તેની ગતિ 70 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ પ્રકારના ડબ્બાઓ મેલ એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનોમાં હોય છે.

image source

ICF એટલે કે AC ટ્રેનોમાં કોચ લાલ રંગના હોય છે અને આ પ્રકારના કોચ AC ટ્રેનોમાં જ જોડાયેલા હોય છે જેમ કે રાજધાની એક્સપ્રેસ.

લીલા રંગના કોચનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનમાં થાય છે. અને ભૂરા રંગના કોચનો ઉપયોગ મીટરગેજ ટ્રેનોમાં થાય છે. બીલીમોરા વાઘાઈ પેસેન્જર ટ્રેન એક નેરો ગેજ ટ્રેન છે જેના ડબ્બા આછા લીલા રંગના હોય છે જો કે તેમાં ભૂરા રંગના ડબ્બા પણ જોડાયેલા હોય છે.

image source

વળી, અમુક રેલવે ઝોને પોતાની રીતે જ રંગોને વહેંચેલા છે. જેમ કે મધ્ય રેલવેની અમુક ટ્રેનો સફેદ, લાલ અને વાદળી કોચ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત