વાહ વાહ, ગરીબ બાળકોને 10 રૂપિયામાં ટ્યૂશન અને મહિલાઓને ફ્રીમાં સેનિટરી પેડ, દંપતી કરી રહ્યું છે સેવાનું કામ

માનવતા હજુ જીવે છે એના ઘણા ઉદાહરણો આપણે જોયા છે અને રોજ કોઈને કોઈ ખુણેથી આવી અનેક પોઝિટીવ સ્ટોરી સામે આવતી રહે છે. ત્યારે લોકોને મદદ કરવી એ આપણી ફરજ છે. કારણ કે ભગવાને આપણે સક્ષમ બનાવ્યા તો બીજા માટે આપણે કંઈક કરવું પડશે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળથી. પણ પેહલા એ વાત કરીએ તો પશ્વિમ બંગાળમાં ચાના બગીચાવાળા ઉત્તરીય વિસ્તારમાં આદિવાસીઓની સંખ્યા વધુ છે. અહીં કામ કરનારા લાંબા સમયથી જીવનની મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છે. અનેક ચાના બગીચાઓ બંધ પડ્યા છે. કોરોનાના કારણે મહિનાઓ સુધી ચાલેલા લોકડાઉને સ્થિતિ વધુ ખરાબ કરી નાખી છે. બાળકો અભ્યાસ કરી શકતાં નથી.

image source

પરંતુ આ બધી જ પરિસ્થિતિને દુર કરવા માટે એક દંપતીએ નવી પહેલ કરી છે અને હાલમાં તેઓ સરસ કામ કરી રહ્યા છે. આ યુગલનું નામ છે અનિર્વાણ નંદી અને તેમનાં પત્ની પૌલમી ચાકી નંદી. અનિર્વાણ આઈઆઈટી-ખડગપુરમાં સિનિયર રિસર્ચ ફેલો છે અને પૌલમી સોશિયલ સાયન્સ અને ઈકોનોમીમાં રિસર્ચ એસોસિયેટ છે. હાલ કોલેજ બંધ હોવાથી તેઓ બંને પોતાના ઘરે રહે છે. બગીચાઓ અને ગામનાં બાળકોને માત્ર રૂ. 10માં ટ્યૂશન આપવા અને મોબાઈલ લાઇબ્રેરી દ્વારા પુસ્તકો ઉધાર આપવાની સાથે જ આ લોકો મહિલા મજૂરો અને યુવતીઓમાં ફ્રી સેનિટરી પેડ પણ વહેંચી રહ્યાં છે.

image source

જો તેમની સિદ્ધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 35 ગામ અને 20 ચાના બગીચાનાં લગભગ 1800 બાળકો તેમની મોબાઈલ લાઇબ્રેરીનો લાભ ઉઠાવી ચૂક્યાં છે, એમાંથી 80 ટકા બાળકીઓ છે. નંદી યુગલ સપ્તાહમાં બે કે ત્રણ દિવસ અલગ-અલગ વિસ્તારોમાં જઈને આદિવાસી યુવતીઓ અને વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પેડ પણ વહેંચે છે.

આ વિશે વિગતે વાત કરતાં પૌલમી તેના જ મુખેથી કહે છે કે ‘ગરીબીના કારણે આ બગીચાઓની મહિલાઓ પિરિયડ દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હતી. એનાથી તેમને ઘણીવાર આરોગ્યસંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. એને જોઈને અમે સેનિટરી પેડ વહેંચવાનો નિર્ણય કર્યો. અત્યારસુધી અમે લગભગ 22 હજાર પેડ વહેંચી ચૂક્યાં છીએ. આ માટે અનેક લોકોએ સહાયતા પણ કરી છે.’ તો વળી ત્યાં અભ્યાસ કરતાં એક આદિવાસી વિદ્યાર્થી સુનીતા ઓરાંવ કહે છે, ‘અગાઉ અમે કપડાનો ઉપયોગ કરતાં હતાં. આ કારણથી અનેકવાર બીમારી થતી હતી. ચાના બગીચામાં કોઈ ડોક્ટર પણ નથી. એનાથી સમસ્યા વધી જતી હતી, પરંતુ હવે અમને ઘણી સરળતા મળી છે.’

