Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને ભાગ્યયોગે ઉઘરાણી આવકનાં સંજોગ સુધરે

*તારીખ ૧૯-૧૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દેવ દિવાળી,ભીષ્મ પંચક વ્રત સમાપન,તુલસી વિવાહ સમાપ્તિ,ધાત્રી પૂજન,પુષ્કર મેળો અજમેર,ગુરુ નાનક જયંતિ, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ(ભારતમાં નહિ દેખાય માટે પાળવાનું નથી).

*મેષ રાશિ*

ખર્ચ વ્યય વધે. વ્યવસાયિક લાભ વિલંબિત જણાય.મનની મુંજવણ દૂર થાય.સફળતાં ની આશા રહે.

*વૃષભ રાશી*

ધીરજ ની કસોટી થતી જણાય. સામાજીક પ્રસંગના સંજોગ. નોકરી વ્યવસાયિક માં પ્રગતિ ની તક.હરિફ વિરોધની કારી ન ચાલે.

*મિથુન રાશિ*

સમજીવિચારી ને ચાલવું.વિલંબ વિઘ્નબાદ પ્રગતિ.સંતાન અંગે મુંજવણ બનેલી રહે.ગૃહજીવન માં સંવાદિતા.મુલાકાત ફળદાયી બને.

*કર્ક રાશિ*

માનસિક ટેન્શન હળવું થાય. પ્રયત્નો વધારવા પડે.તણાવ દૂર થાય.ઉતાવળા નિર્ણય ટાળવા. બિનજરૂરી ખર્ચ ટાળવા.

*સિંહ રાશી*

પ્રણવ નો ઉન્માદ વધતો જણાય. વ્યવસાયિક સાનુકૂળ સંજોગ બને.લાભની આશા ઠગારી નિવડતી જણાય.

*કન્યા રાશિ*

માનસિક અજપાં માં રાહતનાં સંજોગ.નિરાશા દૂર થતી જણાય. ભાગ્યયોગે ઉઘરાણી આવકનાં સંજોગ સુધરે.આરોગ્ય સુધરતું જણાય

**તુલા રાશ*

વાણીવર્તનમાં ગેરસમજ રહે. ભરોસો ભારે પડે.નોકરી વ્યવસાય માં સાવધાની બની રહે.દિવસ ધીરજ થી પસાર કરવો.ખોટા ખર્ચ થી જાળવવું.

*વૃશ્ચિક રાશિ* :-

પારિવારીક સમસ્યા સુધરતી જણાય.મહત્વનાં કામકાજ આગળ ધપાવી શકો.ગૃહ વિવાદ ટાળવો.આશાસ્પદ સંજોગ બને.

*ધનરાશિ*

પ્રવાસ મુસાફરી ના સંજોગ. પારિવારીક વાતાવરણ ઉલ્લાસમય બને.સમસ્યા દૂર કરી શકો.લાભ દૂર જતો જણાય. પ્રવાસ ફળે.

*મકર રાશિ*

મનની મુંજવણ થશે.કૌટુંબિક પ્રશ્ન હલ થાય.માનસિક ઉદ્વેગ જણાય.બિનજરૂરી ખર્ચ ટાળવો. બિમારી અંગે સાવધ રહેવું.

*કુંભરાશિ*

લેણદાર ઉઘરાણી તરફથી તકાદો રહે.કૌટુંબિક સમસ્યા હલ થતી જણાય.સ્નેહી મિત્ર નો સહકાર મળે.ચિંતા હળવી બને.

*મીન રાશિ*

સાનુકૂળ સંજોગ માટે વિખવાદ ટાળવો.પ્રયત્નો ફળદાયી બને. માનસિક અજંપો દૂર થાય. અકસ્માત સંજોગથી સંભાળવું.

Exit mobile version