Site icon News Gujarat

થર્ટી ફર્સ્ટની મોજ ભારે પડી, વડોદરા પાસે બંગલોઝમાં 7 કોલેજિયન યુવક-યુવતી સહિત 9 રંગે હાથ ઝડપાયા

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ આ વખતે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં ઉજવણી પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો અને લોકોને 8 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં અમુક શોખીનો ન સુધરે અને તેના કારનામા કરતાં જ રહે છે. ત્યારે આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે કંઈક આવું જ જોવા મળ્યું હતું વડોદરામાં, તો આવો વિગતે વાત કરીએ તો આ કિસ્સો કંઈક એવો છે કે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થ્રીડી પાર્ટી મનાવી રહેલા વડોદરાનાં 7 કોલેજિયન યુવક-યુવતી સહિત 9 વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.

image source

મળતી માહિતી પ્રમાણે આ બંગલામાં ડી.જે. તાલે દારૂની ચાલી રહેલી મહેફિલમાં પોલીસે દરોડો પાડતાં જ મહેફિલ માણી રહેલાં યુવાનો અને યુવતીઓનો દારૂનો નશો ઊતરી ગયો હતો. વડોદરામાં પોલીસની ઘોંસ હોવાથી વડોદરાનાં યુવક-યુવતીઓ વાઘોડિયા તાલુકામાં થર્ટીફર્સ્ટ ડિસેમ્બર મનાવવા માટે ગયાં હતાં. આ વિશે PSI એ.જી. પરમારને માહિતી મળી હતી કે, રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે.

image source

બસ જ્યારથી જ પરમારને આ માહિતી મળી પછી આ માહિતીના આધારે હેડ કોન્સ્ટેબલ મશુલભાઇ કલાભાઇ સહિતનો સ્ટાફ બંગલા પર પહોંચી ગયો હતો. બંગલાને કોર્ડન કરીને દરવાજો ખોલતી તપાસ કરતા મ્યુઝિકના તાલે 6 યુવાનો અને 3 યુવતીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા અને જે રંગે હાથ ઝડપાયા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને સ્થળ પરથી પ્લાસ્ટિકના ગ્લાસ, ભારતીય બનાવટની દારૂની ચાર બોટલ બકાર્ડી રમ અને અબ્સોલ્યૂટ વોડકા સહિતની બોટલો પણ મળી આવી હતી. આ સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસે દારૂની મહેફિલ માણી રહેલાં યુવક અને યુવતીઓની ધરપકડ કરવા સાથે 9 મોબાઇલ ફોન, ભારતીય બનાવટની ચાર દારૂની બોટલ, 8 પ્લાસ્ટિકના ગ્લાસ, બ્રેઝા કાર, BMW કાર અને મ્યુઝિક સિસ્ટમ મળી કુલ રૂપિયા 17,55,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

image source
image source

આ બધાની પોલીસે અટકાયત કર્યાં બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ સામે દારૂની મહેફિલ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે વડોદરામાં આ કેસની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને યુવક-યુવતીઓના માતા પિતા પણ ઠપકો આપી રહ્યા છે અને આવી શર્મસાર ઘટના પછી લાલચોળ થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version