ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન, વાહનોની લાંબી લાઈનો લાગી, જાણી લો તમે પણ A TO Z માહિતી

અમદાવાદ શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે, નવરંગપુરા સ્ટેડીયમ ખાતે લાગી ગાડીઓની લાઈન, ભારે રોષ બાદ મળ્યો ટુ-વ્હીલરને પ્રવેશ.

-વેક્સિનેશનનો સમય સવારના ૯:૩૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી અને બપોર પછી ૩ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી આપવામાં આવશે.

image source

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું વેક્સિનેશન અભિયાન ભરપુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ અમદાવાદ શહેરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની પહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા બંનેએ સાથે મળીને નવરંગપુરા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્ટેડીયમ,અ શરુ કરવામાં આવ્યું છે. ૪૫ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા લોકોને ડ્રાઈવ થ્રુ વેક્સિન આપવામાં આવી રહી છે.

image source

આજ રોજ વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડીયમ પર ગાડીઓની લાઈન લાગી હતી. સરદાર પટેલ સ્ટેડીયમથી લઈને સરદાર પટેલ બાવળા સુધીની અંદાજીત ૧ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી ગઈ છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરુઆતમાં પહેલા ફક્ત ફોર વ્હીલમાં આવતા લોકોને જ વેક્સિન આપવાનું શરુ કર્યું હતું અને ટુ- વ્હીલર લઈને આવતા વ્યક્તિઓને પરત મોકલવામાં આવતા હતા. આમ કરતા લોકોનો રોષ વધી જતા પછીથી ટુ- વ્હીલર લઈને આવી રહેલ લોકોને વેક્સિન માટે પ્રવેશ આપવામાં આવ્યો. આજ રોજ અત્યાર સુધીમાં અંદાજીત ૧૦૦ જેટલા વ્યક્તિઓએ કોરોના વાયરસની વેક્સિન લઈ લીધી છે.

image source

અત્યારના સમયમાં ગુજરાત રાજ્યમાં અનિયંત્રિત થયેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે વધારે પ્રમાણમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કેટલાક સમય પહેલા જ ૬ જગ્યાઓ પર ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટીંગની શરુઆત કરવામાં આવ્યા હતા, ત્યાં જ હવે અમદાવાદ શહેરમાં આજ રોજ એટલે કે, તા. ૮ મે, ૨૦૨૧ શનિવારના દિવસથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અભિયાનની શરુઆત કરી દેવામાં આવી છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરુઆત સવારના ૯:૩૦ વાગ્યાથી લઈને બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરના ૩ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી શરુ રાખવામાં આવશે. એટલું જ નહી, ગાંધીનગર શહેરમાં આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરુ કરી દેવામાં આવ્યું છે.

કેવી રીતે આપવામાં આવે છે વેક્સિન?

image source

વાહન લઈને આવનાર વ્યક્તિએ સ્ટેડીયમમાં જઈને પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાં આપે માન્ય આધાર પુરાવાની સાથે આપનું રજીસ્ટ્રેશન થયા પછી આપને ટોકન આપવામાં આવશે. આ ટોકન લઈને આપે આગળ વેક્સિન કાઉન્ટર પર જવાનું રહેશે અને આપને વેક્સિન આપવામાં આવશે. સરદાર પટેલ સ્ટેડીયમમાં ૩ રજીસ્ટ્રેશન કાઉન્ટર અને ૩ વેક્સિનેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટર પર રહેલ લોકો આપને ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

સૌથી પહેલા ભુજમાં શરુઆત કરવામાં આવી હતી.

આની અમદાવાદ પહેલા ભુજમાં આવેલ આર.ડી.વરસાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં કચ્છના વહીવટીતંત્ર મારફતે કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાનની કામગીરીને વધારે ઝડપી બનાવવા માટે અને વધારેમાં વધારે લોકોને રસી લેવા માટે આગળ આવે એટલા માટે કચ્છમાં પહેલી વાર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટરની શરુઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં ૧,૮૬,૬૫૯ નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે.

image source

ગઈકાલના રોજ તા. ૭ મે, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યમાં ૧,૮૬,૬૫૯ નાગરિકોને અત્યાર સુધીમાં વેક્સિન આપી દેવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ૧,૦૨,૨૪,૯૪૧ નાગરિકોને કોરોના વાયરસ વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે ૨૯,૮૯,૯૭૫ નાગરિકોને બીજો ડોઝ આપીને વેક્સિનેશનની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી છે.

આજ રોજ ગુજરાત રાજ્યમાં ૧૮ વર્ષથી લઈને ૪૪ વર્ષની ઉમર ધરાવતા ૨૨,૪૭૪ નાગરિકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે જયારે ૬૦ કરતા વધારે ઉમર ધરાવતા અને ૪૫ વર્ષથી ૬૦ વર્ષની ઉમર ધરાવતા કુલ ૩૮,૧૩૯ નાગરિકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે ૧,૧૦,૬૧૪ નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આટલી સંખ્યામાં નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવ્યા પછી પણ એક પણ વ્યક્તિમાં વેક્સિનના લીધે ગંભીર આડઅસર જોવા મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!