Site icon News Gujarat

UIDAIએ એડ્રેસ અપડેટ કરવા માટે આ સુવિધા બંધ કરી, જાણો હવે શું હશે નવી પ્રોસેસ અને કેવી રીતે થશે ફાયદો

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ ધારકોની સગવડ માટે કોઈ પુરાવા વગર સરનામું બદલવાની રાહત આપી હતી. ઓથોરિટીએ ટ્વિટ કર્યું કે હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. UIDAI એ ટ્વિટ કર્યું હતું કે એડ્રેસ વેલિડેશન લેટર સુવિધા આગામી આદેશ સુધી બંધ છે. તેથી, હવે તમામ નાગરિકોએ પોતાનું સરનામું બદલવા માટે અગાઉ આપેલી યાદીમાં કોઈપણ એક દસ્તાવેજ આપવો પડશે.

image soucre

UIDAI અનુસાર, આ સુવિધા બંધ થવાથી તે લોકો માટે સમસ્યા ઉભી થશે જેમની પાસે સરનામું અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. તો તમે આધાર કાર્ડમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને પદ્ધતિઓ દ્વારા પુરાવા મારફતે તમારું સરનામું અપડેટ કરી શકો છો. ઓનલાઇન એડ્રેસ અપડેટ માટે, તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ ssup.uidai.gov.in/ssup/ પર જવું પડશે. તો ચાલો અમે તમને જણાવીએ કે સરનામું ઓનલાઇન કેવી રીતે અપડેટ કરી શકાય.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

image soucre

>> UIDAI વેબસાઇટ પર જાઓ અને ‘પ્રોસીડ ટુ અપડેટ આધાર’ પર ક્લિક કરો.

image soucre

જો તમને આધાર અંગે કોઈ અન્ય સમસ્યા હોય, તો તમે હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને પૂછી શકો છો. આ તમારી દરેક સમસ્યા દૂર કરશે અને તમારા સવાલોના જવાબ આપશો. આધાર અત્યારે દરેક જગ્યાએ ખુબ જ જરૂરી છે. તમે કોઈપણ જગ્યાએ મુસાફરી કરો, ત્યાં પણ તમારે પહેલા તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે. આ એક પ્રકારનું ઓળખ કાર્ડ છે, જે તમારી ઓળખ આપે છે. તમે ટ્રેન, બસ અથવા પ્લેનમાં જાવ છો, ત્યાં પહેલા તમારી પાસે આધાર કાર્ડ માંગે છે. તેથી જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય, તો પછી તરત જ આધાર કાર્ડ કરાવો અથવા તમારા આધાર કાર્ડમાં કોઈ બદલાવ કરાવવા છે, તો સમયસર કરાવી લો. નહીં તો તમને સમસ્યા થઈ શકે છે.

Exit mobile version