એમ્સ ચીફનું કોરોનાની ત્રીજી વેવને લઈને મહત્વનું નિવેદન, જાણો શું આપી ચેતવણી

દેશમાં ચાલી રહેલા કોરોનાથી કોણ અજાણ છે, દરેક વ્યક્તિ આ વિષે ઘણું જાણે છે. એક વેવ, બીજી વેવ અને હવે ત્રીજી વેવ. વ્યક્તિ આ સમયમાં ખુબ જ ડરી-ડરીને રહે છે. જે લોકોએ રસી લીધી છે, તેઓનો કોરોનાનો ખતરો ઘણો ઘટી ગયો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓને કોરોના થશે જ નહીં. કોરોના દરેકની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે.

image source

કોરોનામાં કેટલાય લોકોને ઘણા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ કોરોના ક્યારે સમાપ્ત થશે એ કોઈ કહી શકતું નથી, પણ હા જો તમે ત્રીજી વેવ દરમિયાન કાળજી લેશો, તો તમે કોરોનાથી બચી શકશો એ શક્યતા છે. અત્યારે કોરોનાની ત્રીજી વેવના ચર્ચા દરેક જગ્યાએ ચાલી રહ્યા છે. આ સમય દરમિયાન તમારે તમારી અને તમારા પરિવારની વિશેષ કાળજી લેવી જોઈએ. જેથી તમને કોઈ નુકસાન ન થાય.

‘કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે’

શું ખરેખર દેશમાં કોરોનાની ત્રીજી વેવ આવી રહી છે અથવા શું ખરેખર તેને ટાળી શકાય છે ? એમ્સ ચીફ એ ફરી એકવાર આ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમના જણાવ્યા મુજબ, જો આપણે કોરોના પ્રોટોકોલને યોગ્ય રીતે અનુસરીએ, તો આ રોગચાળાની ત્રીજી વેવને ટાળી શકાય છે અથવા તેને સંપૂર્ણ રીતે દૂર પણ કરી શકાય છે.

image source

‘ત્રીજી વેવ ક્યારે શરુ થશે, એ કહી શક્ય નહીં’

એમ્સ ચીફના જણાવ્યા મુજબ, ‘વાયરસ કેટલું જોખમી હશે તે વિષે કશું કહી શકાતું નથી, પરંતુ એવું લાગે છે કે આવતા મહિનામાં વાયરસ એટલા નાટકીય રીતે પરિવર્તન કરશે નહીં. સેરો સર્વે અનુસાર, લોકોમાં રોગપ્રતિકારક શક્તિની પૂરતી માત્રા છે. તેથી જ કોરોનાની ત્રીજી વેવ ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.

‘કોરોનાની ત્રીજી વેવ કેવી રીતે ટાળી શકાય’

એમ્સ ચીફએ કહ્યું કે જ્યાં સુધી દેશમાં દરેક વ્યક્તિને રસી ન મળે ત્યાં સુધી લોકોએ વધુ ભીડ અને બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે જો આપણે કોરોના વાયરસ પ્રત્યે થોડા ગંભીર થશુ, તો રોગચાળાની ત્રીજી વેવને વધુ ટાળી શકાય છે અથવા તો તેને સંપૂર્ણ રીતે દૂર પણ કરી શકાય છે.

‘સપ્ટેમ્બરમાં બાળકોને કોરોના રસી મળશે’

એમ્સના ડિરેક્ટરએ કહ્યું કે જ્યાં સકારાત્મકતાનો દર ખૂબ ઓછો આવ્યો છે ત્યાં શાળાઓ ખોલવામાં આવી શકે છે. સરકારે ધોરણસર શાળાઓ ખોલવી જોઈએ. તેમણે કહ્યું કે બાળકો માટે કોરોના રસી સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે. રસી સાથે, બાળકોને કોરોનાવાયરસ સામે લડવા માટે એક મોટું શસ્ત્ર મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!