વધતા કોરોના કેસને જોઈ AMCનો નિર્ણય, 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ, માણેકચોક-રાયપુર પણ બંધ

નેતાઓની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ અને મેચ પણ હવે પુરી થવા આવી છે. કોરોનાના કેસ પણ હવે માતેલા સાંઢની જેમ વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે નવા સમાચાર સામે આવી રહ્યાં છે અને લોકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાત જાહેર થતાં જ લોકોમાં હાહાકાર મચી ગયો છે અને લોકો રોષે ભરાયા છે

image source

આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં હવેથી રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

જો હાલની વાત કરીએ તો શહેરના લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી કોવિડ-19 વેક્સિન આપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

જો આપણે એક અઠવાડિયાં પહેલાંની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અચાનક મૌખિક આદેશથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાના બહાના હેઠળ રાત્રે 8 વાગે કોરોના જ્યાં વકરી રહ્યો છે તે 8 વોર્ડના નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુર વગેરે વિસ્તારમાં રેસ્ટોરાં બંધ કરાવી દીધા હતા. આ સિવાય બીજી એક મહત્વની વાત કરીએ તો આ કેસોનું વોર્ડ વાઈઝ અવલોકન કરતા નીચે જણાવેલ વોર્ડમાં અન્ય વોર્ડની સરખામણીમાં વધારે કેસો નોંધાયેલા છે.

image source

જો આ આઠ વોર્ડની વાત કરીએ તો બધા વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે.

image source

આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ એકબાજુ કોરોનાના વધી રહેલા કેસોને લઈ 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર તથા રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ શહેરમાં ટી-20 મેચ પણ યોજાઈ રહી છે. જેને લઈને પણ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!