image source

આગળ વાત કરતાં અનિર્વાણ કહે છે કે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓની મદદ માટે તેમણે પ્રથમ મોબાઈલ લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ લાઇબ્રેરી માટે નંદી યુગલે પોતાના મિત્રો અને પરિવારજનો પાસેથી માગીને સાત હજારથી વધુ પુસ્તકો મેળવ્યાં છે, પણ પુસ્તકો મળ્યાં પછી સ્માર્ટફોન-ઈન્ટરનેટ ન હોવાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા નહોતા. પરિણામે, એ લોકો શહેરી વિદ્યાર્થીઓની તુલનામાં પાછળ રહેવા લાગ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ યુગલે દસ ટાકાર ટ્યૂશન એટલે કે દસ રૂપિયાનું ટ્યૂશન નામનો એક કાર્યક્રમ પણ શરૂ કર્યો,

image source

આ કાર્યક્રમાં વિશે વાત કરવામાં આવે તો જેમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી, કમ્પ્યુટર વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયો ભણાવવામાં આવે છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે, પરંતુ દસ રૂપિયા શા માટે? આ સવાલ અંગે અનિર્વાણ કહે છે, ‘મફતમાં ભણાવવાથી કદાચ વધુ વિદ્યાર્થીઓ ભણવા ન આવ્યા હોત, પરંતુ હવે એ દસ રૂપિયાને કારણે માતા-પિતા બાળકોને ટ્યૂશનમાં મોકલે છે.’ હાલમાં પરિસ્થિતિ એવી છે કે તેમની આ યોજનાને અનેક લોકોએ આર્થિક સહાય આપી છે.

તેમજ બાળકોની વાત કરીએ તો, આ વિસ્તારનાં આદિવાસી બાળકો અને તેમનાં માતા-પિતા નંદી યુગલનાં કામકાજથી ખુશ છે. મેરી વ્યૂ ચાના બગીચાના રાની મુંડા પોતાની સાત મહિનાની પુત્રીને લઈને ટ્યૂશન માટે આવે છે. તેઓ કહે છે, ‘લગ્ન અગાઉ અભાવને કારણે ચોથા ધોરણ પછી અભ્યાસ કરી શકી નહોતી. હવે તેને ફરી અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે.’ આ વિસ્તાર જે લોઅર બાગડોગરા પંચાયત અંતર્ગત છે તેમનાં સરપંચ વિભા વિશ્વકર્મા કહે છે, ‘નંદી યુગલ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની દિશામાં ઘણું સારું કામ કરી રહ્યાં છે. એનાથી આદિવાસીઓ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવો પ્રેમ ઊભો થાય છે. આ એક ઉત્તમ પહેલ છે.’

image source

અનિર્વાણ વાત કરે છે કે, બાળપણમાં તેઓ પણ આ જ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હતા અને અભ્યાસ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલનો રસ્તો ઘણો લાંબો હતો. આ ઉપરાંત સારું શિક્ષણ મળતું નહોતું, આથી તેમણે વિચાર્યું કે જો આ બાળકોને થોડી થોડી મદદ કરવામાં આવે તો તેઓ જીવનમાં ઘણું બધું કરી શકે છે. પૌલમી કહે છે. ટૂંકમાં આ યોજના અંતર્ગત ચાના બગીચા વિસ્તારની આદિવાસી યુવતીઓમાં શિક્ષણ પ્રત્યે એક નવી ભાવના ઊભી કરી છે. અમે સીમિત સંસાધનો પછી પણ વિસ્તારના લોકોમાં જાગરૂકતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને હાલમાં એની અસર પણ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત