Site icon News Gujarat

શા માટે વૃક્ષોના થડિયા પર લાલ અને સફેદ રંગ કરવામાં આવે છે? એક નાગરિક તરીકે તમારા માટે આ જાણવું જરૂરી છે

સામાન્ય રીતે આપણો ટુ-વ્હિલર કે પછી ફોર-વ્હિલર ડ્રાઈવ કરતાં હોઈએ છીએ ત્યારે આપણી નજર હંમેશા રસ્તા પર જ રહે છે અને આજુબાજુની ઘણી બધી વસ્તુઓ આપણા ધ્યાનમાં નથી આવતી અથવા તે આપણે વાહન ચલાવતા હોવાથી આપણે તેના પર ધ્યાન નથી આપી શકતાં. પણ જ્યારે ક્યારેય આપણે વાહન નથી ચલાવી રહ્યા હોતા અને તેની સવારી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આસપાસની ફુટપાથો પર આપણું ધ્યાન ચોક્કસ જાય છે અને તે વખતે ઘણી બધી બાબતો આપણાંમાં કૂતુહલ જન્માવે છે.

આપણને એવા રસ્તાઓની મુસાફરી કરવી ખુબ ગમતી હોય છે જ્યાં ભરપુર પ્રમાણાં રસ્તાની બન્ને બાજુએ ઉંચા ઉંચા ઘટાદાર ઝાડ વાવેલા હોય. આ રસ્તાઓ પર ચાલવાની, સાઈકલ ચલાવવાની કે પછી ગાડી ચલાવવાની પણ એક અલગ જ મજા આવે છે.

જ્યારે રસ્તાઓ પર આપણે ફરતા હોઈ છીએ ત્યારે ઘણા લોકોને એ કુતુહલ થતું હશે કે વૃક્ષો પર બે પ્રકારના એટલે કે ધોળા અને લાલ રંગ શા માટે કરવામા આવે છે ? તમને પણ આ પ્રશ્ન ચોક્કસ થતો જ હશે. તો ચાલો જાણીએ આ પાછળના કારણ વિષે.

જે જે વૃક્ષોના થડ પર ધોળો રંગ કરવામા આવ્યો હોય છે તે તે વૃક્ષો સરકારની સંપત્તિ છે તેવો સંદેશો આપે છે અને સાથે સાથે તે સંદેશો પણ આપે છે કે તેને તમે કાપી ન શકો. તે અંગેનો નિર્ણય માત્રને માત્ર સરકાર જ લઈ શકે. સાથે સાથે આ વૃક્ષના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ સરકારના વનવિભાગની હોય છે.

સામાન્ય રીતે ઝાડના થડિયાને બે રંગ સફેદ અને લાલમાં પેઇન્ટ કરવામાં આવે છે. ભારતના ખાસ કરીને શહેરોમાં વૃક્ષોને રસ્તાઓની બાજુ પર આવેલી ફુટપાથો પર ઉગાડવામાં આવ્યા છે અને આ વૃક્ષ ધીમે ધીમે મોટા થઈને તેની હદથી બહાર વિકસે છે કેટલીકવાર તો ફુટપાથ તોડીને રસ્તાઓ પર પણ વિકસી જાય છે. માટે રાત્રી દરમિયાન અકસ્માતને રોકવા માટે પણ ઝાડના થડિયાઓ પર સફેદ રંગ રંગવામાં આવે છે. તો વળી ક્યાંક તેને લાલ રંગના પણ રંગવામા આવે છે.

આ ઉપરાંત તેનો એક બીજે ઉદ્દેશ તેની સુરક્ષાનો છે. હા, જે વૃક્ષો યુવાન છે એટલે કે હજુ વિકસી રહ્યા છે. તેના કુણા થડિયામાં તીરાડ ન પડે, તેના ટુકડા ન થાય. આ ઉપરાંત તેના પર જો કોઈ જીવાત લાગી હોય તો તે તરત જ દેખાઈ જાય તેના માટે પણ કેટલીક જગ્યાઓએ ઝાડના થડિયાને સફેદ રંગમાં રંગવામાં આવે છે.

આ ઉપરાંત કેટલીક જગ્યાઓએ ફળ આપતા જે વૃક્ષો હોય તેને ગરમી અને સૂર્યના પ્રખર તાપથી બચાવવા માટે પણ સફેદ રંગે રંગવામા આવે છે. તો વળી કેટલીક જગ્યાએ તો આ ધોળા રંગમાં, લીંબુનું પાણી પણ મિક્સ કરવામાં આવે છે તેને વિવિજ જાતની જીવાતોથી બચાવવા માટે. આ સિવાય ખાસ કરીને એવી જગ્યાઓ જ્યાં અત્યંત ઠંડુ વાતાવરણ હોય અને પછી થોડા ક સમયમાં અત્યંત ગરમ વાતાવરણ થવાનું હોય તો ત્યારે પણ આવા આકરા હવામાનની અસર વૃક્ષ પર ન પડે અને સંતુલિત તાપમાન તેને મળે તેના માટે પણ થડિયાને ધોળા રંગે રંગવામાં આવે છે.

Exit mobile version